SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો પર્યાયાર્થિક નયથી નીલાદિ આકાર વડે અનિત્ય જ છે. ૬. કાલ – કાલ પરમસૂક્ષ્મ નિર્વિભાગ એવો ‘સમય’ છે. તેનો પ્રદેશસમૂહ થઈ શકતો નથી તેથી તે અસ્તિકાય કહેવાતો નથી. સૂર્યાદિ ગ્રહનક્ષત્રની ઉદયાત ક્રિયાથી તે કાલ ગણાય છે, તેથી કેટલાક તેને દ્રવ્ય તરીકે ગણતા નથી. પરંતુ સમસ્ત પદાર્થોના પરાવર્તનમાં – ફેરફારમાં જે દ્રવ્ય સહાય કરે છે તે કાળ છે. કોઈમાં નવીનતા, જીર્ણતા થવી એ પુદ્ગલનો સ્વભાવ છે તે ખરું, પણ ત્યાં અપેક્ષાકારણ તો કાલ છે. મેઘવૃષ્ટિ અમુક સમયે થાય છે, બાલ્ય, યૌવન અને જરા એ પણ કાળપરિપાકને લઈને થાય છે. મનુષ્યગર્ભમાં નવ માસ રહ્યા પછી બાળક આવે છે વગેરે વ્યવસ્થામાં કાળદ્રવ્ય સહાયકારી છે. આ સર્વને તે-તે દ્રવ્યના વનાદિ પર્યાયરૂપે ગણી શકાય છતાં તે વર્તના સ્વભાવવાળાને ઉપચારથી અથવા તેના નિયામક કારણ તરીકે એ નામ આપી તેને દ્રવ્ય માનવામાં કોઈ બાધ આવતો નથી. કાલ પરિણામી કારણ નથી તેમ નિર્વતૈક કારણ નથી. પણ અમુક કાલે જ થવું – અન્ય કાલે નહિ એમ હોવાથી તે અપેક્ષા કારણ ગણાય. જ્યાં મનુષ્યક્ષેત્ર છે (જેન પ્રમાણે તેનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે.) ત્યાં જ સમય લક્ષણ કાલની ગણના છે કારણકે ત્યાં સૂર્ય ચંદ્રની ગતિ છે અને તેના પર જ કાળનો વ્યવહાર છે. મનુષ્યક્ષેત્રની બહાર કાલદ્રવ્ય છે જ નહિ.' ઉક્ત પડુદ્રવ્યની અરસપરસ તુલના – જીવ અને પુદ્ગલ એ બે અનેક છે અને બાકીનાં દ્રવ્ય એક છે પુદ્ગલ મૂર્ત છે અને બાકીનાં પાંચ અમૂર્ત છે. આકાશ અનંત પ્રદેશ પ્રમાણ છે. ધર્મ અધર્મ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવાં અનંત પરમાણુઓ છે, બે પરમાણુઓ એકત્ર મળેલાં એવા યણુક અંધ અનંતા છે, એમ ત્રણુક સ્કંધ અનંત છે. એમ ઉત્તરોત્તર અનંત પરમાણું મળેલા એવા અનંતા સ્કંધ છે. પરમાણુ સર્વે એકરૂપ છે. વૈશેષિકો કહે છે તે પ્રમાણે ચાર, ત્રણ, બે કે એક એવા સ્પર્ધાદિગુણવાળા પાર્થિવ, આપ્ય, તૈજસ, અને વાયવીય પરમાણુની જાતિના ભેદ થકી પરમાણુ પણ ચાર રૂપનાં છે એ જૈનો સ્વીકારતા નથી. લવણ એ સ્પર્શ, ચક્ષુ, રસના, અને ઘાણ એ ચાર ઈદ્રિયથી ગમ્ય હોવા છતાં જળમાં ગળી જાય છે ત્યારે પરિણામવિશેષતાને લીધે એ ચાર ઈદ્રિયથી ગમ્ય રહેતું નથી. તેવી જ રીતે પાર્થિવાદિ પરમાણુ પણ પરિણામ વિશેષતાને લીધે એક જાતિનાં જ જાણવાં – એ સર્વેદ્રિયગ્રાહ્ય રહે નહિ. વૈશેષિકો પૃથિવી, અપૂ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિક, આત્મા અને મન એ પ્રમાણે નવ દ્રવ્યો માને છે. પ્રથમનાં ચારેને ભિન્ન ભિન્ન દ્રવ્ય માન્યાં છે તે વાસ્તવિક નથી એમ જેન કહે છે, કારણકે તે તેમણે પરમાણુના પ્રકાર માન્યા છે અને પરમાણુ તે પ્રયોગ કે વિશ્રસાથી (સ્વભાવથી) પૃથિવી આદિના રૂપપણે પરિણમે પણ છે તો ૧. આ ઉપરાંત દિગંબરાચાર્યો વિશેષ એમ માને છે કે લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળા રહેલો છે (બૃહ દ્રવ્યસંગ્રહ, શ્લોક ૨૨ અધ્યાય ૧). બૌદ્ધમાં મનુષ્ય જીવનની બાલ્ય, યૌવન, જરા, મરણ આદિ બદલાતી અવસ્થાઓ સમય પરત્વે હોઈ કાલની ક્ષણપરંપરા બદલાતી માની છે. ઉત્તર ક્ષણ પૂર્વ ક્ષણે જેવી નથી. આમ બંનેની અનિત્યતા માની ‘સર્વ અનિત્ય છે' એ સિદ્ધાંત મનાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy