________________
ચાર આર્યસત્ય
૩૨૩
પામે છે એનું જ્ઞાન થાય છે. વળી પાંચ સ્કન્ધો કેમ ઉદ્ભવે છે, નાશ પામે છે તેનું, તથા ષડાયતન અને તે છ ઇંદ્રિયથી થતું જ્ઞાન એનાં રૂપ, તેનાં બંધન વગેરે જાણે છે. ઉપરાંત સાત બોધાંગ (બોધિનાં અંગ) નામે સમ્યસ્મૃતિ, ધર્મવિચય, વગેરે કેમ ઉદ્ભવે છે અને પૂર્ણતાએ લઈ જઈ શકાય છે તેનું જ્ઞાન પણ આમાં થાય છે. છેલ્લે ચાર આર્યસત્યો નામે આ પાંચસ્કંધ દુઃખ છે, તૃષ્ણા દુઃખનું કારણ છે, નિર્વાણ દુઃખનો નિરોધ છે અને આર્યઅષ્ટાંગિક માર્ગ તે દુઃખનિરોધ – નિર્વાણ પ્રત્યે લઈ જાય છે એ તે સારી રીતે જાણી તેની ભાવના કરવામાં આવે છે.
આ રીતે ચાર જાતનાં સ્મૃતિનાં પ્રસ્થાન કહ્યાં કે જે નિર્વાણ પ્રત્યે લઈ જાય છે. જેવી રીતે જંગલી હાથીની હઠ, જંગલીપણું, વગેરે કાઢી નાખવા માટે મહાવત કે શિકારી તેને ખીલે બાંધી રાખે છે તેવી રીતે જગતુની દુઃખમય સ્થિતિ – વિચિત્રતા દૂર કરવા માટે આ ચાર પ્રસ્થાન પર મનને દઢતાથી બાંધી રાખવું ઘટે છે. ટૂંકમાં શરીર અપવિત્ર પદાર્થોનું બનેલું છે એ વિવેક જાગ્રત રાખવો, શરીરમાંથી ઊપજતી સુખદુઃખાદિ વેદનાનું વારંવાર અવલોકન કરવું, સ્વચિત્તનું અવલોકન કરવું અને આર્યસત્ય તથા કાર્યકારણપરંપરા ઈત્યાદિ તાત્ત્વિક ગોષ્ઠીનું ચિંતવન કરવું એ સમ્યક્ સ્મૃતિ છે. ૮ આઠમું અંગ સમ્યક સમાધિ
સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા. આને અકુશલ સમાધિથી ભેદ પાડવા કુશલ સમાધિ કહે છે. આના બે ભેદ છે ૧. ઉપચાર સમાધિ કે જે થોડો વખત ટકે છે. નાનું બાળક ઘણો વખત ઊભું રહી શકતું નથી. તે પ્રમાણે યોગીને આરંભમાં સાધ્ય થનારી આ સમાધિ બહુ વખત વધુ નભતી નથી. ૨. અર્પણ સમાધિ – ઉપચાર સમાધિ સાધ્યા પછી પ્રાપ્ત થાય છે અને અભ્યાસથી વધુ વખત નભે છે. તેના સંબંધમાં કહેતાં ઉપરોક્ત ચાર સ્મૃતિપ્રસ્થાન તે સમાધિના વિષયો છે, સમ્યક વ્યાયામ નામના છઠ્ઠા અંગમાં કહેલા ચાર પ્રકારના વ્યાયામ – પ્રધાન તે સમાધિ માટે આવશ્યક ઉપાય છે. આ સર્વને કેળવવાં, કૃતિમાં લાવવાં અને વિકસાવવાં તે સમાધિની ભાવના છે. સમાધિ કરવા માટે ભિક્ષુએ પવિત્ર જિંદગી ગાળવી જોઈએ તેમજ ઈદ્રિયો પર સંયમ રાખી જાગ્રત દશામાં એકાંતસ્થાને વનમાં વૃક્ષ નીચે કે પર્વત તળે કુંજમાં કે ગુફામાં, મિશન કે ઝાડીમાં, કે મેદાનમાં તૃણ-શય્યા પર સમાધિ સાધવી જોઈએ. તેમાં પદ્માસને શરીરને ટટ્ટાર અને મનને સ્વસ્થ તથા એકાગ્ર રાખવું ઘટે છે. ઉપર જણાવેલ પાંચ નિવારણો' નીવરણોથી સ્વચિત્ત મુક્ત હોવું જોઈએ. આથી ચાર જાતનાં ધ્યાન – સમાધિ પ્રાપ્ત થાય છે.
(૧) પહેલાં સઘળી કામવાસનાનો વિરોધ કરી અને બીજી દુષ્ટ મનોવૃત્તિનો નિરોધ કરી યોગી પ્રારંભિક – ‘વિતર્ક અને સ્થાયી -- “વિચાર” એ બંનેથી યુક્ત અને વિવેકથી ઉત્પન્ન થયેલી “પ્રીતિ” તથા “સુખથી યુક્ત “એકાગ્રતા'રૂપ એવું પ્રથમ ધ્યાન સંપાદન કરે છે. આમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા એ પાંચ અંગ છે.
(૨) પછી વિતર્ક અને વિચાર એ શાંત થયા પછી જે ચિત્તની પ્રસન્નતા, જે ૧. નાટકમાં શૃંગારથી પૂર્ણ ભાગ જોતાં તલ્લીન થવું તે અકુશલસમાધિનું દષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org