________________
૩૨૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ચિત્તની એકાગ્રતા થાય છે તેથી યુક્ત વિતર્ક વિચાર રહિત અને સમાધિથી ઉત્પન્ન થયેલી પ્રીતિ અને સુખથી યુક્ત એવું બીજું ધ્યાન સંપાદન કરે છે. આમાં વિતર્ક અને વિચાર ન રહેતાં ઉક્ત પાંચ અંગમાંનાં બાકીનાં ત્રણ અંગ રહે છે.
(૩) પ્રીતિના ત્યાગથી તે ઉપેક્ષાયુક્ત થાય છે અને જાગ્રત (મૃતિમાનુ) થવાની સાથે જ સમાધિસુખનો અનુભવ કરે છે તેને આર્યજન ઉપેક્ષાયુક્ત સ્મૃતિમાનું અને સુખી કહે છે. આ પ્રકારની સ્થિતિવાળું તૃતીય ધ્યાન પ્રાપ્ત કરે છે. આમાં પ્રીતિ ન રહેતાં સુખ અને એકાગ્રતા રહે છે.
(૪) સૌમનસ્ય અને દૌર્મનસ્યનો પહેલાંથી જ નાશ કર્યા પછી સુખ અને દુઃખનો નિરોધ કરી તે સુખદુઃખવિરહિત અને ઉપેક્ષા અને જાગૃતિ (સ્મૃતિ)થી પરિશુદ્ધ એવું ચતુર્થ ધ્યાન પ્રાપ્ત કરે છે. આમાં સુખ ન રહેતાં એકાગ્રતા રહે છે અને તેની સાથે સ્મૃતિ રહે છે.
આ પ્રમાણે ચાર ધ્યાન સંપાદન કર્યો કે સમ્યક સમાધિ – કુશલ સમાધિ થઈ એવું કહે છે. અને તે ૪૦ પદાર્થનું ચિંતન કર્યાથી સાધી શકાય છે. અને તેને કર્મસ્થાન કહે છે.
- નિર્વાણપ્રાપ્તિ માટે નિરંતર ધાર્મિક ક્રિયાઓ અને ધ્યાનસમાધિની પૂરી જરૂર છે. ઉચ્ચ વિચારના ઉચ્ચ પ્રદેશમાં વિહરવા માટે પ્રથમ તો ભાવના ભાવવાની જરૂર છે. તે ૪ પ્રકારે છે.
૧) મૈત્રીભાવના – આપણી પેઠે સર્વ પ્રાણીમાત્ર સુખની ઇચ્છા કરે છે એવું જાણી ક્રમે ક્રમે તે સર્વ પ્રત્યે પ્રેમભાવ ઉત્પન્ન કરવો. જેમ સદા સર્વદા હું સુખી હોઉં, દુઃખરહિત હોઉં તેમ મારા પ્રમાણે મારા મિત્રો પણ, મધ્યસ્થો પણ અને વૈરીઓ સુધ્ધાં સુખી થાઓ. આસપાસનાં ખેતરોમાંનાં અને ગામોમાં સર્વ પ્રાણી, રાજ્યનાં પ્રાણી અને આ વિશ્વનાં પ્રાણી સુખી થાઓ; તે જ પ્રમાણે સ્ત્રીઓ, પુરષો, આર્ય-અનાર્ય, દેવ, મનુષ્ય, સર્વે સુખી થાઓ, દુર્ગતિ તરફ ગયેલાં પ્રાણી પણ સુખી થાઓ અને દશે દિશામાં વસનારાં સર્વ પ્રાણી સુખી થાઓ.
આમ પોતાની જાત પરથી કમેકમે સમસ્ત વિશ્વનાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ કેમ વધારવો તે આમાં જણાવેલ છે. સઘળો પ્રાણીસમુદાય આંખ આગળ છે એવું કલ્પી તેના પર હું મનોભાવથી પ્રેમ કરું છું, મારું અંતઃકરણ પ્રેમમય થયું છે, મારો કોઈ શત્રુ રહ્યો નથી, વાઘ-સિંહ વગેરે હિંસક પ્રાણી પણ મારા મિત્ર થયાં છે, સર્પો મારા શરીર પર લોટે છે, વાઘ મારી પલાંઠી પર માથું મૂકીને સૂઈ ગયો છે અને કોઈ તરફનો મને ભય રહ્યો નથી” એવી નિર્ભય ભાવના કરવી જોઈએ.
(૨) કરુણા ભાવના – એ જ રીતે સર્વ પ્રત્યે કરુણા લાવવી. (૩) મુદિતા ભાવના – એ જ રીતે સર્વ પ્રત્યે હર્ષની લાગણીથી જોવું. (૪) ઉપેક્ષા ભાવને – એ જ રીતે સર્વ પ્રત્યે ઉપેક્ષાથી જોવું. આ ચારે ભાવના નવીન નથી. જુઓ પાતંજલ દર્શનનું સૂત્ર :
मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्य विषयाणां भावनातश्चित्तप्रसादनम्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org