________________
૩૨૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ન કહેવું. આથી શત્રુભાવથી વર્તનાર વચ્ચે સંપ કરાવાય છે. (૩) કઠોર શબ્દ ન ઉચ્ચારવા – પારુષ્યથી દૂર રહેવું એટલે એવા શબ્દો બોલવા કે જેથી અવિનય ન થાય, જે કર્ણપ્રિય અને ચિત્તની પ્રસન્નતા કરનારા હોય, કારણકે તિરસ્કાર તિરસ્કારથી દૂર થતો નથી પરંતુ પ્રીતિથી જ દૂર થાય છે એ અચલ સિદ્ધાંત છે. (૪) વૃથાભાષણ ન કરવું – સંભિન્ન પ્રલાપ ન કરવો. એટલે ખરે સમયે, વાસ્તવિક બીના સહિત, મુદ્દાસર બોલવું. ધર્મ, અને વિનય પરત્વે વદવું. આ ચાર પ્રકારે સમ્યકુ વાચા સચવાય છે. ૪. ચોથું અંગ સમ્યક્ કર્માન્ત (કર્મ)
(૧) પ્રાણાતિપાતથી દૂર રહેવું – પ્રાણઘાત ન કરવો. લાકડી કે તરવાર જેવાં સાધન વગર દયામય ચિત્તથી સહાનુભૂતિ રાખી સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ને દયા દર્શાવવાં. (૨) અદત્તાદાનનો ત્યાગ કરવો – ચોરી નહિ કરવી. જે વસ્તુ બીજા આપે તે જ લેવી. અને જ્યાં સુધી બીજા વસ્તુ આપે ત્યાં સુધી રાહ જોવી, પરંતુ તે ચોરી લઈ જવાના વિચારોથી દૂર રહેવું અને ચિત્ત પવિત્ર રાખવું. (૩) કામમિથ્યાચારથી વિરમવું – પરદારાગમન ન કરવું. પિતામાતાદિના રક્ષણ નીચેની કુમારિકાઓ, વિવાહિત સ્ત્રીઓ, ગુલામડીઓ – ચાકરીએ રાખેલી સ્ત્રીઓ કે વેશ્યાઓ સાથે વ્યભિચાર નહિ કરવો. આ ચાર પ્રકારે જીવન ગાળવાથી સમ્યક્ કર્મ – ચારિત્ર સચવાય છે. ૫. પાંચમું અંગ સમ્યફ આજીવ
આનો અર્થ એ છે કે શુભ રીતિએ – પ્રમાણિકપણે પોતાની આજીવિકા કરવી પરંતુ અશુભ રીતિએ – અપ્રમાણિકપણે – અનીતિથી આજીવિકા પ્રાપ્ત ન કરવી.
ધંધામાં એવા પાંચ ધંધા છે કે જે જગતનાં દુઃખનું કારણ છે તેથી તેને અસમ્યક આજીવ તરીકે ગણેલા છે. (૧) ખાટકીનો ધંધો તેમજ વધ કરેલા પ્રાણીઓનો ધંધો (આમાં શિકારી, માછી, સૈનિક વગેરેના ધંધાનો સમાવેશ થાય છે), (૨) સુરા – દારૂ વગેરે માદક પદાર્થોનો ધંધો, (૩) વિષમય પદાર્થોનો, (૪) હથિયાર અને ઘાતક શસ્ત્રોનો ધંધો, (૫) મનુષ્યક્રયનો જેવા કે ગુલામ, વેશ્યાઓ વગેરે વેચવાનો ધંધો. અસમ્યફ આજીવિકામાં લુચ્ચાઈ, છેતરપિંડી કરવી, ખોટી રીતે લાલચ આપવી, અત્યંત વ્યાજ લેવું વગેરે આવી જાય છે. ૬. છઠું અંગ સમ્યફ વ્યાયામ
ચાર જાતના શુભ પ્રયત્નો (સમ્યક્ પ્રધાન) છે. (૧) સંવરપ્પધાન - અટકાવવાનો પ્રયત્ન (૨) પહનપ્રધાન – સંયમ કરવાનો – દાબવાનો પ્રયત્ન, (૩) ભાવનાપ્પધાન – ઉત્પન્ન કરવાનો પ્રયત્ન (૪) નિભાવવાનો પ્રયત્ન.
(૧) સંવરપ્પધાન એટલે જે અશુભ વિચારો છે તે ઉત્પન્ન થયા પહેલાં તેનો સંવર કરવો એટલે તે ઉત્પન્ન થાય તેવી સગવડ ન આપવાનો પ્રયત્ન.
જયારે કોઈ એક વસ્તુ આંખથી જોવામાં આવે છે, શબ્દ કાનથી સાંભળવામાં આવે છે, નાકથી ગંધ સુંઘાય છે, જીભથી સ્વાદ લેવાય છે, અને મનથી ચિંતન કરાય છે, ત્યારે તેણે તેમાં તેના સમગ્ર અંગમાં કોઈકોઈ અંશે તેના ઉપાંગમાં આસક્તિ નહિ રાખવી જોઈએ, પરંતુ તે ન થાય તે માટે તેનાથી દૂર રહેવાની ઈચ્છા ઉત્પન્ન કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org