________________
ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ
૩૭
મંત્રી હતો કે જે મંત્રી પાછળથી દીક્ષા લઈ ઉક્ત વરદત્ત મુનિના ગૃહસ્થપણામાં તે વરદત્ત મુનિને ત્યાં વહોરવા જતાં વરદત્તને જાતિસ્મરણ ઉપજાવ્યું હતું એમ આ વરદત્ત મુનિની કથામાં જણાવવામાં આવે છે.)
બૌદ્ધ ગ્રંથમાં કોશલના રાજા પાસેનાદિ (પાલિ ભાષાનું નામ)ને ઘણા જુદા પાત્ર તરીકે વર્ણવેલ છે. ત્રીજા સંયુક્ત નામનો બૌદ્ધ ગ્રંથ આખો ૨૫ કથાનો છે અને દરેક કથા તેના સંબંધે છે. તે તક્કશિલા નામની છેડાના વાયવ્ય ખૂણામાં આવેલા પ્રસિદ્ધ વિદ્યાભૂમિમાં તેણે વિદ્યા લીધી હતી અને ત્યાંથી અભ્યાસ કરી પાછો ફર્યો કે તેના પિતા નામે મહાકોશલે તેને ગાદી પર બેસાડ્યો. રાજ્યની લગામ લીધા પછી ઘણી કુશળતા દર્શાવી. દરેક ધર્મ પર તે પ્રેમદષ્ટિ રાખતો હતો. તેણે બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો ત્યારે તેની ફોઈ સુમના હાજર હતી. તેણીએ કેટલાક વખત પછી બૌદ્ધ દીક્ષા લીધી હતી અને થેરી ગાથામાં એક થેરી (વિરા) તરીકે ગણાઈ હતી. રાજા પાસેનાદિને બદલે એક સ્થળે રાજા અગ્નિદત્ત કહેલ છે, તો સંભવિત છે કે પર્સનાદિ એ વસ્તુતઃ રાજ્યપદવી હોય અને અગ્નિદત્ત એ તેનું ખરું નામ હોય.
- પનાદિને બુદ્ધના કુટુંબી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ તેથી તેણે શાક્ય રાજાઓને તેમની એક કન્યા પરણાવવા કહ્યું. તે રાજાઓએ એકત્રિત થઈ વિચાર કરતાં ઠરાવ્યું કે પોતાના વંશની કન્યા આપવી એ પોતાને ઉતારી પાડવા જેવું છે, તેથી તેમાંના એક પ્રધાન રાજાની એક દાસીના પેટે થયેલ પુત્રી નામે વાસભ ખરિયા (ક્ષત્રિયા) તેને મોકલાવી. તેણીના પેટથી પર્સનાદિ રાજાને ઉપર્યુક્ત વિદુદાભ નામનો પુત્ર થયો.
- વિદુદાભને આ કપટની પછી ખબર પડવાથી ઘણો ક્રોધ થતાં તેણે શાક્ય રાજા પર વેર લેવાનો નિશ્ચય કર્યો અને ગાદીએ આવ્યો ત્યારે તેમના દેશ પર ચડાઈ કરી, તેઓના શહેરનો કબજો લીધો અને શાક્ય જાતિના ઘણાને – સ્ત્રી, પુરુષો વૃદ્ધ કે જુવાનને મારી નાખ્યા. આ વાત પ્રાચીનમાં પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં જોકે હજુ સુધી મળી શકી નથી, પણ તેમાં પણ તે શાક્ય જતિ સામે યુદ્ધ થયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી તે ઐતિહાસિક બીના હોય એ નિર્વિવાદ છે. એમ કહેવામાં આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં એકબે વર્ષે આ વાત બનેલી છે.
આમાં કેટલુંક બળાત્કારે જણાવેલ હોય તેમ લાગે છે. એક નાની (શાક્ય) જાતિએ એ કોશલના રાજાના કુટુંબ સાથે સગાઈથી જોડાવાનું કેમ નીચું ગયું હશે એ સમજાતું નથી. અલબત્ત ઘણે સ્થલે શાક્ય જાતિ અભિમાની હતી તે બૌદ્ધ ગ્રંથ જણાવે છે, પણ તેમ છતાં લગ્નની સામે શા માટે તેમણે વાંધો લીધો તે આપણને સમજાતું નથી. આપણે જાણીએ છીએ કે શાક્ય જતિ જેવી જ અભિમાની અને સ્વતંત્ર એવી વેશાલીની લિચ્છવી જાતિના રાજાની (ચેટકની) પોતાની પુત્રી (ચેલણા) મગધના રાજા બિઅિસારને પરણી હતી. (જુઓ જૈન સૂત્ર ૧, ૨૫, પ્રો. જેકોબીનું વંશવૃક્ષ) વળી આ પણ લગભગ નિશ્ચિત છે કે સાવOી (કોસલ રાજ્યધાની)ના રાજવંશી કુટુંબે કોશલ જાતિમાં વંશપરંપરાએ મુખ્ય પદવી – આધિપત્ય મેળવ્યું હતું. કારણ કે કોશલવાસીઓમાં નાના નાના રાજાઓ અને કુલપુત્રો પણ રાજાઓ' એ સંજ્ઞાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org