________________
૩૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દાસીને ચંડપ્રદ્યોત લઈ ગયો તેથી તેણીની સાથે તે પ્રતિમા પણ ગઈ. આ પાછી મોકલવા માટે ઉદાયને કહેવરાવ્યું, પણ પ્રદ્યોત રાજાએ ન માનવાથી ઉદાયને અવંતી પર ચડાઈ કરી. ઉદાયને પ્રદ્યોત રાજાને બાંધ્યો, દાસી નાસી ગઈ. તે પ્રતિમાં ત્યાં જ રહેવા દીધી, અને પ્રદ્યોત રાજાના કપાલ ઉપર “આ મારો દાસી-પતિ છે એમ જણાવવા ‘દાસીપતિ’ એટલા અક્ષરો ઉદાયને લખાવ્યા. અને ચંડપ્રદ્યોતને સાથે લઈ પોતાના વીતભયનગર તરફ ચાલ્યો. માર્ગમાં પર્યુષણપર્વ આવ્યાં. ઉદાયનને પોતાના સર્વ કુટુંબ સહિત ઉપવાસ હતો, તેથી ચંડપ્રદ્યોતને તેના માટે શું રસોઈ કરવી એ પૂછવામાં આવતાં તેણે કહ્યું “મારે પણ અપવાસ છે. કારણકે મારાં માતાપિતા શ્રાવક હતાં, પણ હું દુ:ખથી ભૂલી ગયો છું. આથી ઉદાયને પોતાનો સમાનધર્મી છે તો તેને ખમાવ્યા દોષની – ક્ષમા માગ્યા વિના પ્રતિક્રમણ (દોષનું પ્રાયશ્ચિત કરી આત્મનિરીક્ષણની ક્રિયા) કરવું તે શુદ્ધ થયું કહેવાય નહિ ! એમ ધારી તેને બંધનથી છોડાવ્યો, ને તેને મસ્તકે સુવર્ણનો પટ્ટબંધ કરાવ્યો. પછી ખમાવીને તેને પોતાને નગર પાછો મોકલાવ્યો. ત્યાર પછી પ્રદ્યોતન રાજા શુદ્ધ જૈન ધર્મ પાળવા લાગ્યો, અને ઉદાયન રાજા પણ પછી પોતાને નગરે આવી પહોંચ્યો. આ ઉદાયન રાજાએ પછી શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી છે, અને રાજર્ષિ તરીકે પ્રસિદ્ધ થયેલ છે, અને તેમને છેલ્લા રાજર્ષિ તરીકે તે જ ભવમાં મોક્ષે ગયેલ તરીકે જણાવવામાં આવેલ છે.
- ચંડપ્રદ્યોત વિષયલોલુપી હતો એ તો સ્થળેસ્થળે પુરવાર થાય છે. તેની રાણી અંગારવતી હતી અને તેણીએ મૃગાવતી (કૌશાંબીના રાજા શતાનીકની રાણી) સાથે દીક્ષા લીધી હતી તે ઉપર કહેવાઈ ગયું છે. હવે તે અંગારવતીને ચંડપ્રદ્યોત કેવી રીતે પરણ્યો હતો તે જોવાથી પણ જણાઈ આવે છે કે તે વિષયાસક્ત હતો અને તેને જ લીધે યુદ્ધ કર્યું હતું.
સુસમારપુરના રાજા ધુંધુમારને અંગારવતી અતિ રૂપવતી પુત્રી હતી. તેણીએ એક યોગિનીને વાદમાં નિત્તર કરી તેથી તે યોગિનીએ તેનું ચિત્ર ચીતરી ઉજ્જયિનીના રાજા ઉક્ત ચંડપ્રદ્યોતને બતાવ્યું. તે મોહિત થયો અને તેણીની તેના પિતા પાસે માગણી કરી. પિતા પાસે સૈન્ય મોટું હતું નહીં છતાં કહેવરાવ્યું કે પુત્રી બળાત્કારે નહીં પણ પ્રસન્નતાથી અપાય છે. ચંડપ્રદ્યોતે આવી મોટા સૈન્ય સાથે ઘેરો ઘાલ્યો. ધુંધુમાર નગરની અંદર રહ્યો અને નિમિત્તકને જય-પરાજય સંબંધે પૂછયું. નિમિત્તકે ચોકમાં ઘણા બાળકોને બિવરાવ્યા, એટલે તેઓ વરદત્ત નામના મુનિ કે જેણે નાગપ્રાસાદમાં વાસ કર્યો હતો ત્યાં આવ્યા. મુનિએ તે બધાને બીશો નહીં, તમને ભય નથી' એમ કહ્યું. આ પરથી તે નિમિત્તકે કહ્યું, “આપ જય પામશો.' રાજાએ તેથી બહાર નીકળી યુદ્ધ કર્યું અને ચંડપ્રદ્યોતને હરાવી જીવતો પકડી નગરમાં દાખલ થયો. પોતે અતિથિ છે તો તેને બચાવવો જોઈએ” એમ વિનતિ કરતાં ધુંધુમારે ઉદાર ચિત્ત રાખી તે વિનતિ સ્વીકારી અને તે ઉપરાંત પોતાની પુત્રીને પણ પરણાવી. (જુઓ વરદત્ત મુનિનું વૃત્તાંત)
(આ વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) રાજા હતો અને તેને ધર્મઘોષ ૧. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિમાં, ત્રિષષ્ટિશલાકાપુરપાટ માં વીતભય ગયા પછી કેટલોક
સમય વીત્યા બાદ પર્યુષણ પર્વ આવે છે એમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org