SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો વરુણ દેશ ઉચ્છાપુરી નગરી ૨૪ હજાર દશાર્ણ દેશ મૃત્તિકાવતી નગરી ૧૮૯૨ હજાર ચેદિ દેશ શક્તિકાવતી નગરી ૬૮૦૦ હજાર (શુક્તિમતી) સિંધુસૌવિર દેશ વીતભયપત્તન નગર ૬૮૫૦૦ શૂરસેન દેશ મથુરાનગરી ૬૮ હજાર ભંગ દેશ પાવાપુરી નગરી ૩૬ હજાર માસ દેશ પરિવટ્ટા (પુરીવતા) નગરી ૧૪૨ હજાર કુણાલ દેશ સાવથી (શ્રાવસ્તી) નગરી ૬૩૦૫૩ લાટ દેશ કોટવર્ષ નગર ૨૧૦૩ હજાર કેકઈ દેશ કેતક) શ્વેતાંબિકા નગરી આ અર્ધ આર્ય દેશ છે. હવે અનાર્ય દેશ ૩૧૯૭૪ || છે, તેમાંથી કેટલાએકનાં નામ હેમચંદ્ર આપે છે म्लेच्छास्तु शका यवनाः शर्बरा बर्बरा अपि । कायारुंडा उड्राश्च गोड्राः पत्कणका अपि ॥ ६७९ ॥ अरपाकाश्च हूणाश्च रोमकाः पारसा अपि । खसाश्च खासिका डौम्बिलिकाश्च लकुसा अपि ॥ ६८० ।। भिल्ला अंध्रा बुक्कसा श्च पुलिंदाः क्रौंचका अपि । भमररुताः कुंचाश्च चीनव श्चुक मालवाः ॥ ६८१ ।। द्रविडाश्च कुलक्षाश्च किराताः कैकया अपि हयमुखा गजमुखा स्तुरगाजमुखा अपि ॥ ६८२ ।। हयकर्णा गजकर्णा अनार्या अपरेऽपिहि । मा येषु न जानंति धर्म इत्यक्षराण्यपि ।। ६८३ ।। - શક દેશ, યવન દેશ, શબરદેશ, બર્બર દેશ, કામ દેશ, મુjડ દેશ, ઉગ્ર દેશ, ગોડ઼ દેશ, પત્થણ દેશ, અરપાક દેશ, હૂણ દેશ, રોમક, પારસ, ખસ, ખાસિક, ડોમ્બિલિક, લકુસ, ભિલ, અંધ, બુક્કસ, પુલિંદ, ક્રૌંચક, ભમરૂત, કુંચ, ચીન, ચૂક, માલવ, દ્રવિડ, કુલક્ષ, કિરાત, કેકય હયમુખ, ગજમુખ, તુરગાજમુખ, હયકર્ણ, ગજકર્ણ - એ સિવાય બીજા પણ અનાર્ય દેશો છે. ઉક્ત અનાર્ય દેશોમાં માનવો ધર્મ એવા અક્ષરો જ જાણતા નથી. (બ્રાહ્મણોનું આદિત્ય પુરાણ કે જેના રચાયાનો કાલ નિર્મીત નથી યા અમને અજ્ઞાત છે તે લગભગ સર્વ દેશો અનાર્ય હતા એવું જણાવે છે કે જેમાં જૈન ગ્રંથોમાં જણાવેલ આર્યદેશોમાંના ઘણાનો સમાવેશ થઈ જાય છે. તે સર્વ અનાર્ય દેશોનાં નામ અહીં તુલના કરવા અર્થે આપવાં ઠીક થઈ પડશે – તેની સાથે તે દેશોમાં જવાનું નિષિદ્ધ કરેલ છે. कांची काश्यप सौराष्ट्र देवराष्ट्रोऽन्ध्र मत्स्यजाः । कावेरी कोंकणा हूणास्ते देशा निन्दिता भृशम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy