SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો સુત્ત, (૧૩) હિમવત, (૧૪) રાજગિરીય, (૧૫) સિદ્ધિત્યિક, (૧૬) પુષ્પસેલીય, (૧૭) અપરસેલીય અને (૧૮) વજિરીય. તૃતીય સમિતિના અંત સમયે જ આશરે ઈ.સ.પૂ. ૨૫૫માં થેરોએ તેપિટકના રૂપમાં સંગ્રહેલા બુદ્ધના ઉપદેશોને મહારાજા અશોકનો પુત્ર મહિન્દ સિંહલદ્વીપમાં લઈ ગયો કે જ્યાં તે સર્વને બૌદ્ધ ભિક્ષુઓએ પરંપરાગત મુખપાઠે રાખ્યા અને ત્યાં તેને પહેલી વખત પુસ્તકારૂઢ વટ્ટગામણિના રાજ્યમાં (૧૦૪થી ૭૪ ઈ.સ.પૂ. દરમ્યાનમાં) કિરવામાં આવ્યા એમ કહેવાય છે. આ ત્રણ પિટક સિવાય પાલિ ભાષામાં લખાયેલ બીજાં અસંખ્ય પુસ્તકો છે અને તેથી પાલિ સાહિત્યની સમૃદ્ધિ થઈ છે.* ત્રિપિટકના જુદાજુદા ભાગો જુદાજુદા રચનારાએ રચ્યા છે અને તેમાંના ઘણાખરા ગૌતમ બુદ્ધના હસ્તદીક્ષિત શિષ્યો હતા. આ ત્રણ પિટક પ્રાચીન બૌદ્ધો કે જેને સ્થવિરો કહેવામાં આવે છે તેને લગતા છે તેથી તેને થેરવાદ (સ્થવિરવાદ) કહેવામાં આવે છે. ચીનનું વિનયપિટક અને તિબેટનું વિનયપિટક નાનીનાની બાબતો સિવાય એક જ મૂળમાંથી ઊપજેલ છે, અને તેને માનનાર મહીશાસકો અને મહાસર્વાસ્તિવાદીઓ કહેવાય છે. તે બંને સ્થિતિચુસ્ત સ્થવિરવાદની શાખાઓ છે. - ઈ.સ.૭૮ની આસપાસ ત્રિપિટકમાંથી વૈપુલ્ય સૂત્રો ઘડાયાં છે અને તેના રચનાર મહાયાનીઓ છે. તે ગદ્યાત્મક અને પદ્યાત્મક બને છે. પદ્ય અર્ધસંસ્કૃત પ્રાકૃત ગાથાઓમાં છે અને ગદ્ય ત્રિપિટકમાંથી કરેલું સંસ્કૃત ભાષાંતર છે. આમ ભાષામાં ફેરવવાની જરૂર તે સમયને અનુકૂળ હશે. ૧. સિંહલદ્વીપમાં બૌદ્ધધર્મને દાખલ કરનાર આ મહિન્દ (મહામહિન્દી અને તેની બહેન સંઘમિત્તા હતાં. અશોકનું જીવનચરિત્ર ગુજરાતીમાં રા. જીવણલાલ અમરશીએ પ્રસિદ્ધ કર્યું છે તે જોવું. ૨. સિંહલદ્વીપમાં સિંહલ ભાષામાં ઉક્ત ત્રિપિટક ગ્રંથો પર ટીકા લખાયેલી હતી તેને અકથા (અર્થકથા) કહેવામાં આવતી. ઈ.સ. પાંચમા શતકના આરંભે બુદ્ધઘોષ નામના આચાર્યે આ અઢકથાનું પાલિ ભાષામાં રૂપાંતર કર્યું. તે અઢ઼કથાનાં નામ આ પ્રમાણે છે : ૧. દીઘનિકાય અટ્ટકથા – સુમંગલ વિલાસિની, ૨. મજિઝમનિકાય – પપંચશ્રદની ૩. સંયુત્તનિકાય – સારWપકાસિની, ૪. અંગુત્તરનિકાય – મનોરથપૂરણી, પ. વિનય – સમંત પાસાદિકા, ૬. ધમ્માસંગણિ – અદ્ભસાલિની, ૭, વિલંગ – સંમોહવિનોદની, ૮. ધાતુકથા, પુગ્ગલપંચત્તિ, કથાવત્યુ, યમક અને પટ્ટાન એ પાંચ પ્રકરણની અટ્ટકથા – પંચમ્પકરણ અટ્ટકથા. ખુદ્દક નિકાયમાંનાં પ્રકરણો પર જુદાજુદા આચાર્યોએ અઢકથા લખેલી છે. 3. તેનાં નામ અને તેના જે કત માનવામાં આવ્યા છે તેનાં નામ આ પ્રમાણે છે : ૧. જ્ઞાનપ્રસ્થાન – કાત્યાયન (કાત્યાયની પુત્ર) કૃત, ૨, ધર્મસ્કંધ – સારિ૫ત્રકૃત, ૩. ધાતુકાય – પૂર્ણ (અપનામ વસુમિત્ર), ૪. પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર – મૌદ્ગલ્યાયન, ૫. વિજ્ઞાનકાય -દેવક્ષેમ (અપનામ દેવશર્મા), ૬. સંગીતિપર્યાય – સારિપુત્ર (અમરનામ કૌષ્ઠિલ્ય), ૭. પ્રકરણપાદ – વસુમિત્ર. ૪. કર્ન કહે છે કે, “સર્વ પ્રાકૃત ભાષાઓ સામાન્ય રીતે અપ્રચલિત થઈ ગઈ છે. અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ અને પ્રચલિતતા આખા ભારતમાં વિદ્યા, સાહિત્ય અને સંસ્કૃતિની સામાન્ય ભાષા તરીકે અને આર્યો અને દ્રાવિડોને સાંધનાર તરીકે ચાલુ થયેલ છે. કયે સમયે સંસ્કૃત ભાષાએ આધિપત્ય મેળવ્યું એ ચોક્કસ કહી શકાતું નથી, પરંતુ તેમ બહુ ક્રમશઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy