________________
૧૧૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૨. આદિમાન્ (સાદિ) પરિણામ. આ રૂપીદ્રવ્યમાં હોય છે. તે અનેક પ્રકારનાં હોય છે જેમકે સ્પર્શ પરિણામ, રસ પરિણામ, ગંધ પરિણામ વગેરે.
- તત્ત્વાર્થ અ. ૫ સૂ. ૪૨-૪૩ ક્રિયા–અર્થાત્ ગતિરૂપ ક્રિયા પણ કાલના જ ઉપકાર રૂપે છે. તે ત્રણ પ્રકારે છે. ૧. પ્રયોગગતિ – પુરુષપ્રયત્નજન્ય ૨. વિશ્રસાગતિ – સ્વયં પરિપાકજન્ય ૩. મિશ્રિકા-મિશ્રકા – ઉભય (૧-૨)જન્ય. પરત્વ અને અપરત્વ – ત્રણ પ્રકારનાં છે.
૧. પ્રશંસાકૃત. જેવી રીતે ધર્મ પર છે, જ્ઞાન પર છે, તથા અધર્મ અપર છે, અજ્ઞાન અપર છે.
૨. ક્ષેત્ર (દેશ)કૃત - એક દેશકાલમાં પહેલા બે પદાર્થો જે દૂર રહેલ હોય તે પર છે, જે સમીપ હોય તે અપર છે.
૩. કાલકત. જેમકે સોળ વર્ષ કરતાં સો વર્ષવાળો પર છે, આ સો વર્ષવાળા કરતાં સોળ વર્ષવાળો અપર છે.
આ સર્વમાં પ્રશંસાકૃત પરત્વાપરત્વ અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વ સિવાય બાકી બધું વર્તનાદિ સર્વ એટલે વર્તન, પરિણામ, ક્રિયા અને કાલિક પરત્વાપરત્વ કાલકૃત છે – કાલે ઉપજાવેલું છે, કાલની સાથે રહેલ છે.
આત્માને કર્મનો સંયોગ સ્વભાવમાં આત્મા પરિણમે તો મોક્ષ છે, વિભાવ-પરભાવમાં પરિણમવું તે બંધ છે. જેટલા અંશે પરભાવથી છુટાય તેટલા અંશે કર્મથી મોક્ષ છે, અને સવશે પરભાવથી છુટાવું તે સંપૂર્ણ મોક્ષ છે.
જે જે અંશે નિરપાલિકપણું, તે તે અંગે જાણો ધર્મ
અહીં ધર્મ ‘આત્માનો સ્વભાવ એ અર્થમાં છે. બંધ અને મોક્ષ એ બંને આત્માના અવસ્થાવિશેષ છે. જેનાથી કર્મનો બંધ થાય છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ – એને આસ્રવ કહેવામાં આવે છે. કષાયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિ વડે આત્મા દ્રવ્યકમને આકર્ષી તે વડે બંધાય છે, અને તે કર્મના ઉદયકાળે વ્યાકુળતાને અનુભવે છે. સુખદુઃખાદિ વેદવાનું મૂળ કારણ કર્મબંધ છે, અને તેનો નિઃશેષ - બીજસહિત નાશ થયા પછી આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં આવી શકે છે. આ સ્વભાવ-અવસ્થા એ જ પરમહિત – સર્વોત્કૃષ્ટ કલ્યાણ છે, અને તે પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ આ મનુષ્યત્વનો પ્રધાન ઉદ્દેશ હોવો જોઈએ. આ સિવાયની સર્વ પ્રવૃત્તિઓ આ પ્રધાન કર્તવ્યને જેટલે અંશે ઉપકારક થાય તેટલે જ અંશે સફળ છે.
કેવા આચરણ વડે આત્મા પોતાના સ્વભાવમાં પ્રવર્તે ? જે નિમિત્તો વડે આત્માનું પરભાવમાં અનુરંજન થાય તે નિમિત્તોની સત્તાને કેવા ઉપાયોથી ક્ષીણ કરવી ? – આવી વિચારણા પ્રત્યેક મુમુક્ષુ આત્માને ઊપજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org