SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ ઈસ્ટ - પૌર્વાત્ય પવિત્ર પુસ્તકની માલામાં) પ્રસિદ્ધ થયાં છે, તેની પ્રસ્તાવનામાં પુરવાર કરી આપ્યું છે. તેની આગળના ૨૨ તીર્થકરોના સમય ને હાલના સમય વચ્ચે એટલું બધું વિશાલ અંતર છે કે તેને લઈને કોઈ પણ ચિહ્ન કે વસ્તુ મોજૂદ રહી શકે નહીં કે જેથી તે સંબંધી કંઈપણ ખ્યાલ આવી શકે. થિઓસોફિસ્ટ પંથના પ્રમુખ વિદુષ એની બિસંટે ગત વર્ષમાં કહ્યું છે કે : “Lord Mahavira was the last and not the first of the great twenty four Teachers, that Europe denied the historicity of the other 23 Tirthankaras who preceded him because, being itself young, it could not travel backward far enough and liked to make Indian thought less ancient than it is, that both Jainisn and Hinduism went back further than either history or legen counted them, that Jainism was essentially an independei system of thought, that though it had a superficial resemblan with the Sankhya philosophy, there were profonud difference between the two, that the 'Jiva' of the Jains was not the sam thing as the ‘Purusha' of the Sankhyas. ભાષાંતર : – “મહાવીરપ્રભુ મહાન ૨૪ ધર્મોપદેશકોમાં પહેલા નહિ, છેલ્લા ધમપદેશક હતા. તેમની પહેલાં જે ૨૩ ધર્મોપદેશકો થઈ ગયા તેની ઐતિહાસિ સત્યતા યુરોપ સ્વીકારતું નથી કારણકે પોતે કાલાપેક્ષાએ અલ્પવયસ્ક હોઈ ત્યાં સુધી - તે પ્રાચીનતા સુધી જઈ શકે તેમ નથી, અને તેથી ભારતીય વિચાર જેટલો પ્રાચીન છે તેના કરતાં તેને ઓછો પ્રાચીન કરવા પ્રત્યે પસંદગી ધરાવે છે, જેન અને હિંદુ ધર્મ બંને ઇતિહાસ કે પુરાણ-દંતકથા કહી શકે તે કરતાં પણ વધારે પ્રાચીન છે. જૈનધર્મ તત્ત્વથી એક સ્વતંત્ર દર્શન છે, જોકે તેને સાંખ્યદર્શન સાથે ઉપરચોટિયું સરખાપણું છે પરંતુ તે બન્ને વચ્ચે અત્યંત ભેદ – અંતર છે – જૈનોનો “જીવ’ અને સાંખનો પુરુષ એ બે એક વસ્તુ નથી.” આ ઉપરાંત ઉક્ત ૨૪ તીર્થકરોમાંના પહેલા તીર્થકર ઋષભનાથના ઉલ્લેખો વેદોમાં, ભાગવત આદિ અનેક હિંદુ-બ્રાહ્મણના પ્રાચીન ગ્રંથોમાં છે. ઉદાહરણ તરીકે ઋગ્યેદ કે જે ભારતનો સર્વથી પ્રાચીન ગ્રંથ મનાય છે, અને ચારે વેદમાં પણ જે સર્વથી પ્રથમ ઉત્પન્ન થયેલો એમ સ્વીકારાય છે તેમાં ઉલ્લેખ છે કે : ___ "ॐ त्रैलोक्य प्रतिष्ठान चतुर्विंशति तीर्थंकरान् ऋषभाद्या वर्द्धमानान्तान् सिद्धान् शरणं प्रपद्ये । ॐ पवित्रं नग्नमुपवि प्रसामहे एषा नग्ना (नग्नये) जातिर्येषां वीरा" ઈત્યાદિ. આમાં ઋષભથી લઈ મહાવીર સુધીના ચોવીશે તીર્થકરને ત્રિલોકમાં પ્રતિષ્ઠિત સ્વીકારી તેનું શરણ યાચ્યું છે. ૧. મહાવીરનું ચરિત્ર આ નિબંધમાં ટૂંકમાં આપેલું છે, તેને વિશેષમાં તથા તે સિવાયના ૨૩ તીર્થકરોનાં ચરિત્ર જોવાં હોય તેણે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર’ વાંચવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy