SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવર્તક તરીકે મહાવીર ૮૫ હોત તો પોતાના અલૌકિક સામર્થ્ય વડે તેઓ પોતાને અનુસરનારાઓની મોટી સંખ્યા ઊભી કરી શક્યા હોત; પરંતુ પોતાના ચારિત્ર ઉપરથી સાફ જણાઈ આવે છે કે તેઓએ પોતાના ઉપદેશ રૂપી જળનો ઘડો ઉઠાવી ઘેરઘેર દુનિયાને પાવા માટે નીકળવાનો ઉદ્યોગ કર્યો નથી. પ્રભુનો એ એક અનુભવગત સિદ્ધાંત હતો કે દુનિયાના ગળે પોતાનો ઉપદેશ પરાણે વળગાડવાથી તેમનું વાસ્તવિક હિત સધાતું નથી. કદી ક્ષણભર ઉપદેશના દિવ્ય પ્રભાવ કે પ્રતિભાથી અંજાઈ જઈ મનુષ્યો તેમને અનુસરે, પણ તેથી તેમનું સ્થાયી કલ્યાણ થતું નથી. તેથી માત્ર લોકસમૂહમાં સત્ય પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય અને તેમના હૃદયમાં ઈષ્ટ ઉપદેશ પરોક્ષપણે તેમને ખબર પણ ન પડે તેવી રીતે (unconsciously) પરિણમી જાય તેવી શૈલીએ પ્રભુએ કામ લીધું હતું, સંખ્યા અથવા સમૂહ ઉપર પ્રભુએ કદી ભાર મૂક્યો નથી, અથવા તેમાં જનહિતનો કાંઈપણ સંકેત હોય એવું તેઓએ માન્યું નથી. તેઓ જાણતા હતા કે સંખ્યા એ કૃત્રિમ રીતે એક સ્થાનમાં જમાવેલા ધુમાડાના ગોટા જેવું એક ક્ષણિક દશ્યમાત્ર છે. સંખ્યાના બળને ધર્મના મૂલની ઊંડાઈ અથવા વિસ્તારનું માપક તેમણે કદી ગયું જ નહોતું. લોકોના હૃદયપ્રદેશ ઉપર સત્યનો પટ બેસાડવા ભણી જ પ્રભુનું લક્ષ્ય હતું – ગોશાળની જેમ સંખ્યા વધારવા ભણી ન હતું. પ્રભુ પરિણામદર્શી હતા. સંખ્યાને એકત્રિત રાખનાર મનુષ્ય જ્યારે ચાલ્યો જાય છે ત્યારે તે સમૂહ ધુમાડાની પેઠે ચોદિશમાં વીખરાઈ જઈ પાછળ પોતાનું કંઈ પણ ચિહ્ન પણ મૂકવા જેટલું કરી શકતો નથી. સંખ્યાનું બળ એકઠું કરવું અને લોકહૃદય ઉપર કલ્યાણની ભાવના અંકિત કરવી એ તદ્દન જુદાં જ કાર્યો છે. પૂર્વનું કાર્ય ફત્તેહમંદીથી કરવા માટે વ્યવસ્થાપક શક્તિ (Organizing power) આદિ લૌકિક સામથ્યની અપેક્ષા છે, ત્યારે પાછળનું કાર્ય કરવા માટે જનકલ્યાણ ઉપર વિશુદ્ધ પ્રેમ અને કાંઈપણ લૌકિક આશયના અભાવની જરૂર છે. મહાવીરે પૂર્વનો હેતુ છેક ગૌણપણે રાખી માત્ર મનુષ્યોના વાસ્તવિક અને ખરા હિત ભણી જ વિશેષ લક્ષ્ય રાખ્યું હતું, અને જેમ બને તેમ પોતાને અનુભૂત થયેલા સુખદ સિદ્ધાંતોને જન-મન ઉપર ઊંડા કોતરવાનો ઉદ્યોગ કર્યો હતો. સંખ્યાબળમાં શ્રદ્ધા રાખનાર ગોશાળનો એક પણ અનુયાયી ભારતના ચારે ખૂણામાં આજે શોધ્યો પણ જડતો નથી, અને તેના સિદ્ધાંત સંબંધી કાંઈ જ અવશેષ-ચિહ્ન સરખું પણ ભાગ્યે જ રહેવા પામ્યું છે. ત્યારે માત્ર જનહિતની જ ચિંતા રાખનાર મહાવીરના અનુયાયીની સંખ્યા છેવટ પંદર લાખ જેટલી પણ રહી શકી છે. જ્યારે બુદ્ધ જેવા એક કાળે (અશોકના કાળમાં) સમસ્ત હિંદ ઉપર ધર્મચક વિસ્તારનાર દર્શનને હિંદમાં આજે નહિવત્ સ્થાન રહ્યું છે. ત્યારે જૈન પોતાની ધર્મભાવનાની ઊંડાઈના બળથી અનેક વિરોધો અને વિકટ મામલાઓ વચ્ચે હજુ સુધી પોતાનો પગ દઢપણે જમાવી રહેલ છે. આ પ્રતાપ માત્ર મહાવીરની ઉપદેશ શૈલીનો જ હતો.” જૈનો ૨૪ તીર્થકરોને માને છે તેમાંના ૨૪માં છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ હતા; અને તે છેલ્લા હોવાને લીધે આપણા નિકટમાં નિકટ - આસત્ર ઉપકારી છે; તીર્થકર એટલે તીર્થ – દર્શન પ્રવર્તાવનાર. પાર્શ્વનાથ પ્રભુએ દર્શન પ્રવર્તાવ્યું, અને તેમના નિર્વાણ પછી તે દર્શનની અસર વિશેષ પ્રદીપ્ત, જ્વલંત અને ચિરસ્થાયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy