SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યોગમાર્ગ ૨૧૩ (૪) બ્રહ્મચર્ય - સ્થૂલથી સ્વદારાસંતોષ, પરસ્ત્રીમૈથુનથી વિરમણ અને સૂક્ષ્મથી મૈથુનનો સર્વથા ત્યાગ. (૫) અપરિગ્રહ -- સર્વભાવમાં મૂચ્છ – મોહનો ત્યાગ તે. આ બધાં વ્રત સ્થૂલથી હોય છે – અમુક અંશે હોય છે ત્યારે દેશવિતિ – દેશત્યાગ કહેવામાં આવે છે (શ્રાવકનાં અણુવ્રત). સૂક્ષ્મથી - સર્વથા હોય છે ત્યારે સર્વવિરતિ – સર્વત્યાગ – સર્વથાત્યાગ કહેવામાં આવે છે. (સાધુનાં પ મહાવ્રત.) ૨. નિયમ – પાતંજલ યોગશાસ્ત્ર પ્રમાણે શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમો છે તેનું ટૂંકું લક્ષણ બીજી તારાદષ્ટિમાં આપેલ છે. આના સંબંધમાં વિવેચન કરતાં શ્રીમદ્ યશોવિજયજી પોતાની બાવીશમી બત્રીશીમાં કહે છે કે શૌચથી છઠ્ઠી અશુચિભાવના ભાવી શરીર પર જુગુપ્સા થાય છે. આથી આત્મગુણની વૃદ્ધિ થતાં રજસ્ અને તમોભાવ અભિહત થાય છે, ઈદ્રિય ઉપર જય સધાય છે અને આત્મદર્શન કરવાને યોગ્યતા પ્રાપ્ત થાય છે; સંતોષથી ઉત્તમ પ્રકારનું આત્મિક સુખ થાય છે, સ્વાધ્યાયથી ઇષ્ટ દર્શન થાય છે, તપથી શરીર અને ઈદ્રિય પર બહુ ઉત્તમ પ્રકારનો અંકુશ આવે છે, અને ઈશ્વરપ્રણિધાનથી આત્મસમાધિ પ્રાપ્ત થાય છે. જૈનમાં શ્રાવકના ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ નિયમો છે. આમાં ૫ અણુવ્રત કે જેનું યમમાં નિરૂપણ થયું તે ઉમેરતાં શ્રાવકનાં બાર વત થાય છે. આ ગુણવ્રત અને શિક્ષાવ્રતનો સાધુનાં પાંચ મહાવ્રતમાં સહજ સમાવેશ થાય છે. પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) એ પણ નિયમ છે. ૩. આસન -- આની અનેક પ્રક્રિયાઓ યોગશાસ્ત્રકારોએ બતાવી છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પર્યકાસન, વીરાસન, વજાસન, અબ્બાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાન, ગોદોહિકાનન, તથા કાયોત્સર્ગનું લક્ષણ બતાવેલ છે. આ વિષય તેના અભ્યાસી પાસેથી જાણવા જેવો છે. જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનાનું જાણવું. આસન ધ્યાનની પ્રાથમિક અવસ્થામાં આવશ્યક છે, પરંતુ એ માટે એક નિયમ નથી. ઈદ્રિયોની ચપળતા ન થતાં મન વિકલ્પ પર ન ચડે તે માટે આસન ઉપયોગી ગણેલ છે. ૪. પ્રાણાયામ – પ્રાણ પાંચ પ્રકારના છે : પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. પ્રાણવાયુ નાસિકાના અગ્રભાગ, હૃદય, નાભિ અને પગના અંગૂઠામાં રહે છે ને લીલા વનો હોય છે. અપાનવાયુ કાળા રંગની અને ગળાની પાછળની નાડીઓમાં, ગુદામાં અને પગના પછવાડેના ભાગમાં રહે છે. સમાનવાયુ શ્વેત છે ને સંધિસ્થાનોમાં રહે છે. રક્ત વનો ઉદાન વાયુ હૃદય, કંદતાળુ અને કપાળના મધ્યભાગમાં રહે છે અને વ્યાનવાયું ઇદ્રધનુષ્યના વર્ણવાળો ચામડીમાં સર્વત્ર રહે છે. આ વાયુનાં લક્ષણ જાણી તેના પર વિજય મેળવવો. તેને પ્રાણાયામ કહે છે. શ્વાસોચ્છુવાસની ગતિનો છેદ કરવો તેને પ્રાણાયામ કહે છે, અને તે રેચક, પૂરક અને કુંભક એ ત્રણ પ્રકારનો છે. નાભિમાંથી બહુ યત્નપૂર્વક ધીમેથી વાયુને બહાર કાઢવો તે રેચક', બહારથી ખેંચી લીધેલા વાયુને નાભિમાં સારી રીતે ભરીને ત્યાં સ્થાપવો તે “કુંભક, અને ખેંચી લેવાના કાર્યને પૂરક' કહેવાય છે. આ પ્રાણાયામથી શારીરિક અને માનસિક અનેક વ્યાધિઓનો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy