________________
ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ
* ૩૯
ટોપમાં મૂકેલ છે પણ બુદ્ધને પોતાને હમેશ મુજબ ચીતરવામાં ન આવતાં તેના ચરણે જ મૂકવામાં આવ્યા છે.) અને આનું સમાધાન થતાં બુદ્ધનું શરણ ગ્રહવા સાથે પિતાના વધ માટે પશ્ચાત્તાપ તેણે કર્યો એમ જણાવવામાં આવ્યું છે. પણ એ ચુસ્ત બૌદ્ધ થયો એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી. તેમ કદી પણ બૌદ્ધ તરીકે જીવન તેણે ગાળ્યું હતું એવો પુરાવો મળતો નથી; અને બુદ્ધના જીવન સુધી બૌદ્ધ ધર્મને તેણે ટેકો કે સહાય આપી હોય તેમ પણ જણાતું નથી. છતાં એવું જણાવવામાં આવ્યું છે કે બુદ્ધનું નિર્વાણ થયું ત્યારે તેની પેઠે પોતે પણ ક્ષત્રિય છે તેથી તેના અવશેષ ઉપર પોતાનો હક છે એમ જણાવી તેમાંથી અમુક ભાગ માગ્યો હતો અને તેને મળ્યો પણ હતો, કે જે ઉપર તેણે સ્તૂપ ગણાવ્યો હતો. (મહાનિર્વાણ સુત્ત). પણ આવું બહુ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં મળતું નથી, જ્યારે પછીના ગ્રંથો જણાવે છે કે બુદ્ધના નિર્વાણ પછી તરત જ જે રાજગૃહની પ્રથમ પરિષદ્ ભરાયેલી હતી, તેને માટે તે વખતે સત્ત પત્રિ ગુફાના પ્રવેશદ્વાર પાસે એક મોટો હોલ' તેણે કરાવી આપ્યો હતો. આમ બૌદ્ધ થયા વગર બૌદ્ધ ધર્મ પ્રત્યે જેમ સર્વ હિંદી રાજાઓ સર્વ ધર્મોને આશ્રય આપે છે તેમ કૃપા દર્શાવી હોય એ સંભવિત છે.
તેમજ બૌદ્ધ ગ્રંથમાં બીજા રાજાઓની સાથે સૂરસેનોના રાજાને અવન્તીપુત્ર તરીકે ગણાવેલ છે અને એક રાજા એલેધ્યાને ગૌતમ બુદ્ધના એક વખતના ગુરુ ઉદ્દક કે જે રામનો પુત્ર તથા શિષ્ય હતો તેનો મત સ્વીકારનાર અને તેને મદદ આપનાર તરીકે ગણાવેલ છે. બૌદ્ધ ગ્રંથમાં ઉપર જણાવેલ ચાર રાજ્યો જ ફક્ત છે કે જેના સંબંધે કંઈ પણ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
હવે જૈન ગ્રંથમાંથી રાજાઓ સંબંધે શું મળે છે તે જોઈએ.
વૈશાલી નામની મોટી નગરીના રાજા ચેટકને સાત પુત્રીઓ નામે પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા, જ્યેષ્ઠા, સુજ્યેષ્ઠા અને ચલણા નામે અનુક્રમે હતી. આમાંથી પ્રભાવતી વીતભયનગરના રાજા ઉદાયનને, પદ્માવતી ચંપાપતિ દધિવાહનને, મૃગાવતી કૌશાંબીના રાજા શતાનીકને, શિવા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતનને, અને
Mા કુંડગ્રામના અધિપતિ નંદિવર્તન (મહાવીરના ભાઈને) પરણી હતી. આ પછી નાની બે બાકી રહી. તેમાંની સુજ્યેષ્ઠાને તેની સુંદરતા જાણી મગધ દેશનો રાજા શ્રેણિક (બિમ્બિસાર – બંબસાર) હરી લઈ જવા વૈશાલી આવ્યો હતો. તે તેને બદલે ચલ્લણાને લઈ ગયો અને ગાંધર્વવિવાહથી તેની સાથે લગ્ન કર્યું. આ સૌ થયા પહેલાં - આ પુત્રીઓનાં લગ્ન પહેલાં ચેટકની પોતાની બહેન નામે ત્રિશલા મહાવીરના પિતા સિદ્ધાર્થની સાથે પરણી હતી, અને તેનાથી નંદિવર્ધ્વન અને મહાવીર એ બે પુત્ર થયા હતા. ચેલણાથી શ્રેણિકને કુણિક (બૌદ્ધમાં જેને અજાતશત્રુ કહેવામાં આવે છે તે) બીજું નામ અશોકચંદ્ર તથા હલ અને વિહલ્લ એ નામના પુત્રો થયા હતા. પદ્માવતીથી દધિવાહનને ચંદના નામની પુત્રી થઈ હતી કે જે મહાવીરનો પ્રખર અભિગ્રહ પૂરો પાળી ચંદનબાળા નૈષ્ઠિક બ્રહ્મચારિણી તરીકે તેમની પ્રથમ સાધ્વી થઈ હતી, અને જેને પછી કેવળજ્ઞાન થયું હતું. મૃગાવતીથી શતાનીકને ઉદયન નામનો પુત્ર થયો હતો કે જેની સાથેનો ચંડપ્રદ્યોતનો યુદ્ધપ્રસંગ અને પછી સસરા-જમાઈનો સંબંધ, ઉપર કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org