________________
૧૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઈતિહાસ અને સિદ્ધાંતો
(૪) પિડનિયુક્તિ કે ઓઘનિર્યુક્તિ : ચોથા મૂલસૂત્રમાં પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ પૈકી ગમે તે ગણાય છે. પિંડનિર્યુક્તિ સંબંધમાં જણાવવાનું કે દશવૈકાલિકસૂત્રમાં પાંચમું અધ્યયન પિપૈષણા છે. દશવૈકાલિક પર ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે, તેના ઉક્ત પાંચમા અધ્યયન પર નિયુક્તિ રચતાં તે ઘણી મોટી થઈ તેથી તેને અલગ કરી પિંડનિર્યુક્તિ તેમણે રચી છે. આમાં પિંડ એટલે આહાર સંબંધી વર્ણન છે. તેમાં પિંડનિરૂપણ, ઉદ્ગમ દોષો, એષણા દોષો અને ગ્રામૈષણાના દોષો નિરૂપ્યા છે.
જ્યારે ઓઘનિર્યુક્તિ એટલે સામાન્ય – સાધારણ નિર્યુક્તિ – સૂક્ષ્મ કે વિશેષ વિગતમાં ઊતર્યા સિવાયની નિર્યુક્તિ. એમાં ચરણસત્તરી, કરણસત્તરી, પ્રતિલેખન આદિ દ્વારો છે. જેમકે પ્રતિલેખન દ્વાર, પિંડદ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિષવણોદ્ધાર, આલોચનાદ્વાર અને વિશુદ્ધિદ્વાર. આમાં ચરણકરણનું મુખ્યપણે સ્વરૂપ છે.
નંદીસૂત્ર તે દેવવાચકકત છે. તેમાં તીર્થકર ગણધરાદિની આવલિક, પર્ષદો, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે.
અનુયોગદ્વાર તે આર્ય રક્ષિતસૂરિકૃત છે. તેમાં આવશ્યક શ્રુતસ્કંધના નિક્ષેપો, ઉપક્રમાધિકાર, આનુપૂર્વી, દશનામ અધિકાર, પ્રમાણદાર અધિકાર, નિક્ષેપ અધિકાર, અનુગમ અધિકાર અને નયનો અધિકાર છે. આમાં નવરસ, કાવ્યશાસ્ત્ર માટેની કેટલીક હકીકતો, ભારત, રામાયણ, કૌટિલ્ય, ઘોટકમુખ આદિના ઉલ્લેખો પણ છે.
છ છેદસૂત્રો કુલ ૬ છેદસૂત્રો છે. ૧. નિશીથ (લઘુનિશીથ) ૨. બૃહત્કલ્પ ૩. વ્યવહાર ૪. દશાશ્રુતસ્કંધ ૫. પંચકલ્પ અને ૬. મહાનિશીથ. આ પૈકી નિશીથ, પંચકલ્પ અને મહાનિશીથ ગણધરકૃત છે અને બૃહત્કલ્પ, વ્યવહાર, અને દશાશ્રુતસ્કંધ એ ત્રણના કર્તા ભદ્રબાહુસ્વામી છે. તેમાં પચકલ્પ નામનું છેદસૂત્ર વિચ્છિન્ન થયું છે, પરંતુ તે પર સંઘદાસગણિનું ભાષ્ય ઉપલબ્ધ છે. આ છેદસૂત્રો પર નિર્યુક્તિ કે ભાષ્ય, બૃહત્મા, ચૂર્ણિ, અવચૂરિ અનેક ટિપ્પણાદિ ભિન્ન-ભિન્ન આચાર્યોએ રચ્યાં છે.
આ છેદસૂત્રોમાં પ્રાયઃ સાધુસાધ્વીઓના આચાર, ગોચરી – ભિક્ષા, કલ્પ, ક્રિયા અને સામાન્ય નિયમમાર્ગોનું પ્રતિપાદન કર્યું છે.
(૧) નિશીથ સૂત્ર : આચારથી પતિત થનારા માટે લઘુ નિશીથસૂત્રમાં આલોચન લઈ પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવાનું બતાવ્યું છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષા રૂપે નિશીથસૂત્ર છે અને પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગ પર તે લાવે છે.
(૨) બૃહત્કલ્પસૂત્ર : એમાં છ ઉદ્દેશક છે. તે મુખ્ય સાધુસાધ્વીઓનો આચારકલ્પ છે. સંયમને બાધક પદાર્થ, સ્થિતિ વગેરે છે તેનો નિષેધ અહીં થયો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org