________________
વિભાગ-૧ : બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલિ ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ
(ઈ.સ.પૂ.૫૪૩ – ઈ.સ. પૂ.૭૬) ગૌતમ બુદ્ધ માગધી અથવા પાલિ ભાષામાં પોતાનો ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે. તેમના નિર્વાણ પછી આ ઉપદેશોનું પુનરાવર્તન બૌદ્ધ સાધુઓએ જુદીજુદી ત્રણ પરિષ (સમિતિ – મહાસંગીતિ) ભરી કરવામાં આવ્યું હતું. તે અનુક્રમે રાજગૃહ, વૈશાલી, અને પાટલિપુત્રમાં રાજા અજાતશત્ર, કાલાશોક અને અશોકના આશ્રય નીચે ઈ.સ.પૂ. ૫૪૩, ઈ.સ.પૂ. ૪૪૩ અને ઈ.સ.પૂ. ૨૫૫માં ભરવામાં આવી હતી. ચોથી સંગીતિ કનિષ્કના સમયમાં થઈ (પ્રથમ શતાબ્દી) કાશ્મીરની રાજધાનીની પાસે કુંડલવન વિહારમાં. આ ઉપદેશોના મૂળ પાઠ આ પરિષદોમાં ચર્ચાઈ નિશ્ચિત કરવામાં આવ્યા હતા. અને તેને બૌદ્ધોનું ધાર્મિક સાહિત્ય કહેવામાં આવે છે. તેને ત્રણ સૂત્રમાં (પાલિમાં તેપિટક - પિટકgય, સંસ્કૃતમાં ત્રિપિટક – પિટકત્રય કે જેનો અર્થ ‘ત્રણ ટોપલીઓ' થાય છે તેમાં) વહેંચવામાં આવ્યું છે : નામે સુત્તપિટકમાં બુદ્ધ અને તેના પ્રમુખ શિષ્યોનો ઉપદેશ છે, વિનય પિટકમાં ધર્માચાર – વિનય એટલે ભિક્ષુઓને પાળવાના નિયમનો સંગ્રહ છે અને અભિધમપિટકમાં બૌદ્ધ તત્ત્વજ્ઞાનનો વિસ્તારથી વિચાર છે.
ઈ.સ.પૂ. ૫૪૩માં ભરાયેલી પ્રથમ સમિતિ (કાશ્યપની સમિતિ)માં જે ભિક્ષુઓ એકત્રિત થયા હતા તેને (૧) “થેર' (સં. સ્થવિર), અને તેમના ધર્મગ્રંથને “થેરવાદ' (સં. સ્થવિરવાદ) કહેવામાં આવ્યા. ત્યારપછી થેરવાદના કેટલાક નિયમોનો ભંગ કરવા માટે વૈશાલીના દશ હજાર ભિક્ષુઓને ઈ.સ.પૂ.૪૪૩માં મળેલી દ્વિતીય સમિતિએ થેરોના સંઘમાંથી બહિષ્કૃત કર્યા. આ રીતે મૂળ બૌદ્ધ ધર્મમાંથી પ્રથમ શાખા થઈ અને તે બહિષ્કૃત ભિક્ષુઓ (૨) મહાસંધિક કહેવાયા. તેમણે થેરવાદમાં કેટલોક સુધારાવધારો કર્યો. ત્યારપછી બુદ્ધના નિર્વાણથી બે હજાર વર્ષના આંતરામાં વધુ ૧૪ શાખાઓ ઉભવી; નામે : (૩) ગોકુલિક, (૪) એકમ્બોહારિક, (૫) પત્તિ, (૬) બાહુલિક, (૭) ચેતિય, (૮) સમ્બત્યિ, (૯) ધમ્મગુત્તિક, (૧૦) કસ્સપીય, (૧૧) સંકાન્તિક, (૧૨) ૧. પાલિ મહાવંશ પ્રમાણે આ ત્રણ પરિષદમાંની પહેલી બે તો આપેલ છે, અને ત્રીજી પરિપત્રો
સમય હાલની શોધ અનુસાર જણાવ્યો છે. અશોકે ઈ.પૂ. ર૭૨માં રાજ્યારોહણ કર્યું અને તેના રાજ્યના ૧૭મા વર્ષે ત્રીજી પરિષદ્ ભેગી થઈ. (જુઓ વિજેસિંહનો મહાવંશ, પૃ.૨૯) ૨. આ ત્રિપિટકની ગ્રંથસંખ્યા ત્રણ લક્ષ જણાવવામાં આવે છે ? તેમાં સુત્તપિટકમાં પાંચ પેટાભેદ
છે, નામે દીઘનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય અને ખુદ્દકનિકાય. આમાંના છેલ્લા ખુદ્દનિકાયના પાછા પંદર પેટા વિભાગ છે ઃ ખુદ્દકપાઠ, ધમ્મપદ, ઉદાન, ઈતિવત્થક, સુત્તનિપાત્ત, વિમાનવત્યુ, પેતવત્યુ, થેરગાથા, થેરીગાથા, જાતક, નિદ્સ, પરિસંભિદામગ્ગ, અપદાન, બુદ્ધવંસ, અને ચરિયાપિટક. હવે વિનયપિટકમાં પાંચ ભાગ છે તે પારાજિકા, પાચિતિયાદિ, મહાવચ્ચ, ચુલ્લવગ્ય અને પરિવારપાઠ : જ્યારે અભિધમ્મપિટકમાં સાત પ્રકરણ છે તેનાં નામ ધમ્મસગણિ, વિભડગ, ધાતુકથા,
પુગ્ગલપચ્ચતિ, કથાવત્, યમક અને પટ્ટાન છે. Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org