SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્રવ્ય જે શરીરની કર્મેન્દ્રિયના આધારથી ધ્વનિ સાંભળવામાં આવે તેને શબ્દ કહેવામાં આવે છે. આ શબ્દ અનંત પરમાણુના પિંડ અર્થાત્ સ્કંધોથી ઉત્પન્ન થાય છે, કારણ કે જ્યારે પરસ્પર સ્કંધોનું સંઘટ્ટન થાય છે ત્યારે શબ્દની ઉત્પત્તિ થાય છે. અને સ્વભાવથી ઉત્પન્ન અને અનંત પરમાણુના પિંડભૂત શબ્દયોગ્ય વર્ગણાઓ પરસ્પર મળીને આ લોકમાં સર્વત્ર વ્યાપી રહે છે. જ્યાં જ્યાં શબ્દને ઉત્પન્ન કરવાને બાહ્ય સામગ્રીનો સંયોગ મળે છે ત્યાં ત્યાં તે શબ્દયોગ્ય વર્ગણાઓ છે. તે સ્વયમેવ શબ્દરૂપ હોઈ પરિણમે છે. આ કારણથી શબ્દ નિશ્ચયથી પુદ્ગલસ્કંધોથી ઉત્પન્ન થાય છે.` આ જ રીતે દૃષ્ટિને રોકનાર અંધકાર, વૃક્ષઆદિની આશ્રયવાળી અને મનુષ્ય આદિના પ્રતિબિંબરૂપ છાયા, પ્રકાશ, તથા સૂર્યઆદિની આતપ તે સર્વ પુદ્ગલ જાણવાં. [શવન્ધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનમેવતમાયાતપોઘોતવન્તથ । (તત્ત્વાર્થસૂત્ર પૂ.૨૪) તમસ્ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. શબ્દ પણ પુદ્ગલનો વિકાર (પર્યાય) છે. ....ન નૈયાયિકો તમને અલગ દ્રવ્ય નથી માનતા. નનુ દશમં દ્રવ્યું તમ: વ્હેતો નોતમ્ ? तद्धि प्रत्यक्षेण गृह्यते तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वम् आवश्यकतेजोऽभावेनैवोपपत्तौ द्रव्यान्तरकल्पनाया अन्याय्यत्वात् । रूपवत्ताप्रतीतिस्तु भ्रमरूपा कर्मवत्ताप्रतीतिरप्यालोकापसरणौपाधिकी भ्रान्तिरेव । तमसोऽतिरिक्तद्रव्यत्वेऽनन्तावयवादिकल्पनागौरवं च स्यात् । ૧૫૩ (ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી. કા.૩)] પુદ્ગલ બે પ્રકારના છે ઃ ૧. પરમાણુ. તે નિર્વિભાજ્ય પુદ્ગલનો સૂક્ષ્મ ભાગ છે. અને ૨. સ્કંધ – પરમાણુ. એ ત્રણ કે તેથી વધુ મળવાથી થાય તે. પરમાણુ સૂક્ષ્મ અને નિત્ય, એક રસ, એક વર્ણ, એક ગંધવાળું અને બે સ્પર્શવાળું છે અને કાર્યલિંગ ચણુકાદિથી તે મહાકંધરૂપી કાર્યના લિંગરૂપ છે અને તે જ અંત્યકારણ છે. કોઈપણ પદાર્થના જેટલા બની શકે તેટલા કટકા કરતાં પરમાણુથી ઓછો વિભાગ થઈ શકતો નથી એટલે તેનો કોઈપણ વિભાગ પરમાણુથી પાર ન જઈ શકતો હોવાથી પરમાણુ એ જ સર્વનું અંત્ય – છેલ્લામાં છેલ્લું કારણ છે. (ચણુકાદિ અંત્યકારણ નથી) તે સૂક્ષ્મ છે કારણ કે આપણને અતીંદ્રિય છે તેથી તે આગમગમ્ય છે. દ્રવ્યથી નિત્ય છે અને ૧. કેટલાક મતાવલંબી (વૈશેષિક) શબ્દને આકાશનો ગુણ માને છે (જુઓ તર્કસંગ્રહ : સૂત્રઃ૧૪ શબ્દમુળમાાશક્ તત્રેવ્ઝ વિમુ નિયંત્ત અને તેથી તેને નિત્ય અને સર્વવ્યાપી વિભુ માને છે. વૈિશેષિકો શબ્દને નિત્ય નથી માનતા. દ્રવ્ય નિત્ય હોય તેથી ગુણ નિત્ય હોવો જોઈએ એ જરૂરી નથી, જેમકે આત્મા નિત્ય છે પણ તેના વિશેષ ગુણો – સુખ, દુઃખ, ઇચ્છા વગેરે નિત્ય નથી. શબ્દ આકાશનું લિંગ છે. શબ્દ તો ઉત્પાદ્ય છે તેથી નિત્ય હોઈ શકે જ નહીં.] જ્યારે જૈનદર્શનમાં એમ કહે છે કે જો તેને આકાશનો ગુણ માનવામાં આવે તો કદ્રિય દ્વારા ગ્રહણ કરી શકાય નહિ, કારણકે આકાશ અમૂર્ત છે અને ગુણીનો ગુણ પણ સમાનજાતીય જ હોય તે રીતે આકાશનો ગુણ શબ્દ પણ અમૂર્ત હોય; અને ઇંદ્રિયો મૂર્ત્તિક છે તેથી મૂર્તિક પદાર્થને જ જાણે છે. આ કારણે જો શબ્દ આકાશનો ગુણ હોય તો કર્ણેન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે. જૈનદર્શન તેને પુદ્ગલનો એક પર્યાય – પરમાણુનો સમૂહ અને તેથી મૂર્ત અને પર્યાય દૃષ્ટિએ અનિત્ય ગણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy