SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના જૈન ગૂર્જર કવિઓ' અને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથો જોનારને એમ ખાતરી થયા વિના રહે નહીં કે તેઓ એક વિરલ વિદ્વત્પ્રતિભા હતા. હવે પ્રગટ થઈ રહેલો એમનો આ ગ્રંથ જૈન અને બૌદ્ધ મત ઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો' લેખકની વિરલ વિદ્વત્પ્રતિભાનું વધુ એક પ્રમાણ છે. ગ્રંથ લખાયો ઈ.સ. ૧૯૧૪માં, અને પ્રગટ થાય છે ઈ.સ. ૧૯૯૮માં, પૂરાં ૮૪ વર્ષ પછી. જ્ઞાનવિસ્તરણને વરેલી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) જેવી સંસ્થાએ એનું પ્રકાશન કરીને, કરવું ઘટે એવું એક વિદ્યાકીય કામ કર્યું છે. અને તે માટે એ સંસ્થા સૌનાં અભિનંદનની અધિકારી છે. લેખકે આ વિષય ઉપર કયે નિમિત્તે કલમ ચલાવી તેનો પણ એક ઇતિહાસ છે; અને તે અંગેની માહિતી ‘લેખકનું નિવેદન’માં અપાયેલી છે. એટલે એનું પુનરાવર્તન અહીં ઇષ્ટ નથી. પણ એમાંથી એક બાબત વાચકનું ધ્યાન ખેંચ્યા વિના રહેશે નહીં કે શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ ઇનામી નિબંધનું કદ ૧૫૦ ‘ફુલ્સકેપ’ પાનાંનું નક્કી કરેલું, પણ શ્રી મોહનભાઈને હાથે નિબંધ લખાયો એનાથી બમણાં પાનાંમાં. આ આખી ઘટના એ વાત ફલિત કરે છે કે મોહનભાઈને જે વિષય અગાધ, ગૂઢ અને ચિંતનશીલ જણાયેલો તે વિષયને હસ્તગત કરી યોગ્ય ન્યાય આપવા એમણે કેટલો શ્રમ લીધો હશે ! આ ગ્રંથમાં પ્રવેશ કરનાર જ આ વાત સમજી શકશે. લેખકના નિવેદનમાં દર્શાવ્યા ઉપરાંતની અમને સાંપડેલી માહિતી આ પ્રમાણે છે : ફાર્બસ ગુજરાતી સભાની તા. ૧૩-૧૦-૧૯૧૪ની બેઠકમાં શ્રી મોહનભાઈને નિબંધ પૂરો કરી આપવાની સમયમર્યાદા વધારી આપવાનો ઠરાવ કરાયો હતો. નિબંધોના નિર્ણાયકો તરીકે શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા શ્રી તનસુખરામ ત્રિપાઠીનાં નામો નક્કી કરવામાં આવ્યાં હતાં. સભાની તા. ૪-૧૦-૧૯૧૫ની બેઠકમાં નિર્ણાયકોએ એમની પાસે આવેલા બે નિબંધોમાંથી મોહનભાઈનો નિબંધ પસંદ કર્યાની નોંધ કરી પારિતોષિક આપવાનું ઠરાવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનાં ૧૯૧૮નાં તૈયાર થતાં પ્રકાશનોમાં આ ગ્રંથની જાહેરાત થઈ છે, પરંતુ ગ્રંથ પ્રકાશિત થયો નથી. નવેમ્બર ૧૯૩૨માં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં મોહનભાઈ નિબંધને અદ્યતન કરવાની આવશ્યકતા સ્વીકારે છે પણ પોતે એ હજુ નથી કરી શક્યા એ માટે દિલગીરી વ્યક્ત કરે છે, ને હવે એ કામ પોતે બને એટલી શીવ્રતાથી હાથ ઉપર લેશે એમ જણાવે છે. પણ પછી મોહનભાઈની એ ઇચ્છા પૂરી થઈ જણાતી નથી. લેખકના નિવેદન સહિતની આ ગ્રંથની હસ્તપ્રત શ્રી મોહનભાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ પાસે સચવાયેલી રહી. હસ્તપ્રતનાં પાનાં જર્જરિત થવા પર હતાં અને હાથમાં લેતાં જ કાગળ ફાટવા માંડતો હતો. એટલે શ્રી જયસુખભાઈએ એ આખી હસ્તપ્રતની ઝેરોક્ષ-નકલ કરાવી, એનું પાકું બાઇન્ડિંગ કરાવી, ગ્રંથનો સમુદ્ધાર કરવાના શુભાશયથી ૧૯૮૮ના જુલાઈમાં શ્રી જયંતભાઈ કોઠારીને એ ગ્રંથ જોવા માટે મોકલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy