________________
કાલસ્વરૂપ
૧૦૯
પાંખડીને વીંધાતા-ભોંકાતાં જે સૂક્ષ્મ વખત લાગે છે તેને ક્ષણ કહેવામાં આવે છે. એવી ૮ ક્ષણ=૧ લવ
૩ ગુર=૧ સ્તુત ૮ લવ=૧ કાષ્ઠા
૨ ગુરુ અથવા | = ૧ કાકપદ કે ૮ કાષ્ઠા=૧ નિમેષ
૪ લઘુ
દ્વિગુરુ ૮ નિમેષ=૧ કલા
૨ કાકપદ=૧ હંસપદ, ૨ કલા=૧ ત્રુટિ
૨ હંસપદ-૧ મહાહંસ ૨ ત્રુટિ=૧ અણુ કે અનાદ્વૈત
૧૦ પ્લત=૧ પળ ૨ અણુ-૧ કુત
૬૦ પળ=૧ ઘડી (ઘટિકા) ૨ કુત=૧ લઘુ (માત્રા) અક્ષર
૬૦ ઘડી-૧ દિવસ ૨ લઘુ-૧ ગુરુ
માસ, વર્ષ, યુગ, મવંતર, કલ્પ વગેરે કાળનાં મહાનું પરિમાણ છે. કોઈ હિંદુ, પ્રાચીન ઋષિમુનિઓએ કાળનું માહાભ્ય ઘણું કહ્યું છે :
कालः कलयते लोकं कालः कलयते जगत । कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ।। सर्गपालन संहर्ता, स कालः सर्वतः समः । कालेन कल्प्यते विश्वं, तेन कालोऽभिधीयते ।। काल: सृजति भूतानि कालः संहरते प्रजाः । काल स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ।। कालस्य वशगाः सर्वे देवर्षिसिद्ध किन्नराः ।
कालो हि भगवान् देवः स साक्षात्परमेश्वरः ।। ભાવાર્થ – કાળથી સર્વ લોકની અને જગતુની કલના કરાય છે, તેમજ સર્વ વિશ્વની કલના – ગણના કરવામાં આવે છે તેથી કરીને 'કાળ' કહેવાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર જે કાળ તે સર્વ સ્થળે સમાન છે. એ કાળથી વિશ્વની કલ્પના કે કલના કરાય છે તેથી જ ‘કાળ' કહેવાય છે. કાળ સર્વ ભૂતોને ઉત્પન્ન કરે છે. પ્રજાને સંહારે છે, તે જ કાળ જાગ્રત, સ્વપ્ન, નિદ્રા એ ત્રણે અવસ્થાઓમાં દુરતિક્રમ છે. દેવો, ઋષિઓ, સિદ્ધો, કિન્નરો એ સર્વ કાળને જ વશ છે ! એવો ભગવાન્ કાળ તે જ સાક્ષાત્ પરમેશ્વર છે.
પ. કાલનાં ઉપકાર (accessories) શું છે તો શ્રી ઉમાસ્વાતિ સૂત્રકાર જણાવે છે કે :
वर्तना परिणामः क्रिया परंत्वापरत्वे च कालस्य (अ.५ सू.२२) વતના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાલનાં ઉપકાર છે.
વતના – સર્વ પદાર્થોની વર્તના છે તે કાલને આશ્રયીને રહેલી વૃત્તિ છે અર્થાત્ સંપૂર્ણ પદાર્થોની ઉત્પત્તિ, તથા સ્થિતિ કે જે પ્રથમ સમયને આશ્રયીભૂત છે તે વર્તના.
પરિણામ – આ બે પ્રકારનાં છે. (પરિણામ એટલે વસ્તુનો ભાવ-સ્વભાવ) તત્ત્વાર્થ અ પ. . ૪૧
૧. અનાદિપરિણામ. મા અરૂપી-દ્રવ્ય (ધર્મ, અધર્મ, આકાશ અને જીવ)માં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org