________________
તત્ત્વજ્ઞાન
339
બીજમાંથી અમુક રીપો થાય છે તો તે બીજ તે રોપાનો હેતુ છે જ્યારે જમીન, પ્રકાશ, હવા, વગેરે કે જે તેના વિકાસ માટે આવશ્યક છે તેનો સરવાળો એ હેતુ છે. તે જ રીતે વિજ્ઞાનબીજ વ્યક્તિત્વ (નામરૂપ)ના વિકાસનો હેતુ છે, જ્યારે માતપિતાનો સંસર્ગ, માતાનો ગર્ભ વગેરે હેતુઓ એવા છે કે જે અમુક જાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ ઉત્પન્ન કરે છે.
હિતુ એટલે મુખ્ય કારણ અને પ્રત્યય એટલે તદનુકૂલ કારણસામગ્રી. હેતુ મુખ્ય કારણ હોય છે અને પ્રત્યય ગૌણ કારણ. જેમકે પૃથ્વીમાં બીજ વાવતાં તે ઊગે છે. પૃથ્વી, સૂર્ય, વર્ષા આદિની સહાયતાથી તે વૃક્ષ બને છે. અહીં બીજ હેતુ છે અને પૃથ્વી, સૂર્ય વગેરે પ્રત્યય છે. વૃક્ષ ફળ કહેવાય છે. પ્રત્યય' શબ્દ કારણના સામાન્ય અર્થમાં પ્રયોજાય છે.]
કોઈપણ ફેરફાર સ્વયમેવ થતો નથી. તેનાં કારણ તો અવશ્ય હોવાં જોઈએ. કારણોની પરંપરા સમજાવવા માટે પ્રતીત્ય સમુત્પાદનો બૌદ્ધ સિદ્ધાંત મૂકવામાં આવ્યો છે. આ સિદ્ધાંતનું જ્ઞાન અને આદિ-અંત વગરના કંધનો બીજાં કારણો પર આધાર રાખવાનો સ્વભાવ એ બૌદ્ધ ધર્મમાં અતિ ઉપયોગી છે.
प्रतीत्यसमुत्पादं पश्यंति ते धर्मं पश्यंतिः ।
यो धर्मं पश्यति स बुद्धं पश्यति । જે પ્રતીત્ય સમુFાદ જાણે છે તે ધર્મને જાણે છે, જે ધર્મને જાણે છે તે બુદ્ધને જાણે છે.
દરેક ફેરફારનું કારણ હોય છે, તે કારણનું પણ કારણ હોય છે, અને તે કારણનું પણ કારણ હોય છે. એક અમુકનો પુત્ર છે, તે અમુક બીજાની સંતતિ છે, તે બીજા કોઈ અન્યની સંતતિ છે એમ આ સંસાર આદિ અને અંત રહિત છે. ઈશ્વર
ત્યારે શું ઈશ્વર નથી ? અનાથપિંડિક સાથેના વાર્તાલાપમાં બુદ્ધે આ સંબંધે ચર્ચા કરી જણાવ્યું હતું કે “જો ઈશ્વરે આ જગતુને રચ્યું હોય તો કદીપણ ફેરફાર કે નાશ સંભવે નહિ, તેમજ શોક કે આપતુ જેવી વસ્તુ પણ ન હોય કારણકે સર્વ વસ્તુઓ પવિત્ર કે અપવિત્ર તે ઈશ્વરમાંથી ઉદ્ભવેલ છે. જો શોક કે આનંદ, પ્રેમ કે તિરસ્કાર કે જે જીવોમાં જોવામાં આવે છે તે જો ઈશ્વરે કરેલાં હોય તો તેનામાં પણ શોક અને હર્ષ, પ્રેમ અને તિરસ્કાર હોવાં જોઈએ, અને જો તે તેનામાં હોય તો તેને સંપૂર્ણ કેમ કહી શકાય ? જો ઈશ્વર જગકતાં હોય અને તેથી સર્વ જીવોએ પોતાના કર્તા તરીકે તેની શક્તિને વગર બોલે અધીન થવાનું હોય તો પછી સદ્ગણી જીવન ગાળવાનું પ્રયોજન શું છે ? સત્કાર્ય કરવું કે અસત્કાર્ય એ એક જ સરખું છે. કારણકે સર્વ કાર્યો તેણે બનાવ્યાં છે તેથી તેના જેવાં જ હોય. પરંતુ જો શોક અને દુઃખ કોઈ બીજા કારણથી ઉદ્ભવતાં ગણો તો પછી તે કારણ એવું હોવું જોઈએ કે જેના કરનાર તરીકે ઈશ્વર ન હોય. ત્યારે શા માટે હાલ જે વિદ્યમાન છે. તેને નિહેતુક ન બનાવી શકાય ? વળી જો ઈશ્વર કર્યા હોય તો તે કોઈ આશયથી કે આશય વગર સૃષ્ટિ બનાવતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org