________________
જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા ૧૧૦૦ પાનાંના બૃહદ્ ગ્રંથમાં લેખકે આ વિષયને વિસ્તારથી નિરૂપેલો છે. એટલે આ ગ્રંથના મૂળભૂત આયોજનનો ક્રમભંગ ન થાય એ હેતુથી “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાંથી આગમો - શ્રુતસાહિત્યથી આરંભી હરિભદ્રસૂરિ સુધીની લેખનસામગ્રી ઉદ્ધત અને સંકલિત કરી આ ગ્રંથના પ્રથમ ખંડનો વિભાગ-૧ તૈયાર કર્યો છે. લેખનસામગ્રી અને ભાષા લેખકનાં જ જાળવ્યાં છે; પણ સંકલન, સંક્ષેપ કરતી વેળા ક્યાંક વાક્યોની તડજોડ કરવાનું, વાક્યાન્વયો બદલવાનું થયું છે. જોડણી સાર્થ જોડણીકોશ પ્રમાણે સુધારી લીધી છે.
ખંડ ૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીરમાં લેખકે સાત પેટાવિભાગો પાડીને તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક પરિસ્થિતિના સંદર્ભમાં મહાવીરના જીવનને પ્રમાણભૂત રીતે આલેખ્યું છે અને ધર્મપ્રવર્તક તરીકે મૂલવ્યું છે. આ લખાણનો સંક્ષેપ કરવો કે શબ્દશઃ લેવું એવી આરંભે થોડીક દ્વિધા હતી, પણ પછી લખાણનાં આયોજન અને ઉપયોગિતા જોતાં લખાણને યથાવત્ જાળવી લેવાનું જ નક્કી કર્યું.
વિભાગ-૩ જૈન મતના સિદ્ધાંતોમાં સિદ્ધાંત-નિરૂપણની લેખકની પદ્ધતિ વર્ગીકરણો-પેટાવર્ગીકરણોની રહી છે. એ એમની ચોકસાઈનું નિદર્શક છે. પટાવર્ગીકરણોનાં પણ પેટાવર્ગીકરણો અનેક જગાએ મળે. આવાં સ્થાનોમાં લેખકે આપેલા ક્રમાંકો, ક્યાંક ગૂંચવણ ટાળવાના આશયે, બદલવાના થયા છે.
શ્રી મોહનભાઈએ ગ્રંથના લખાણનો કેટલોક અંશ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' (જેના એ તંત્રી પણ હતા)ના અંકોમાં પ્રકાશિત કરેલો છે. એ લેખન-અંશો આ પ્રમાણે છે :
(૧) ખંડ-૧નો વિભાગ-૨ “શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર' “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડના ઑગસ્ટ-સપ્ટે. ૧૯૧૪ (પુ. ૧૦, અંક ૮-૯)ના સંયુક્ત અંકમાં (પૃ. ૩૭૨થી ૪૨૯) લેખકે પ્રકાશિત કર્યો હતો. એ પ્રકાશિત થયા પછી પણ એમણે એમાં ઠીકઠીક ઉમેરા કર્યા છે.
(૨) ખંડ-૧ના વિભાગ ૩માં “ત્રણ તત્ત્વ' શીર્ષકવાળું લખાણ (જેમાં ઈશ્વરતત્ત્વ-સવતત્ત્વ, સરતત્ત્વ, સદ્ધર્મતત્ત્વનો સમાવેશ થાય છે) તે “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ’ના ફેબ્રુ. ૧૯૧૭ (પુ. ૧૩, અંક ૨)ના અંકમાં (પૃ. ૪૮થી ૫૮) પ્રકાશિત કર્યું હતું.
(૩) ખંડ-૧ના વિભાગ ૩માં “કાલસ્વરૂપ” શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના ઑગસ્ટ-સપ્ટે.-ઑક્ટો. ૧૯૧૬ (પુ. ૧૨, અં. ૮-૯-૧૦)ના સંયુક્ત અંકમાં (પૃ. ૨૮૩થી ૨૮૯) પ્રકાશિત કર્યું હતું.
(૪) ખંડ-૧ના વિભાગ ૩માં “સમ્યગ્દર્શન' શીર્ષકવાળું લખાણ “શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના માર્ચ, ૧૯૧૭ (પુ. ૧૩, એ. ૩)ના અંકમાં (પૃ. ૮રથી ૮૮) પ્રકાશિત થયું હતું.
આ ગ્રંથ માટે હેરલ્ડમાં પ્રગટ થયેલા આ ચાર મુદ્રિત અંશોને જ આધાર ગણ્યા છે, એ અંશોની અગાઉની હસ્તપ્રતને નહીં. જોકે ખંડ-૧માંના મહાવીર જીવન વિશેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org