________________
આત્માને કર્મનો સંયોગ
૧૧૧
કર્મનો અનાદિ સંયોગ
આત્મા અને કર્મનો સંયોગ કાળની “આદિમાં થયો હતો. કાળની આદિ કદી સંભવે ? સમય, આવલિ, ઘડી, દિવસ, માસ, વર્ષ, પલ્યોપમ, પરાવર્તન – એ સર્વ કાળની ઉપચારપૂર્વક કરેલી વ્યવહારઘટના છે, અને મનુષ્યોએ પોતાની સગવડ માટે જ કરેલી કલ્પનાઓ છે. કાળના તે સ્વાભાવિક - નિશ્ચયે ભેદ નથી, અને તેથી તે સર્વને શાસ્ત્રકારે વ્યવહાર-કાળ કહેલ છે. નિશ્ચયસ્વરૂપે કાળનું ઝરણ અનાદિ અનંત છે. તે ઝરણની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. આથી આત્મા અને કર્મનો સંબંધ કાળની આદિમાં થયેલો – કાળના ઝરણની ઉત્પત્તિનો સદભાવીજ કહીએ તો તેનો અર્થ એ જ છે કે તે સંયોગ અનાદિ છે. કોઈપણ કાળે કર્મ અને આત્મા ન્યારાં હતાં જ નહીં. કાળની આદિથી – અનંતકાળ પહેલાંથી [અનાદિકાળથી] તે બંને એક બંધનરૂપ છે. સમયે સમયે તે કર્મવર્ગણાનું છૂટું થવું અને નવું મળવું થયા જ કરે છે.
આત્મા અને કર્મનો સંયોગ અનાદિ છે. “સંયોગ' એ શબ્દ આ સ્થળે વ્યવહારના વ્યતિકરોની માફક આદિને સૂચવનાર નથી. વ્યવહારમાં સામાન્ય રીતે “સંયોગ' શબ્દ પૂર્વયોગને લક્ષીને વપરાય છે – એટલે જ્યારે પ્રથમ બે વસ્તુઓ જુદી હોય અને પાછળથી ભેગી થાય ત્યારે તે સંયોગ પામી એમ વ્યવહારમાં કહેવામાં આવતું જોવામાં આવે છે, પરંતુ કર્મ અને આત્માના સંયોગમાં તેમ નથી. અહીં “સંયોગ' શબ્દ વાપરવામાં આત્મા અને કર્મ એ બંને નિશ્ચયે ભિન્ન છે એ બતાવવાનો આશય છે. બંનેનું ભિન્ન સ્વરૂપ : આત્મા જ્ઞાતા – દ્રષ્ટા છે, ઇંદ્રિયાતીત, અમૂર્તિક, અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, જયારે તેથી ઊલટું કદ્રવ્ય પૌગલિક, મૂર્ત-જડ પિંડ છે. તે બંને દ્રવ્યો અત્યંત ભિન્નભિન્ન સ્વભાવી છે - બંને એક પ્રદેશાવગાહી છતાં સ્વરૂપ-સ્વભાવે નિરાળા જ છે. આત્માનો એકપણ પ્રદેશ કર્મરૂપ, અને કર્મનું એક પણ પરમાણુ આત્મરૂપ થતું નથી. સોનું અને રૂપું એ બંને ધાતુઓ ભિન્ન છે. તે બંનેને એક પાત્રમાં ઓગાળી ઢાળ પાડ્યા છતાં સોનું એ પોતાના પીળાપણાના ગુણસહિત, રૂપું કે જેનો ગુણ શ્વેતત્વ છે તેથી ભિન્ન જ છે અને તેજાબના પ્રયોગથી બંનેને જુદા પાડી શકાય છે, તેવી જ રીતે આત્મા અને કર્મનો અત્યારે એક ઢાળ પડી રહ્યો છે. છતાં સ્વભાવે બંને દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ છે. સર્વશની દષ્ટિએ તે ભિન્ન પ્રત્યક્ષપણે દેખાયા હોવાથી જ તેમનો સંયોગ વર્ણવ્યો છે. – એટલેકે સંયોગ શબ્દ એ અપેક્ષાને જ અત્ર સૂચવે છે.
જીવ અનાદિ છે તેમ કર્મ પણ પ્રવાહરૂપે અનાદિ છે. જીવ અને કર્મના સંબંધની યોગ્યતા તે સહજ પણ છે. જીવ અનાદિ છતાં પણ કર્મસંબંધયોગ્યતા વગર હોઈ શકતો જ નથી. જો જીવમાં કર્મસંબંધની યોગ્યતા ન હોય તો, તેને જ્ઞાનાચરણાદિ વ્યવહારનો જ અસંભવ થાય, બીજા અનેક દોષ નામે અતિપ્રસંગ, અતિવ્યાપ્તિ આવે, અને તેમ હોય તો અનાદિમાનું એવા મુક્ત તે યોગ્યતારહિત સતે પણ પુનઃ બંધમાં પડશે, કારણકે બંધ, યોગ્યતાની અપેક્ષા વિના સ્વતઃ જ પ્રવર્તશે. જ્યારે યોગ્યતા ન માનીએ તો જે કારણથી અમુક્તને બંધનો સદ્ભાવ યોગ્યતા વિના પણ માન્યો, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org