________________
હરિભદ્રસૂરિ
૨૭
મૂનિમતિચરિત્ર, યશોધરચરિત્ર, વીરાંગદકથા, અને સમરાદિત્યકથા - આટલી કથાસાહિત્યની કૃતિઓ એમના નામે નોંધેલી દેખાય છે, પણ તેમાં માત્ર ધૂર્તાખ્યાન, અને સમરાદિત્યકથા એ બે જ કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે, અને એ નિર્વિવાદરૂપે એમની જ બનાવેલી છે એમ માની શકાય છે. “સમરાઈકહા' એ હરિભદ્રસૂરિની કવિકલ્પનાની પ્રત્યક્ષ પ્રતિમા છે. પ્રશમરપ્રપૂર્ણ એવી એક ઉત્તમ કથા તરીકે એની પ્રશંસા પાછળના ઘણા વિદ્વાનોએ કરી છે. આને ઘણા રસપૂર્વક વાંચતા અને શ્રાવકો ભાવપૂર્વક સાંભળતા. એ ગ્રંથની પ્રતો લખાવી સાધુઓને અર્પણ કરવામાં બહુ પુણ્ય માનવામાં આવતું.' (જિનવિજય)
જૈિન શ્વેતામ્બર સાહિત્યમાં યુગકાર સમા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ જે ગ્રંથો રચ્યા તેની સાથે જૈન મત એક પ્રકારની પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે.]
[૧. ઉમાસ્વાતિથી હરિભદ્રસૂરિ સુધીનું આ લખાણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના
વિભાગ ૨ માંથી ઉદ્ધત કરીને શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org