________________
બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન
૨૭૩
૪. આર્યસ્થવિર
(૧૬) મહાવિહાર (૧૭) જેતવનીય (૧૮) અભયગિરિવાસિન્. આ ભેદો, (૧૧થી ૧.૮) મૌત્રાન્તિકે બૌદ્ધ દર્શનને લગતા છે. ઉપરોક્ત સર્વભેદો હીનયાનના છે પરંતુ તેઓ આગળ જતાં મહાયાનમાં જોડાયા.
બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન ઉપરોક્ત હીનયાનના ભેદોના તત્ત્વજ્ઞાન સંબંધે સિદ્ધાંતો ધીમેધીમે બે દર્શનમાં નામે (૧) વૈભાષિક અને (ર) સૌત્રાન્તિકમાં પરિણમ્યા. કનિષ્ક સ્થાપેલ મહાયાનનાં પણ બે દર્શન થયાં, નામે (૩) માધ્યમિક અને (૪) યોગાચાર. આમ બંનેની મળી ચાર શ્રેણીઓ થઈ.
બૌદ્ધ ધર્મના સ્થાપક શાક્યમુનિએ કપિલનો સાંખ્યમત ગ્રહણ કરીને પોતાના મતનો પ્રચાર કર્યો છે એમ ઘણા વિદ્વાનોનું મંતવ્ય છે. હવે તેની વૈભાષિક નામની શાખા લઈએ. વૈભાષિક એ નામ સર્વાસ્તિવાદનું પછીથી પડેલ નામ છે, કારણકે તેનું નામ જણાવે છે તે પ્રમાણે તે બાહ્ય અને અંતરંગ – જગતનું અસ્તિત્વ સ્વીકારે છે એટલે બાધાર્થ અને જ્ઞાન બંનેનો સ્વીકાર કરે છે. આનો પ્રધાન ગ્રંથ કાત્યાયનીપુત્ર કૃત અભિધમેજ્ઞાનપ્રસ્થાનશાસ્ત્ર અથવા સાદી, રીતે જ્ઞાનપ્રસ્થાન-શાસ્ત્ર છે કે જે બુદ્ધના નિવાણથી 300 વર્ષે રચાયો છે. આ પછીનો ગ્રંથ અભિધર્મ-મહાવિભાષાશાસ્ત્ર અથવા સાદી રીતે વિભાષા છે કે જે કનિષ્કની પરિષદુમાં ઈ.સ. ૭૦ની આસપાસ રચાયો છે. આ વિભાપા નામના ગ્રંથ પરથી વૈભાષિક નામ પડયું છે. વિભાષા એટલે ટીકા, અને તે પરથી વૈપિક નામ એ રીતે પડ્યું કે તેઓ બુદ્ધના ઉપદેશનાં મૂળ સૂત્રો કરતાં તે પરની ટીકાઓ પર વધુ આધાર રાખતા હતા. સૌથી ઉચ્ચ વિદ્વત્તાવાળું તેઓનું પુસ્તક ઈ.સ.૪૮૯ આસપાસ સંઘ ભદ્ર રચેલ ન્યાયાનુસાર-શાસ્ત્ર યાને કોશકારકશાસ્ત્ર છે. સિંઘભદ્રના ગ્રંથો : (૧) “અભિધર્મ-ન્યાયાનુસાર.” બીજું નામ ‘કોશકારક' કારણ કે વસુબંધુના અભિધર્મકોશ માટે હિમવૃષ્ટિ છે. (૨) “અભિધર્મ સદીપિકા.'
વૈભાષિક મતમાં વસુબંધુનો અભિધર્મકોશ ખૂબ મહત્ત્વનો છે. સંઘ મદ્ર વસુ બંધુના પ્રતિદ્વી હતા. કારણ કે તેમને લાગતું કે વસુબંધુએ ઘણા એવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું જે વિભાપાને તદ્દન પ્રતિકૂળ છે.
સૌત્રાન્તિક એ નામ સૂત્રાન્ત (પાલિ. સુત્તન્ત) એટલે મૂળ સૂત્રાર્થ પરથી પડવું છે, કારણ કે તેઓ ટીકા કરતાં મૂળ સૂત્રાર્થ પર વધુ આધાર રાખતા હતા. આ મૂળ મૂત્રો તે પ્રાચીન આર્યસ્થવિરો (પાલી. થેરા)નાં કે જેમણે ઈ.સ.પૂ. ૫૪૩માં પ્રથમ પરિપ૬ નરી હતી, અને ઘણું કરી છે. સૂત્રો મહાસંધિકોનાં પણ ખરાં, કે જેઓ
વિરોમાંથી પહેલા જુદા થયા (ઈ.સ.પૂ.૪૪૩). એવું કહેવાય છે કે આ શ્રેણીના સિદ્ધાંત કનિકના સમયમાં (ઈ.સ.૭૮) ધોત્તર યાને ઉત્તર-ધર્મ નામના સાધુએ કાશમીરમાં બદ્ધ કયો. પણ પ્રસિદ્ધ ચીન યાત્રાળુ હુએન-ત્સાંગ કે જે હિંદમાં ઈ. સ. ઉમા સૈકામાં આવ્યો હતો તે એમ જણાવે છે કે સૌત્રાન્તિકનો સ્થાપક તક્ષશિલા (પંજાબમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org