________________
બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો
ર૭પ
વ્યાવર્તની કારિકા અને વિગ્રહવ્યાવર્તની વૃત્તિ છે. નાગાર્જુનના ગ્રંથ : માધ્યમિક કારિકા, યુક્તિષષ્ટિકા, પ્રમાણવિધ્વંસન, ઉપાય કૌશલ્ય, વિગ્રહવ્યાવર્તની, સુહૃલ્લેખ, અમુસ્તવ.] તેના શિષ્ય આર્યદેવ (ઈ.સ.૩૨૦ની આસપાસ ચંદ્રગુપ્તના વખતમાં) વિદ્વાન્ થયા. તેમણે પણ અસંખ્ય ગ્રંથો માધ્યમિક દર્શન પર લખ્યા છે : જેવા કે શતક-શાસ્ત્ર, બ્રહ્મ-મમથન- યુક્તિ-હેતુ-સિદ્ધિ વગેરે. [આર્યદેવના મુખ્ય ગ્રંથ : ચતુ શતક, ચિત્તવિશુદ્ધિપ્રકરણ, હસ્તબાલ પ્રકરણ.]
યોગાચાર -- આ નામ યોગ એટલે ધ્યાનના આચાર પરથી પડ્યું છે, કારણકે બુદ્ધત્વની પૂર્ણતા મેળવવા સત્તર અવસ્થા – ભૂમિઓ પ્રાપ્ત કરવા માટે ધ્યાન પર ખાસ ભાર આમાં મુકાયેલ છે. તેનો મુખ્ય નવીન સિદ્ધાંત આલય-વિજ્ઞાન છે કે જે જ્ઞાનનું આલંબન છે - જેને આપણે અહંપ્રતીતિ કહીએ છીએ. તેનો સ્થાપક કોણ હતો તે હજુ જણાયું નથી, પણ તેનાં પુસ્તકો લંકાવતાર સૂત્ર, મહાસમયસૂત્ર, બોધિસત્વ-ચર્ચા-નિર્દેશ અને સપ્તદશભૂમિ–શાસ્ત્રયોગાચાર્ય પ્રાચીન તરીકે પ્રધાન જણાવેલ છે.
બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો બૌદ્ધ દર્શન કપિલના સાંખ્યમત પરથી ચણાયો છે. બૌદ્ધ લોકો રૂ૫. વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર - આ પાંચ સ્કંધો સિવાય બીજા કોઈ પદાર્થને માનતા નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એ પાંચ વિષય અને આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને મન – એ છ ઇંદ્રિયો રૂપસ્કંધના અંતર્ગત છે. વિષયોની સાથે ઈદ્રિયોનો યથાસંભવ મેળ થવાથી વેદના-સ્કંધ (બુદ્ધિ)ની ઉત્પત્તિ થાય છે. તેનાથી અહં-જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તેનું નામ વિજ્ઞાન-સ્કંધ છે. અહ-જ્ઞાનની સાથે નામ, રૂપ આદિના જ્ઞાનસમૂહની જે ઉત્પત્તિ થાય છે તેને સંજ્ઞા-સ્કંધ કહે છે. અહંજ્ઞાન અને નામ, રૂપ આદિના જ્ઞાન-સમૂહથી સંસ્કાર-સ્કંધની ઉત્પત્તિ થાય છે. આ પાંચ પ્રકારના જ્ઞાનસમૂહનું નામ આત્મા છે. બૌદ્ધ કાર્ય-કારણનો ધિર્મ-ધર્મીનો] ભેદ માનતા નથી.
માધ્યમિક સંપ્રદાયના બૌદ્ધો કોઈ પદાર્થનો સ્વભાવ માનતા નથી. પદાર્થસમૂહની કેવલ પ્રતીયમાન સત્તા (એકની સત્તાથી બીજાની સત્તા તેમજ એકના અભાવમાં બીજાનો અભાવ, જેમકે આંખ હોવાથી રૂપની સત્તા અને આંખના અભાવમાં રૂપનો અભાવ અથવા રૂ૫ના અભાવમાં આંખનો અભાવ) માને છે. પરમાર્થ દષ્ટિથી જડ કે ચૈતન્ય કંઈપણ માનતા નથી. તેમના મનમાં વિશ્વ શૂન્યમાંથી ઉત્પન્ન થાય છે અને શૂન્યમાં લય પામે છે. દશ્યમાન જગત્ માત્ર માયા છે. અવિદ્યાનો નાશ થવાથી જગતુ પાછું શૂન્યતામાં પરિણત થાય છે. યોગાવલમ્બનપૂર્વક આવા અસીમ, અનાદિ, અતિગંભીર, શાન્ત, મહા સામ્યના આશ્રયથી તથા વાણી અને મનથી અગોચર શૂન્યતાની ભાવના કરવી જોઈએ. એ પ્રમાણે ભાવના કરતાં કરતાં યોગી શૂન્યતામાં લીન થઈ જાય છે અને તેને નિર્વાણ પ્રાપ્ત થાય છે. પછી તેને સંસાર-તાપથી તપ્ત થવું પડતું નથી. યોગાચાર-સંપ્રદાયના બૌદ્ધ જ્ઞાન સિવાય બીજા કોઈ વિષયના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. તેમના મતમાં જ્ઞાન-સમૂહ ક્ષણિક છે; પૂર્વ-પૂર્વ મુહૂર્તનો જ્ઞાન-સમૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org