SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તેમણે ૧૪૦૦ પ્રકરણ ગ્રંથો લખેલા કહેવાય છે તે તેમની કૃતિઓનાં જે જુદાંજુદાં પ્રકરણો છે તેનો સરવાળો લાગે છે. ગમે તેમ હો, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથોનાં નામ આ છે : ૧. અનેકાન્તવાદપ્રવેશ ૨. અનેકાન્તજયપતાકા સ્વોપજ્ઞ સહિત ૩. અનુયોગદ્વારસૂત્રવૃત્તિ ૪. અષ્ટપ્રકરણો ૫. આવશ્યક સૂત્ર બૃહદ્ઘત્તિ ૬. ઉપદેશપદ પ્રકરણ ૭. દશવૈકાલિકસૂત્રવૃત્તિ. ૮. (બૌદ્ધચાય) દિડૂનાગકૃત ન્યાયપ્રવેશસૂત્ર પર વૃત્તિ. ૯. ધર્મબિન્દુ પ્રકરણ ૧૦. ધર્મસંગ્રહણી પ્રકરણ ૧૧. નન્દી સૂત્ર લઘુવૃત્તિ ૧૨. પંચાશક પ્રકરણો ૧૩. પંચવસ્તુ પ્રકરણ ટીકા ૧૪. પંચસૂત્ર પ્રકરણટીકા ૧. પ્રજ્ઞાપના સૂત્ર પ્રદેશ વ્યાખ્યા ૧૬. યોગદષ્ટિસમુચ્ચય ૧૭. યોગબિન્દુ ૧૮. લલિતવિસ્તરા ૧૯. લોકતત્ત્વનિર્ણય ૨૦. વિંશતિ વિંશતિકા પ્રકરણ ૨૧. ષડ્રદર્શન સમુચ્ચય ૨૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્વકૃત વ્યાખ્યા સહિત ૨૩. શ્રાવક પ્રજ્ઞપ્તિ -- શ્રાવક ધર્મવિધિ ૨૪. સમરાઈકહા (સમરાદિત્ય કથા) ૨૫. સોધ પ્રકરણ ૨૬. સમ્બોધસતતિકા પ્રકરણ. આ ગ્રંથોમાંથી તેમના સંબંધી એટલી હકીકત મળે છે કે પોતાનો સંપ્રદાય શ્વેતાંબર હતો, ગચ્છનું નામ વિદ્યાધર, ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. જૈન ધર્મનાં પવિત્ર પુસ્તક કે જેને આગમ કહેવામાં આવે છે તે પ્રાકૃત ભાષામાં હોવાથી વિદ્વાનો તેમજ અલ્પબુદ્ધિવાળા મનુષ્યોને પણ સુબોધક થાય તે માટે આ સૂરિએ સંસ્કૃત ટીકાઓ રચી. આ સમય સુધી પ્રાકૃત ભાષામાં ચૂર્ણિઓ લખાતી હતી. વર્તમાનમાં આની પૂર્વે કોઈ પણ સંસ્કૃત ટીકા કોઈ પણ સૂત્ર પરની મળતી નથી. હરિભદ્રસૂરિ એ જૈન શ્વેતાંબર સાહિત્યમાં એક યુગકાર છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથો પરથી યથાર્થ રીતે થાય છે. તેમની શતમુખી પ્રતિભાનો સ્ત્રોત તેમના રચેલા ચાર અનુયોગ વિષયક ગ્રંથોમાં જ નહિ, બલ્ક જેને ન્યાય તથા ભારતવર્ષીય તત્કાલીન સમગ્ર દાર્શનિક સિદ્ધાંતોની ચર્ચાવાળા ગ્રંથોમાં પણ વહેલો છે. આટલું કહીને પણ તેમની પ્રતિભા મૌન થઈ નહિ; તેમણે યોગમાર્ગમાં એક એવી દિશા બતાવી કે જે કેવલ જૈન યોગસાહિત્યમાં એક નવીન વસ્તુ છે. જૈન શાસ્ત્રમાં આધ્યાત્મિક વિકાસના ક્રમનું પ્રાચીન વર્ણન ચૌદ ગુણસ્થાનરૂપે, ચાર ધ્યાનરૂપે અને બહિરાત્મ આદિ ત્રણ અવસ્થાઓ રૂપે મળે છે. હરિભદ્રસૂરિએ તે આધ્યાત્મિક વિકાસના ક્રમનું યોગરૂપ વર્ણન કર્યું છે. વળી તેમાં તેમણે જે શેલી રાખી છે તે અત્યાર સુધીના ઉપલબ્ધ યોગવિષયક સાહિત્યમાંના કોઈપણ ગ્રંથમાં જોવામાં આવેલ નથી. તેઓ પોતાના ગ્રંથોમાં અનેક યોગીઓનો નામનિર્દેશ કરે છે, અને વળી યોગવિષયક ગ્રંથોનો ઉલ્લેખ કરે છે કે જે હમણાં પ્રાપ્ત જ નથી. સંભવ છે કે આ અપ્રાપ્ય ગ્રંથોમાં તેમના વર્ણન જેવી શૈલી રહી હોય, પરંતુ હમણાં તો આ વર્ણનશૈલી અને યોગવિષયક વસ્તુ તદ્દન અપૂર્વ છે. હરિભદ્રસૂરિ મહાન સિદ્ધાંતકાર અને દાર્શનિક વિચારક તો હતા જ પણ તે ઉપરાંત મહાનું કવિ પણ હતા એમ જૈન પરંપરા જણાવે છે...કથાકોષ, ધૂખ્યાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy