________________
૧૨ '
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
શ્રી, હરિ વગેરે દસ દેવીઓની પૂર્વકરણીનો અધિકાર છે. શ્રીનો પૂર્વભવ ભૂતા નામની સ્ત્રી હતો. તેની પાર્થે નિગ્નન્ય પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી.
(૧૨) વહ્નિ દસા (વૃષ્ણિ દશા) : આમાં બાર અધ્યયન છે. વૃષ્ણિ વંશના બલભદ્રજીના ૧૨ પુત્રો નિષઢકુમાર આદિ નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા હતા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે.
ક્ર. ૮થી ૧૨ ઉપાંગો બધાં નિરયાવલિ સૂત્રો નામે ઓળખાય છે. ખરી રીતે તો “કપ્પિયા” સૂત્રને “નિરયાવલિ' નામ ઘટે છે.
- એમ કહેવામાં આવે છે કે ઉપાંગ તે અંગનું અવયવ છે. તે પ્રમાણે ઉક્ત ઉપાંગો અમુક અંગોનાં ઉપાંગ છે. જેમકે ઔપપાતિક તે આચારાંગનું, રાજપ્રશ્રીય તે સૂત્રકૃતાંગનું, જીવાભિગમ તે સ્થાનાંગનું, પ્રજ્ઞાપના સમવાયાંગનું, સૂર્યપ્રજ્ઞપ્તિ તે ભગવતીનું. જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તે જ્ઞાતાધર્મકથાંગનું, ચંદ્રપ્રજ્ઞપ્તિ તે ઉપાસક દશાંગનું, નિરયાલિકા શ્રુતસ્કંધ ગત કલ્પિકાદિ પંચ વર્ગ – પંચોપાંગ તે અંતકૃત્ દશાંગાદિથી દષ્ટિવાદ પર્વતનાં એટલે કલ્પિકા તે અંતકૃત્ દશાંગનું, કલ્પાવતસિકા અનુત્તરોપપાતિક દશાંગનું, પુષ્પિકા તે પ્રશ્નવ્યાકરણનું, પુષ્પચૂલિકા તેવિપાક શ્રુતનું અને વૃષ્ણિદશા તે દષ્ટિવાદનું ઉપાંગ છે.
આમ બાર અંગનાં બાર ઉપાંગ કેવી રીતે અસરપરસ સંબંધ રાખે છે તેનું સૂક્ષ્મપણે અવલોકનથી પૃથક્કરણ કરી શકાયું નથી. વિન્ટરનિટૂઝ કહે છે કે “આ એકબીજાનો સંબંધ તદ્દન બાહ્ય પ્રકારનો છે.'
ચાર મૂલસૂત્ર ૧. આવશ્યક ૨. દશવૈકાલિક ૩. ઉત્તરાધ્યયન તથા ૪. પિંડનિર્યુક્તિ કે ઓઘનિર્યુક્તિ (બેમાંથી ગમે તે એક) – એમ ચાર મૂલસૂત્ર ગણાય છે. મૂલસૂત્ર એ નામ પાડવામાં આશય એ લાગે છે કે તે સર્વ સાધુઓને મૂલમાં – પહેલાં પ્રથમ પઠન કરવાને યોગ્ય છે.
વેબર કહે છે કે મૂલસૂત્ર નામ કેમ પડ્યું તે સમજી શકાતું નથી; નિયુક્તિ જેની થઈ છે તેનું મૂલસૂત્ર બતાવવા અર્થે તે વપરાયો હોય એ સંભવિત છે. તેનો ક્રમ તેઓ ૧. ઉત્તરાધ્યયન ૨. આવશ્યક ૩. દશવૈકાલિક ૪. પિંડનિર્યુક્તિ એમ આપે છે.
(૧) આવશ્યક સૂત્ર : આવશ્યક - અવશ્ય જે ક્રિયાનુષ્ઠાન કર્તવ્ય છે તેને લગતું તે આવશ્યક, નિત્યકર્મનું પ્રતિપાદક. આવશ્યક છ પ્રકારનું છે. ૧. સામાયિક (સામાઈય) ૨. ચતુર્વિશતિસ્તવ (ચઉવીસત્થઓ) ૩. વંદનક (વંદય) ૪. પ્રતિક્રમણ (પડિક્કમણ) ૫. કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) ૬. પ્રત્યાખ્યાન (પચ્ચખાણ).
એમાં સામાયિક અધ્યયનમાં પીઠિકા, પહેલી અને બીજી વરવરિકા, ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશ પ્રકારની સામાચારી, નિન્દવો, શેષ ઉપોદ્દાત નિર્યુક્તિ, નમસ્કાર નિર્યુક્તિ છે. પછી ચતુર્વિશતિસ્તવ અધ્યયન, વંદનાધ્યયન, પ્રતિક્રમણાધ્યયન કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ધ્યાનશતક છે, તથા પરિષ્ઠાપનિકા નિર્યુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ નિર્યુક્તિ અને અસ્વાધ્યાય નિયુક્તિ છે, કાયોત્સર્ગ અધ્યયન અને છેવટે પ્રત્યાખ્યાનનું અધ્યયન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org