SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો એકત્રિત થયા હતા. તેમણે પાલિ તેપિટકને વિશેષ અર્થપૂર્વક સમજાવવા અર્થે ત્રણ ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા : નામે સુત્તપિટક પરથી સૂત્ર ઉપદેશ, વિનય પિટક પરથી વિનય વિભાષા અને અભિધમ્મ પિટક પરથી અભિધર્મ વિભાષા. આ ત્રણ મહાયાન છે મન પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત ભાષાનાં પુસ્તકો છે. તેમ છતાં એવું ધારી ન રાકાય કે કનિષ્ઠ સમયની સંગીતિ (પરિષદુ) પહેલાં એક પણ બૌદ્ધ ધર્મનો સંસ્કૃતમાં ગ્રંથ નહિ હતો. વસ્તુતઃ કનિષ્ક તે સમયમાં સંસ્કૃત ભાષામાં ઘણા વખત પહેલાં રચાયેલા અનેક બૌદ્ધ ગ્રંથો જોઈને બૌદ્ધ ધર્મનો પ્રચાર સંસ્કૃત ભાષામાં વિશેષ વ્યવહાર થઈ શકશે એમ ધારીને સંસ્કૃત ભાષાનો પ્રસાર કર્યો. ઉદાહરણ તરીકે કનિષ્કની પરિષદમાં રચાયેલ અભિધર્મવિભાષા બલ્ક અભિધર્મ – મહાવિભાષા – શાસ્ત્ર એ માત્ર કાત્યાયનીપુત્રકૃત અભિધર્મ – જ્ઞાન – પ્રસ્થાન – શાસ્ત્ર (કે જે બુદ્ધના નિર્વાણ પછી ૩OO વર્ષે અને કનિષ્કના સમય પહેલાં 100 વર્ષે રચાયેલ હતું) તે પર ટીકા માત્ર છે. જોકે સંસ્કૃત ભાષાના બૌદ્ધ સાહિત્યના પ્રથમ સ્થાપક તરીકે કનિષ્કને ન ગણી શકાય, છતાં એ તો સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી કે તેના જ સમયમાં સંસ્કૃત ભાષા બૌદ્ધ ગ્રંથો લખવા માટેની યોગ્ય ભાષા તરીકે પ્રથમ સર્વત્ર સ્વીકારવામાં આવી. તે સમયથી સંસ્કૃત ભાષામાં અસંખ્ય બૌદ્ધ ગ્રંથો રચાયા છે જે પૈકીના નવ ધર્મો નામના નવ ગ્રંથો પ્રત્યે મહાયાન બૌદ્ધો ખાસ આદર ધરાવે છે. બૌદ્ધોમાં ૧૮ ભેદ ઉપર કહી ગયા કે બુદ્ધના નિર્વાણ પછી ૨૦૦ વર્ષના અંતરામાં મૂળ બૌદ્ધો નામે વેર (વિર) ઉપરાંત તેમાંથી જુદાજુદા વાદ કાઢી ૧૭ ભેદ થયા. કાલાનુક્રમે આમાંના કેટલાક નાશ પામ્યા જ્યારે નવીન જાગ્યા. પરિણામ એ આવ્યું કે કનિકના સમયમાં – ઈ.સ.૭૮ના આશરે બૌદ્ધ ધર્મના ૧૮ ભેદ પડ્યા હતા કે જેને ચાર વર્ગમાં મૂકી શકાય. ૧. આર્ય સર્વાસ્તિવાદ ' (૧) મૂલ સર્વાસ્તિવાદ (૨) કાશ્યપીય (૩) મહીશાસક (૪) ધર્મગુપ્તીય (૫) બહુકૃતીય (૬) તામ્રશતીય (૭) વિભજ્યવાદિનું. ૨. આર્યસમિતીય (૮) કુરૂકુલ્લક (૯) આવન્તિક (૧૦) વાસ્તીપુત્રીય. આ ભેદો (૧થી ૧૦) વૈભાષિક બૌદ્ધ દર્શનને લગતા છે. ૩. આર્યમહાસંધિક (૧૧) પૂર્વ–શૈલ (૧૨) અપર–શૈલ (૧૩) હૈમવત (૧૪) લોકોત્તરવાદિનું (૧૫) પ્રજ્ઞતિવાદિનું ૧. આ નવ ધર્મ એટલે મહાયાનનાં નવ પવિત્ર પુસ્તકોનાં નામ આ પ્રમાણે છે : (૧) અષ્ટસાહસિક પ્રજ્ઞા પારમિતા (૨) ગંડલૂહ (૩) દશ-ભૂમિ વિસ્તાર (૪) સમાધિ-રાજ (૫) લંકાવતાર (૬) સદ્ધર્મ – પુંડરીક (૭) તથાગત ગુહ્યક (૮) લલિતવિસ્તર અને (૯) સુવર્ણ - પ્રભાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy