SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો બનાવવામાં શ્રીમન મહાવીરસ્વામીએ અપૂર્વ ફાળો આપ્યો. દર્શન પ્રવર્તાવવા માટે જે-જે યોગ્યતાઓ જોઈએ છે તે સર્વ યોગ્યતાઓ તીર્થંકરોમાં અવશ્ય રહેલા અષ્ટપ્રાતિહાર્ય, ચાર અતિશયમાં સમાઈ જાય છે. દર્શનપ્રવર્તકમાં જે-જે અયોગ્યતાઓ ન જોઈએ તે તીર્થંકર જે ૧૮ દોષોથી રહિત હોય છે તે દોષોમાં સમાઈ જાય છે. ૮૬ બેકન જે યોગ્યતા ‘ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વક્તૃત્વ અને પ્રજ્ઞા' (the eloquence and wisdom of speech and persuasion) એ નામથી જણાવે છે તે તીર્થંકરની વાણીના ૩૫ ગુણમાં સમાઈ જાય છે. તે ૩૫ ગુણોમાંના મુખ્ય ગુણો લઈશું તો તે વાત સ્પષ્ટ રીતે જણાશે : ૧. સર્વ ઠેકાણે સમજાય તેવી, સંસ્કારી, પ્રૌઢ, ગંભીર, સ્પષ્ટ, પૂર્વાપર વિરોધ વગરની, સંદેહ વગરની, મધુર, વ્યાકરણના દોષ વગરની, પુનરુક્તિ વગરની, વક્તા સર્વગુણસંપન્ન છે એવું ભાન કરાવનારી, પરનિંદા અને આત્મસ્તુતિ વગ૨ની...વગેરે ગુણો છે. ૨. બીજી યોગ્યતા બેકનના શબ્દોમાં Superlative and admirable holiness of life જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતા છે, તે શ્રીમન્ મહાવીરના ચરિત્રને અવલોકતાં પળેપળે પ્રતીત થાય છે, તે ચરિત્રના અનેક અંશો છે. તેમનું જીવન ટૂંકમાં અત્ર આપવામાં આવે છે. ૭. મહાવીરનું જીવન नमो दुर्वाररागादि वैरिवार निवारणे । अर्हते योगिनाथाय महावीराय तामिने || ભાવાર્થ – જેઓ દુઃખથી નિવારી શકાય એવા રાગ, દ્વેષ, મોહ, આદિ શત્રુઓના સમૂહનો નાશ કરનાર છે, યોગીઓના જે સ્વામી છે, અને સર્વ જીવોનું રક્ષણ કરનાર છે, તે અર્હત્ – શ્રીમન્ મહાવીર પરમાત્માને નમસ્કાર છે. ગર્ભાવસ્થાથી ગૃહસ્થાશ્રમ અને પ્રવ્રજ્યા સુધી ઃ ઈ.સ. પૂર્વે પ૯૯થી ઇ.સ. પૂર્વે ૫૬૮ સુધીનાં લગભગ ૩૧ વર્ષ સુધી ઃ તીર્થંકર જૈન માન્યતાનુસાર ગર્ભથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનના ધારક હોય છે'; તે પ્રમાણે મહાવીર ત્રણે જ્ઞાનસહિત હોવાથી તેમાં અવધિજ્ઞાનથી ગર્ભમાં રહેલા એવા તેમણે જાણ્યું કે પોતાના ફરકવાથી પોતાની માતાને વેદના થાય છે ત્યારે તે દૂર કરવાને તે યોગીની જેમ નિશ્ચલ રહ્યા. આમ થયા પછી તેમની માતાને ચિંતા થઈ કે ગર્ભ ફરકતો નથી તો શું થયું ? શું તે ગળી ગયો કે નાશ પામ્યો ? અને બહુ દુઃખ લાગ્યું. એટલે આખું કુટુંબ ખેદ Jain Education International - ૧. જ્ઞાન ૫ પ્રકારનાં છે (૧) મતિજ્ઞાન – બુદ્ધિ, ઇંદ્રિયો અને મનના સાધનથી સ્વ-સ્વવિષયની અપેક્ષાએ જે જ્ઞાન થાય તે – અભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન – ઇંદ્રિયો દ્વારા આત્મા શબ્દાર્થ પર્યાય આલોચના સહિત જે વિશેષ અર્થ ગ્રહણ કરે છે તે – શાસ્ત્રજ્ઞાન (૩) અધિ જ્ઞાન – અવિધ એટલે માંદાએ માત્ર મન વડે ઇંદ્રિયોની અપેક્ષા વગર આત્મા વિષે સાક્ષાત્ જે અર્થગ્રહણ થાય છે તે (૪) મન:પર્યવ જ્ઞાન આત્મા જે વસ્તુ ચિંતન કરે તેનું સમસ્તપ્રકારે જ્ઞાન અને (૫) કેવલજ્ઞાન સર્વજ્ઞતા અનંતજ્ઞાન છે. સંપૂર્ણજ્ઞાન એ વિશ્વલોચન - - = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy