SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ ૨૭૧ પાલિ ભાષા આ બૌદ્ધનાં ધર્મપુસ્તકોની મૂળ પ્રાચીન ભાષા છે, અને તે પાલિમાં રચાયેલાં પુસ્તકો પણ પ્રાચીન છે. તેના રૂઢશબ્દો મગધમાં સારી રીતે પ્રચલિત તે વખતે થયા હતા. પાલિ કયા દેશમાં ઉભવી તે સંબંધી અનેક તર્કવિતર્ક ઊઠે છે. સંભવિત એ લાગે છે કે કલિંગ – અંપ્રદેશમાં તેનો જન્મ થયો હતો. કલ્લવગ નામના બૌદ્ધગ્રંથમાં એવો એક ઉલ્લેખ છે કે બુદ્ધ એવી આજ્ઞા કરે છે કે દરેકે બુદ્ધના ઉપદેશનો અભ્યાસ તેની પોતાની ભાષામાં કરવો. આ પરથી એ અનુમાન પર આવી શકાય કે ધર્મપુસ્તકો જ્યારે ભારતમાં પ્રચલિત થયાં ત્યારે ભારતના દરેક ભાગમાં માગધી ભાષામાં તેઓ આવ્યા નહીં હતાં, પરંતુ તે તે ભાગોમાં ત્યાંની પ્રચલિત ભાષામાં આવ્યાં હતાં. આ પરથી જણાય છે કે ઉત્તરના બૌદ્ધો – મહાયાનીઓનાં શાસ્ત્રો સંસ્કૃતમાં છે તે મૂળ માગધીમાંથી અવતરણ થયેલાં છે. મહાયાનની ઉત્પત્તિ (આશરે ઈ.સ.૭૮) ખ્રિસ્તી સન શરૂ થતાં હિંદના વાયવ્ય (NSW) કોણના ભાગ પર તુરૂષ્કો યાને સીથીઅન લોકોએ ચડાઈ કરી. તેઓનો એક સરદાર નામે કનિષ્ઠ કાશમીર પલ્લવ અને દિલ્હી જીતી લીધા અને એવું કહેવામાં આવે છે કે તેણે કાબ્દ ઈ.સ.૭૮માં સ્થાપ્યો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ને મહાયાન (મોટું ચક્ર) યિાન = વાહન અથવા માગ નામની બૌદ્ધ ધર્મની નવી શાખા સ્થાપિત કરી. પાલી તે પિટકમાં જે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે જૂનો બૌદ્ધ ધર્મ ત્યાર પછીથી હીનયાન (નાનું ચક્ર) એ નામથી મહાયાનના અનુયાયીઓ પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવા ઓળખવા લાગ્યા. મહાયાન ધીમેધીમે નેપાલ, તિબેટ, મોંગોલિયા, ચીન, જાપાન, કોરિયા આદિ દેશમાં પ્રસર્યો જ્યારે હીનયાન લંકામાં ચાલુ રહ્યો અને ત્યાંથી બ્રહ્મદેશ, સિયામ આદિ દેશમાં ફેલાયો. ભારતખંડમાં બંને રહ્યા. સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ (આશરે ઈ.સ.૭૮) કનિષ્ક રાજાના આશ્રય તળે જાલંધરમાં એક સંગીતિ (પરિષદુ) પાર્થ (અથવા પૂર્ણક) અને વસુમિત્રના વડપણ હેઠળ ભરવામાં આવી હતી. તે વખતે પ00 ભિક્ષુઓ, અને ધીમેધીમે થયેલ છે એ ચોક્કસ છે. છતાં આટલું તો કહી શકાય કે કનિષ્કના રાજ્યમાં ભરાયેલ બૌદ્ધ સંગીતિની તુરત જ પહેલાં કે પછી શાસ્ત્રોનું બીજી ભાષામાં સંસ્કરણ કરવાની આવશ્યકતા પડી હોય. ૧. કનિક બુદ્ધના નિવણ (કે જે ઈ.સ. પૂ. ૪૩૩માં થયું એમ કેટલાક કહે છે)થી ૪૦૦ વર્ષે થયો એમ તિબેટના ગ્રંથો પરથી માલૂમ પડે છે. ડાક્ટર ફૂલીટ તેને વિક્રમ સંવત્ ઈ.સ.પૂ.૫૮માં સ્થાપનાર ગણે છે. ડૉ. ભંડારકર તેને ઈ.સ.ના ત્રીજા સૈકાના છેલ્લાં ૨૫ વર્ષમાં મૂકે છે. વિન્સેટ સ્મિથ તેને ઈ.સ. ૧૨૫માં મૂકે છે ને સીલ્વન લેવી ઈ.સ.પ૦માં મૂકે છે. પરંતુ બીલ, લૅસન, પ્રો. કર્ન અને બીજા એમજ સ્વીકારે છે કે શાબ્દનો સ્થાપક તે હતો (ઈ.સ.૧૮). Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy