SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ વ્યવસાયે વકીલ હતા અને મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત તેમણે ૧૯૧૦થી ૧૯૪૫ સુધી કરી અને ૨-૧૨-૧૯૪૫ના રોજ તેમનું રાજકોટમાં અવસાન થયું. સાથોસાથ તેમણે અનેક સાહિત્યિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં પોતાનો સહયોગ સ્થાપક સભ્ય, કે સામાન્ય સભ્ય તરીકે નિષ્ઠાપૂર્વક આપ્યો હતો. સનાતન જૈન,” “જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જેન યુગ'ના તંત્રી તરીકે પણ સેવા આપતા રહ્યા (૧૯૦૭થી ૧૯૩૦ના ગાળામાં). આ બધું કરતાં કરતાંય જૈન ધર્મ સંબંધી ગ્રંથો લખવાનું કે પ્રાચીન ગ્રંથોનું સંપાદન કરવાનું તેઓ ચૂક્યા નહિ. તેમના પ્રકાશિત ગ્રંથો તેમ જ અન્ય લખાણોની સંખ્યા જોતાં કોઈ પણ વિચારમાં પડી જાય કે કેટલી અસાધારણ નિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને કર્મઠતા આ વ્યક્તિવિશેષમાં હશે. અને વ્યવસાયે કર્મનિષ્ઠ વિદ્વાન અધ્યાપક હોય એવી વ્યક્તિ પ્રત્યે જે આદર થવો જોઈએ તેવો આદર તેમના પ્રત્યે સહજ રીતે હૃદયમાંથી ઊભરાય. બૌદ્ધ અને જેને મતના સંક્ષેપમાં ઇતિહાસ, સિદ્ધાંતો અને વૈદિક ધર્મ સાથે તુલના' – એ ૧૯૧૪માં લખાયેલો અને ૧૯૧૫માં સ્વીકારાયેલો ફાર્બસ ગુજરાતી સભાનો ઇનામી નિબંધ હજુ સુધી અપ્રકાશિત હતો તે શ્રી મોહનલાલભાઈના પુત્ર શ્રી જયસુખભાઈ મો. દેસાઈની ઇચ્છા અને સહકારથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ) દ્વારા છપાય છે તેથી આનંદ થાય જ. પુત્રની પિતા પ્રત્યેની સાચા હૃદયની આ શ્રદ્ધાંજલિ છે, તેમ જ નિરપેક્ષ ભાવે વિદ્યાની આરાધના કરનાર ગુરુ-પિતાનું યોગ્ય તર્પણ છે જેને માટે તેમને અભિનંદન ઘટે. આ પુસ્તકનું લખાણ જોઈ જવાની અને જરૂરી લાગે ત્યાં સૂચન કરવાની તક મને મળી તેને મારું સદ્ભાગ્ય સમજું છું. શ્રી મોહનલાલ દ. દેસાઈએ અથાગ મહેનત કરીને આ ગ્રંથ તૈયાર કર્યો છે જેમાં તેમની જૈન અને બૌદ્ધ ધર્મની ઊંડી સૂઝ સ્પષ્ટ દેખાય છે. વળી જૈન ધર્મ-દર્શનને વરેલા લેખક નવા વિચારો ઝીલવા એટલા જ ઉત્સુક છે એ સરળતા અને પ્રામાણિકતા પ્રશંસાને પાત્ર છે. જૈન અને બૌદ્ધ ધર્મ સંબંધી ગ્રંથો ગુજરાતી ભાષામાં ઓછા છે તેથી આ પ્રકાશન આવકાર્ય બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જૈન અને બૌદ્ધ ધર્મના સાહિત્ય અને સિદ્ધાંતોની ઝીણવટપૂર્વક ચર્ચા આ ગ્રંથમાં છે. ઉપરાંત ભારતની સામાજિક-રાજકીય પરિસ્થિતિ, તે સમયે પ્રવર્તતી ધર્મભાવના, સ્ત્રીઓનું સમાજ અને ધર્મમાં સ્થાન જેવા વિષયો પર લેખકે પૂરતું ધ્યાન આપ્યું છે. મહાવીર અને બુદ્ધને ખુલ્લા મનથી સમજવાનો પ્રયત્ન કર્યો છે તે અનુકરણીય છે. ૧૯૧૪માં જૈન અને બૌદ્ધ ધર્મો વિષે ખાસ વ્યવસ્થિત લખાયું નહોતું અને બૌદ્ધ ધર્મ-દર્શનના તો ઘણા ગ્રંથો મળતા પણ નહોતા. એવે સમયે કેટલો પરિશ્રમ કરી શ્રી મોહનલાલ દેસાઈએ આ નિબંધ તૈયાર કર્યો હશે તેની તો કલ્પના જ કરવી રહી. આ પ્રકાશનથી અન્ય વિદ્યાપ્રેમી લેખકોને પ્રેરણા ચોક્કસ મળશે કે પ્રયાસથી સિદ્ધિ મળે જ છે, જોકે પેવધિારસ્તે મા હાન...” આ તક આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને પ્રો. શ્રી જયંતભાઈ કોઠારી તેમજ ડૉ. કાન્તિભાઈ બી. શાહનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૨૫-૮-૧૯૯૭ - એસ્તેર સોલોમન જન્માષ્ટમી ૩૩, નહેરુનગર, અમદાવાદ-૩૮૦૦૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy