________________
૩૨૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(આને માટે અનિત્ય, દુઃખ અને અનાત્મા પરની આગળ મૂકેલી પાદટીપ જુઓ) અને શરીરનું પૃથક્કરણ – પૃથ્વી, અપો, તેજ, વાયુ ધાતુમાં કરે છે – આ કહેલા જે વિચારો તે સર્વ પ્રજ્ઞા સૂચવે છે..
તે ઉપરાંત મરણસ્મૃતિ – મશાનભાવના કરે છે. શબ જોઈને તે ચિંતવે છે કે (૧) મારું શરીર પણ તે માફક મૃત થશે. મરણથી તે કદી છૂટવાનું નથી. (૨) મારું શરીર પણ તે શબની માફક કાગડા-વરુથી ખવાશે.
(૩) મારું શરીર હાડકાંનું માળખું છે, લોહીથી ભરેલું અને મજ્જાથી જોડાયેલું છે વગેરે વગેરે.
આવી કાયસ્મૃતિથી ઉચ્ચતા પ્રાપ્ત થાય છે. અસંતોષ, ભયચિંતા, શીતઉષ્ણતા, તૃપાક્ષધા, પવન, માંસચાંચડની વેદના, કડવાં વેણ, શારીરિક દુઃખ અને વેદના વગેરે પર જય મેળવી શકાય છે. ચાર ધ્યાન અને છ અભિજ્ઞા નામે (૧) ૪ ઇદ્ધિપાદ – સિદ્ધિઓ, (૨) દિવ્યાકર્ણ કે જેનાથી દિવ્ય અને ભૌતિક શબ્દ સાંભળી શકાય, દિવ્યશ્રોત્રધાતુ – એનાથી સાધક દિવ્ય અને માનુષી, દૂરનો અને નજીકનો શબ્દ સાંભળે છે. (જુઓ જેનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા. પૃ.૧૭૨) (૩) બીજાના મનની વાતનું જ્ઞાન, (૪) પૂર્વભવની સ્મૃતિ (૫) દિવ્યચક્ષુ (૬) અવિદ્યાનો અંત પ્રાપ્ત કરી શકાય છે.
(૨) વેદનાસ્મૃતિ – સુખવેદના, દુઃખવેદના, અને તે બેમાંની એકે નહિ એવી ઉપેક્ષાવેદના જાણવી – અનુભવવી. વળી તે ત્રણ પ્રકારની વેદનામાંની દરેક લૌકિક છે કે લોકોત્તર છે તે સમજવાની છે. આમાં આ ઉપરાંત વેદના શું છે, પોતાની અને પારકાની વેદના કેવી છે, તે કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે ચાલી જાય છે, એ વગેરેની ભાવના કરવાની છે કારણકે આવી ભાવના કરનારમાં પ્રા, સમ્યગ્દષ્ટિ હોય છે.
(૩) ચિત્તસ્મૃતિ – આમાં વિચારો એટલે લોભવાળા અને લોભરહિત, દ્વેષમય અને દ્વેષરહિત અને મોહમય અને મોહરહિત વિચારો તેમજ એકાગ્ર અને ભિન્નભિન્ન અધમ અને ઉત્તમ, નીચ અને ઉદાત્ત, સ્વતંત્ર અને બંધનવાળા વિચારોની સ્મૃતિ – ભાવના થાય છે અને તેનું જ્ઞાન થાય છે. પોતાના અને પારકા વિચારો શું છે, તે કેવી રીતે ઉદ્ભવે છે અને નાશ પામે છે એ સંબંધનું સ્પષ્ટ જ્ઞાન આથી થાય છે.
(૪) ધર્મસ્મૃતિ – આમાં ધ્યાનને પ્રતિબંધક એવાં પાંચ નિવારણો” નીવરણો નામે કામચ્છેદ, દ્વેષ – ક્રોધ, શિથિલતા, ઉદ્ધચ્ચ – કુમુચ્ચ એટલે અસ્થિર બુદ્ધિવાળા વિચાર, અને સંશયવૃત્તિ પોતાનામાં જ્યારે હોય છે, જ્યારે નથી હોતાં, કેમ ઉદ્ભવે
છે, કેમ તેને જીતી શકાય છે, જિતાયેલાં છે કે નહિ અને કેવી રીતે સદા માટે નાશ ૧. જેનાથી ચમત્કાર થાય છે. તે ચાર આ છે : ઈચ્છા, પ્રયત્ન, મન અને શોધની એકાગ્રતા.
ચાર ઋદ્ધિપાદ આ પ્રમાણે : (૧) છંદસમાધિપ્રધાન સંસ્કારયુક્ત દ્ધિપાદ (૨) વીર્યસમાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ (૩) ચિત્તસમાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ (૪)
મીમાંસામાધિપ્રધાન સંસ્કારયુક્ત ઋદ્ધિપાદ) ૨. આમાંની પ્રથમ પાંચ લૌકિક છે અને છેલ્લી - છઠ્ઠી અભિજ્ઞા લોકોત્તર છે કે જે
ક્લેશપરિનિર્વાણ – અહંત્પદની સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org