SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યો. જયંતભાઈ તેમજ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી આ ગ્રંથની હસ્તપ્રત જોઈ ગયા અને એમનો એક જ સૂર હતો કે આવો મૂલ્યવાન ગ્રંથ પ્રગટ થવો જ જોઈએ અને તેય શક્ય એટલો વહેલો. જયંતભાઈએ કરેલી ભલામણ પ્રકાશક સંસ્થાએ સ્વીકારી અને હવે તે “જેન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' એ નામે “શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના ચોથા ગ્રંથ રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એના સંપાદક તરીકે અત્યંત પ્રસન્નતાની લાગણી અનુભવું છું. આ ગ્રંથનું સંપાદનકાર્ય મારે માટે એક પડકારરૂપ હતું અને એ માટે ભારે સંકોચ પણ અનુભવાતો હતો. મારો અભ્યાસ સાહિત્યનો, તત્ત્વદર્શનનો નહીં. એટલે આ વિષયમાં મારી ચાંચ શું ડૂબે ? દાર્શનિક લખાણનું શબ્દભંડોળ પણ બહુ પકડાય નહીં. હસ્તપ્રતમાં લેખકના અત્યંત ઝીણા અક્ષરો, ક્યાંક ઝાંખી ઊતરેલી ઝેરોક્ષ-નકલ, ક્યાંક લેખકે જુદાં જ પાનાંઓ ઉપર અનુસંધાન રૂપે કરેલા ઉમેરા, અને અનુક્રમણિકામાં સૂચવાયેલ ખંડ ૧માં વિભાગ-૧ના ‘જેન ધાર્મિક સાહિત્ય' વાળા લખાણની હસ્તપ્રતનાં પાનાં અપ્રાપ્ય હોવાથી એ વિભાગ અંગેની મૂંઝવણ. આ બધા પ્રશ્નો હતા. પણ જેમ મારા અન્ય સંપાદનકાર્યોમાં ઊલટભેર મળ્યું છે તેવું જ જયંતભાઈનું માર્ગદર્શન ડગલે પગલે મને મળતું રહ્યું. જેને લઈને મારા સંપાદનકાર્યને વ્યવસ્થિત દિશા સાંપડતી રહી. આ ગ્રંથ પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી તો જોઈ ગયા હતા જ, પણ બૌદ્ધ મત અંગેના લખાણનો તો પ્રશ્ન હતો જ. વળી આ સમગ્ર લખાણ આઠ દાયકા પૂર્વે થયું હતું. વચગાળે આ વિષય પરત્વે નવાં અભ્યાસસંશોધનો થયાં હોય જ. એટલે શુદ્ધિવૃદ્ધિને અહીં પૂરતો અવકાશ હતો અને તેથી જ આ વિષયના અભ્યાસી વિદ્વાન દ્વારા એનું પરામર્શન અનિવાર્ય હતું. પરામર્શન માટે સૂચવાયેલું ડૉ. એસ્તેરબહેન સોલોમનનું નામ સંસ્થાએ સ્વીકાર્યું. ડૉ. એસ્તેરબહેને શારીરિક અસ્વસ્થતા છતાં, યોગ્ય સમયમાં પરામર્શનનું કામ પૂરું કરી આપ્યું અને જરૂર જણાઈ ત્યાં એમણે શુદ્ધિવૃદ્ધિ કરી આપી. એમને પણ ક્યાંક પ્રશ્નો રહ્યા તે-તે સ્થાનો લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પૂર્વ અધ્યક્ષ ડૉ. નગીનદાસ જી. શાહે સ્નેહભાવે તપાસી આપ્યાં. પરામર્શક દ્વારા થયેલી શુદ્ધિવૃદ્ધિને જે-તે સ્થાને જ ચોરસ કૌંસમાં [ ] ગોઠવી છે. તેથી જ્યાં લખાણ ચોરસ કૌંસમાં છે તેને પરામર્શકની શુદ્ધિવૃદ્ધિવાળું લખાણ (કે ક્વચિત્ સંપાદકીય નિર્દેશ) ગણવા પ્રત્યે વાચકોનું ધ્યાન દોરું છું. જોકે પૃ. ૨૫૭ પર જૈન વસ્તી’ વિશેના લખાણમાં ચોરસ કૌંસમાંનું લખાણ આંકડાકીય વિગતો મેળવીને સંપાદક તૈયાર કર્યું છે. જે સ્થાને શુદ્ધિવૃદ્ધિ સાવ ગૌણ કે શબ્દ/નામફેરવાળી હોય તે સીધી જ મૂળ સ્થાને કરી લીધી છે; ચોરસ કૌંસમાં અલગ દર્શાવી નથી. ક્યારેક લેખકે આપેલી પાદટીપોમાંયે પરામર્શક દ્વારા શુદ્ધિવૃદ્ધિ કરવાની થઈ છે, તો કેટલીક પાદટીપો પરામર્શકની શુદ્ધિવૃદ્ધિરૂપે ઉમેરવાની થઈ છે. તેને સ્થાને આખીયે પાદટીપ ચોરસ કૌસમાં દર્શાવાઈ છે. લેખકની હસ્તપ્રતમાં ખંડ-૧ના વિભાગ-૧ “જૈન ધાર્મિક સાહિત્યનાં પાનાં મળ્યાં નથી. પણ અનુક્રમણિકામાં આ વિષયનો એના પેટાવિષયો સમેતનો નિર્દેશ છે. પાછળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy