________________
આત્માને કર્મનો સંયોગ
૧૧૭
અઘાતી ચાર કર્મો આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ કરનાર નથી. તે ચાર કર્મના આગમ કે ક્ષયને આત્માના વાસ્તવસ્વરૂપના પ્રાકટ્ય સાથે કશો સંબંધ નથી. તે ચાર કર્મને તો માત્ર બાહ્ય સામગ્રીઓ સાથે જ સંબંધ છે – તેઓના ઉદયથી બાહ્ય સામગ્રીઓનું મળવું થાય છે અને અનુદયે તે સામગ્રી ઉદ્ભવતી નથી. ઘાતી કર્મ આત્માના સ્વભાવને પ્રકટ થવા દેતાં નથી અને આત્માના ઊર્ધ્વગામી પથમાં વિદન નાંખે છે, ત્યારે અઘાતી વર્ગણાની તેવી કશી સત્તા નથી. અઘાતી કર્મમાંનું વેદનીય ઉદય આવે છે ત્યારે આત્માને નાના પ્રકારનાં સુખ-દુ:ખાદિનું ભાન કરાવનાર સામગ્રીનો યોગ થાય છે. આ યોગ કરાવી તે વેદનીય કર્મની સત્તા ત્યાંથી જ અટકે છે. તે સામગ્રીમાં સુખ-દુઃખનું ભાન કરાવવું તે મોહનીય કર્મનું કર્તવ્ય છે. વેદનીય તો માત્ર સામગ્રી આપીને ખસી જાય છે. સુખદુઃખાદિ વડે અનુરજિતપણાનું તારતમ્ય તો મોહનીય કર્મને વશ છે. જો મોહનીય કર્મ સહકારી ન હોય તો વેદનીય કર્મ એકલું છેક સામર્થ્યહીન છે કેમકે તેનામાં સામગ્રી આપવા ઉપરાંત કશો અન્ય ગુણ નથી. નામકર્મથી ગતિ, જાતિ, શરીર આદિ બાહ્ય સામગ્રી નીપજે છે. ગોત્રકર્મ એ નીચ ઉચ્ચ કુળની પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે, અને આયુકર્મથી પ્રાપ્ત દેહ સાથેનો સંબંધ અમુક કાળ સુધી ટકી રહે છે. આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ
કર્મની મૂળ આઠ પ્રકૃતિ – ભેદ ઉપર જણાવ્યા છે. તેની ઉત્તર-પ્રકૃતિ અર્થાત્ તે આઠ કર્મના બીજા અનેક ભેદો છે તેનું સંક્ષિપ્તમાં કંઈક ખ્યાન કરશું.
૧. જ્ઞાનાવરણીય કર્મની ૫ પ્રકૃતિ (સ્વભાવ) : જ્ઞાનના પ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (આભિનિબોધિક) - બુદ્ધિ અને ઈદ્રિયોની અપેક્ષાથી મળતું જ્ઞાન. (૨) શ્રુતજ્ઞાન – કહેલા કથનનું ગ્રહણરૂપ જ્ઞાન. (૩) અવધિજ્ઞાન – ઈદ્રિયોની અપેક્ષા વિના આત્માને રૂપી વિષયોનું સાક્ષાત્ અર્થગ્રહણ કરનારું જ્ઞાન. (૪) મન:પર્યવજ્ઞાન – મનમાં ચિંતિત અર્થને સાક્ષાતુ ગ્રહણ કરનારું જ્ઞાન. (૫) કેવલજ્ઞાન - સર્વજ્ઞતા એટલે લોકાલોકના સકલ પદાર્થ સ્વરૂપનું ભાન કરનારું જ્ઞાન. આ પાંચે જ્ઞાનનાં જે આવરણ તે જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ નામે (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય.
૨. દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિ : સામાન્ય બોધ એટલે દર્શન કે તેને આવરણ કરનાર તે દર્શનાવરણીય. તેના નવ ભેદ નામે (૧) ચક્ષુદર્શનાવરણીય ૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય (૪) કેવલ દર્શનાવરણીય અને (પ-૮) પાંચ જાતની નિદ્રા નામે (૫) નિદ્રા (૬) નિદ્રાનિદ્રા () પ્રચલા (૮) પ્રચલાપ્રચલા (૯) ત્યાનદ્ધિ. તે દર્શનલબ્ધિનાં આવરક છે. ચક્ષુથી સામાન્યગ્રાહી બોધ તે ચક્ષુદર્શન ચક્ષુ વિનાની બીજી ચાર ઈદ્રિય તથા મનથી પોતપોતાના વિષયનું જે સામાન્યપણે ગ્રહણ થાય છે તે અચક્ષુદર્શન, સામાન્યપણે રૂપી દ્રવ્યનું મયદાપૂર્વક ગ્રહણ તે અવધિદર્શન, અને સમસ્ત વસ્તુનું સામાન્યપણે ઉત્તમ ક્ષાયિક ભાવે દેખવું થાય તે કેવલદર્શન. (૧-૪) આ ચારે દર્શન જેના ઉદયથી આવરિત – આચ્છાદિત થાય તે અનુક્રમે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org