________________
૨૭૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આવેલ હાલનું તશિલા)નો પ્રસિદ્ધ અધ્યાપક નામે કુમારલબ્ધ છે અને તેણે અમૂલ્ય ગ્રંથો તે સંબંધે લખ્યા છે. તે નાગાર્જુન, આર્યદેવ ને અઘોપનો સમકાલીન હતો તેથી ઈ.સ.૩૦૦ની આસપાસ વિદ્યમાન હોવો જોઈએ. બીજો ઘણો પ્રતિષ્ઠિત અધ્યાપક નામે શ્રીલબ્ધ હતો કે જેણે સૌત્રાન્તિક દર્શન સંબંધે વિભાષા-શાસ્ત્ર રચેલ છે.
માધ્યમિક એ નામ મધ્યમ પરથી પડેલ છે કારણ કે તેમાં બે અંતિમ માર્ગો દૂર કરી મધ્યમમાર્ગનું પ્રતિપાદન કરેલું છે. એ અંતિમ માર્ગો નામે જગતની પૂર્ણ સત્તા, કે પૂર્ણ અસત્તાનો વાદ છોડી મધ્યમમાર્ગ નામે જગત્ની કેવલ પ્રતીયમાન સત્તા તેઓ માને છે. આનો સ્થાપક નાગાર્જુન – આર્ય નાગાર્જુન છે. તેણે મહાકોશલના વિદર્ભ દેશમાં (હાલનું વરાડ) કોઈ બ્રાહ્મણકુલમાં સર્વાહ કે શતવાહ નામના પ્રવંશીય રાજાના સમયમાં જન્મ લીધો હતો; અને કૃષ્ણા નદી પર શ્રી પાર્વત નામના ગિરિની ગુફામાં ધ્યાનાવસ્થામાં ઘણો કાલ ગાળ્યો હતો. તે સરહનો શિષ્ય હતો અને એમ કહેવાય છે કે તેણે ભોજદેવ નામના સમર્થ રાજાને બૌદ્ધ બનાવ્યો હતો. તેનો પ્રધાન ગ્રંથ માધ્યમિક-કારિકા છે. તે સિવાય તેના ગ્રંથો યુક્તિપખિકા કારિકા, વિગ્રહ
૧. એમ કહેવાય છે કે નાગાર્જુન બુદ્ધના નિર્વાણ પછી 100 વર્ષે એટલે ઈ.સ.પૂ.૩૩માં હતો.
પણ તે એટલા પ્રાચીન સમયમાં હોય તે વાસ્તવિક નથી લાગતું, કારણ કે તે નાલંદના વિશ્વવિદ્યાલયનો એક પ્રાચીન આશ્રયદાતા હતો, કે જે વિદ્યાલય ઈ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દીમાં - કદાચિત્ વિદ્યમાન નહિ હતું, અને જે ઈ.સ. ૩૯૯માં ફાહિયાન નામનો ચીની જાત્રાળુ હિંદમાં આવ્યો ત્યારે માત્ર નામનું હતું. લામા તારાનાથ કહે છે કે નાગાર્જુન નેમિચંદ્ર રાજા કે જે ઈ. સ.૩00માં રાજ્ય કરતો ધારવામાં આવે છે તેનો સમકાલીન હતો. છેલ્લામાં છેલ્લો સમય ઈ.સ. ૪૦૧નો તેનો કહી શકાય કે જે વખતે તેનું ચરિત્ર કુમારજીવે ચીનની ભાષામાં અવતાર્યું. (ડૉ. સતીષચંદ્ર વિદ્યાભૂષણકૃત હિંદના ન્યાયનો મધ્યકાલીન ઇતિહાસ, પૃ. ૬ :) વળી તે જ વિદ્વાનું પોતાના બંગાલી લેખમાં એક સ્થળે જણાવે છે કે “માધ્યમિક દર્શન ચારમાં સૌથી અધિક પુરાણું છે. ઈ.સ. પૂર્વે ચોથી કે પાંચમી શતાબ્દીમાં લખવામાં આવેલા પ્રજ્ઞા પારમિતા નામના ગ્રંથમાં માધ્યમિક દર્શનનો મત ઘણી જ સારી રીતે લખવામાં આવ્યો છે. એ ઉપરથી જણાય છે કે માધ્યમિક દર્શનનો મત એ સમય પહેલાં ખૂબ પ્રચલિત હતો. ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં નાગાર્જુન નામના બૌદ્ધ દાર્શનિક માધ્યમિક દર્શનની રચના કરી. ચંદ્રકૌતિએ તેના પર સાતમી કે આઠમી ઈ.સ. શતાબ્દીમાં વૃત્તિ લખી છે. તિબેટના ગ્રંથો પરથી રાય શરચંદ્ર જણાવે છે કે તે ઈ.સ. પૂર્વે બીજી શતાબ્દીમાં (કોઈ કોઈના મતમાં ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીમાં અને કોઈ કોઈના મતમાં ઈ.સ. ની પહેલી શતાબ્દીમાં વિદર્ભમાં બ્રાહ્મણ કુલમાં) જન્મ્યો હતો. બાદ બૌદ્ધ ધર્મમાં દીક્ષા લઈ પ્રજ્ઞા પારમિતાની ટીકા આદિ હુસંખ્યક ગ્રંથ તેમણે બનાવ્યા. બોધિયાવતાર ગ્રંથના કત શાન્તિપ્રભ (શાંતિદેવ ?) લખે છે કે “દર્શનશાસ્ત્રનાં સૂત્રો સર્વે શીખવાં જોઈએ. આર્ય નાગાર્જુનનો બનાવેલો સુસમૂહ તો જરૂર મન લગાડીને શીખવો જોઈએ.” પ્રસિદ્ધ ચીની પરિવ્રાજક વેન સાંગે ભારતવર્ષના ભ્રમણ–વૃત્તાંતમાં લખ્યું છે કે “જે ચાર સૂર્યોના પ્રકાશથી જગતુ પ્રકાશિત થયું છે. તેમાં આવે - નાગાર્જુન પણ એક છે.” કાશમીરના ઇતિહાસ રાજતરંગિણી માં નાગાર્જુન નામના એક બદ્ધ નરેશનો ઉલ્લેખ છે. આ રાજાએ ઘાણા બાગ અને વિહારે બનાવ્યા હતા. આજે નાગાર્જુન અને આ રાજા એક જ વ્યક્તિ હતા કે કેમ તેનો નિર્ણય કરવો તે ઘણુંખ અસંભવ જેવું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org