________________
४०
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જવામાં આવ્યો છે. અને ઉક્ત મૃગાવતી તેના પતિનું મૃત્યુ થતાં તથા ચંડપ્રદ્યોતનું આક્રમણ થતાં મહાવીરના ઉપદેશથી વૈરાગ્ય ઊપજતાં દીક્ષા લઈ પછી અંતે કેવલજ્ઞાન પામી હતી; અને પ્રભાવતીથી ઉદાયનને અભીચી નામે પુત્ર થયો હતો.
ત્રિશલાને જૈન શાસ્ત્રમાં વિદેહદિન્ના (વિદેહપુત્રી) કહેવામાં આવેલ છે. શ્રેણિકને - બિંબિસારને કુણિક (અજાતશત્રુ) નામનો પુત્ર વિદેહપુત્રીથી – વિદેહદેવીથી થયેલ છે એ બૌદ્ધ ગ્રંથમાં મળી આવે છે, તેથી તે બંને વાત સાચી ઐતિહાસિક છે. વળી તે ઉપરાંત એ પણ પુરવાર થાય છે કે વૈશાલી એ વિદેહ દેશની રાજધાની હતી.)
આમ અરસપરસ રાજાઓ સગાઈના સંબંધથી જોડાયા હતા, છતાં એકબીજાના રાજ્ય પર આક્રમણ કરવાની રાજનીતિ બદલાઈ નહોતી. એક બીજા વચ્ચે અનેક કારણોને લઈને યુદ્ધના પ્રસંગો આવ્યા છે. જેવા કે શતાનીક અને દધિવાહન વચ્ચે યુદ્ધ, શતાનીકને અને પછીથી તેની રાણી મૃગાવતીને ચંડપ્રદ્યોત સાથે યુદ્ધપ્રસંગ અને તેનું આવેલ શુભ છેવટ, શ્રેણિક અને ચંડપ્રદ્યોત, કૌશાંબીના શતાનીકના પુત્ર ઉદયનનું ચંડપ્રદ્યોતને હાથે બંધાવું ને નાસી ભાગવું, વીતભયના ઉદાયન રાજા સાથે ચંડપ્રદ્યોત, ચેટક અને કુણિકનો યુદ્ધપ્રસંગ અને તેમાં વૈશાલી નગરીનો નાશ માલૂમ પડે છે. આમાંથી પહેલા અને છેલ્લા પ્રસંગ સિવાય બીજા પ્રસંગો સંબંધી ઉપર કહેવાઈ ગયું છે, તેથી તે બે પ્રસંગ સંબંધે થોડું અહીં કહીશું.
મહાવીરે ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં ગાળ્યા પછી દીક્ષા લઈ ૧૨ વર્ષ, કેવલજ્ઞાન પામ્યા પહેલાં એક દેશથી બીજા દેશમાં એમ વિહાર કર્યો હતો. તે વિહારના પહેલાં છ વર્ષ વીત્યા પછી બીજા છ વર્ષમાં વિહાર કરતાં છેલ્લા વર્ષમાં કૌશાંબી નગરીએ પોષ માસની કૃષ્ણ પ્રતિપદાએ આવ્યા. (ઈ.સ. પૂર્વે પપ૭માં.) આ વખતે ત્યાં શતાનીક રાજા રાજ્ય કરતો હતો, અને તેની રાણી મૃગાવતી વૈશાલીના ચેટક રાજાની પુત્રી) હતી. તેને સુગુપ્ત નામે મંત્રી હતો. મહાવીરે અભિગ્રહ એવો લીધો હતો કે અમુક જાતની રાજકુમારી અમુક સ્થિતિમાં રહી કુલ્માષ (અડદ) વહોરાવે તો જ પારણું કરે. આ અભિગ્રહ પૂરો ન થતાં ઉપવાસમાં ચાર માસ વીતી ગયા.
આ અરસામાં શતાનીક રાજાએ સૈન્ય સાથે એક રાત્રીમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાસી ગયો અને રાજાએ નગરીને લૂંટવાનો પોતાના સુભટોને હુકમ આપી દીધો. દધિવાહન રાજાને રાણી પદ્માવતી ઉર્ફે ધારણીથી થયેલી વસુમતી નામની પુત્રીને કોઈ ઊંટવાળો હરી ગયો. તે કૌશાંબી આવે છે અને કઈ રીતે મહાવીરનો અભિગ્રહ પૂરે છે એ અહીં પ્રસ્તુત નથી તેથી અન્ય સ્થલથી જાણી લેવાનું છે.
સાથેસાથે જણાવવાનું કે આ દધિવાહન રાજાએ (પછીથી કે પહેલાંથી કહી શકાય તેમ નથી.) શતાનીક રાજાની કૌશાંબી નગરી અમિત સૈન્યથી ઘેરી લીધી હતી. શતાનીક કૌશાંબીની અંદર દરવાજા બંધ કરી રાહ જોતો ભરાઈ રહ્યો પણ કેટલેક કાળે ચંપાપતિ પોતાનું સૈન્ય બહુ હેરાન થવાથી અને ઘણું મરણ પામી જવાથી પોતાના નગર તરફ જવા ચાલ્યો. તે વખતે શતાનીક પોતાની નગરીના દરવાજા ઉઘાડી પોતાના સૈન્ય સાથે બહાર આવ્યો, અને ચંપાપતિ નાસી ગયો; જ્યારે કૌશાંબીપતિએ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org