SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો યજુર્વેદના ૨૫મા અધ્યાયના ૧૯મા મંત્રમાં લખ્યું છે કે : ॐ नमो अर्हतो ऋषभो ॐ ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं वरं श जयंतं पशुरिंद्रमाहुतिरिति स्वाहा । તેમાં જ ઋષભ સાથે અરિષ્ટનેમિની (નેમિનાથની) સ્તુતિ પણ તે સાથે જોવામાં આવે છે : दीर्घायुवलायवाभजाताय ॐ रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहा । वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽस्माकं अरिष्टनेमिः स्वाहा । ઋગ્વદમાં પણ અરિષ્ટનેમિની સ્તુતિ છે – અષ્ટ, ૧ અ) , વર્ગ ૧૬ ॐ स्वस्तिन इंद्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु ।। આ ૨૪ તીર્થકરની મૂર્તિઓ જૈનો (હમણાં ચાર શતકથી ભિન્ન પડેલ સ્થાનકવાસી નામના સંપ્રદાય સિવાય) પૂજે છે. મૂર્તિપૂજા મહાવીરના સમયમાં પણ ઈ.સ. પૂર્વે છઠા શતકમાં વિદ્યમાન હતી એવું વેદાદિમાંથી તેમજ જૈન સૂત્રમાંથી પ્રતીત થાય છે. આ ૨૪ તીર્થકરની મૂર્તિ આકારમાં એક સરખી અને પ્રાયઃ એક જ આસનવાળી એટલે પદ્માસનસ્થ હોય છે, પણ તે દરેકને એકબીજાથી ઓળખવા માટે તે દરેકને જે લાંછન હોય છે તે મૂર્તિમાં નીચે કોરીને મૂકવામાં આવે છે. ૨૪ જિનનાં ૨૪ લાંછન અનુક્રમે આ છે : ૧. વૃષભ, ૨. હસ્તી, ૩. અશ્વ, ૪. કપિ (વાંદરો), પ. ક્રૌંચ પક્ષી, ૬. પાકમલ, ૭. સ્વસ્તિક, ૮. ચંદ્ર, ૯. મગરમચ્છ, ૧૦. શ્રીવત્સ, ૧૧. ગેંડો, ૧૨. પાડો, ૧૩. વરાહ, ૧૪. સિંચાણો (બાજપક્ષી), ૧૫. વજ, ૧૬. હરિણ, ૧૭. બકરો; ૧૮. નંદાવર્ત (એક જાતનો સાથિયો), ૧૯. કલશ, ૨૦. કચ્છપ (કાચબો), ૨૧. કમલ, ૨૨. શંખ, ૨૩. સર્પ, ૨૪. સિંહ. ઈશ્વરવાદ સંબંધે વૈદિક દર્શનો ન્યાયદર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી – અતિશય ગૌણ છે. દુઃખનાશ અથવા અપવર્ગ લાભનો જે ઉપાય- તેમાં જણાવેલ ૧૬ પદાર્થના ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ – બતાવેલ છે, તેની સાથે ઈશ્વરનો જરાપણ સંબંધ નથી. માણસના કર્મફળ-ભોગ જેને અધીન છે તે જ ઈશ્વર એટલું કહી તે સિવાયનો કોઈ પણ પ્રસંગ ઈશ્વર સંબંધે આદર્શનમાં નથી. વૈશેષિક દર્શન ઈશ્વરનો અસ્વીકાર કરતું નથી. એક સ્થળે ઈશ્વર સંબંધી ઉલ્લેખ સિવાય બીજે કોઈપણ સ્થળે ઈશ્વરનો પ્રસંગ આવતો નથી, એટલે આ દર્શનમાં ઈશ્વરનું સ્થાન મુખ્ય નથી. તેમાં નિઃશ્રેયસની પ્રાપ્તિનો માર્ગ નામે તત્ત્વજ્ઞાન (સાત પદાર્થ કે જેમાં ઈશ્વર નથી તેનું સાધર્મ અને વૈધમ્યજ્ઞાન)ના બળે દુઃખથી છૂટવું તેની સાથે ઈશ્વરનો સંબંધ ઘણો જ થોડો છે. ઈશ્વર જાય કે રહે, જીવની સાથે તેનો સંબંધ ઘાટો હો કે ન હો, તેમાં વૈશેષિકને કાંઈ લાભ-નુકસાન નથી. (આ સંબંધમાં જરા અત્રે ૧. આ સંબંધે વિસ્તારપૂર્વક જાણવાના ઇચ્છુકને ‘ભારતવર્ષ મેં દેવતાઓંકી પ્રતિમાઓકા પૂજન કબસે ચલા ?' એ નામનો પંડિત હીરાનન્દ શાસ્ત્રી M. A. M. 0. L. નો લેખ, હિંદી પ્રસિદ્ધ માસિક “સરસ્વતી'ના ઑગસ્ટ ૧૯૧૪ના અંકમાં (પૃષ્ઠ ૪૨૨) જોવાની ભલામણ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy