________________
ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
૮૩
do not produce any great alteration in states except it be by the help of civil occasions. There be three manners of plantations of new sects: by the power of signs and miracles; by the eloquence and wisdom of speech and persuasion; and by the sword. For martyrdoms, I reckon them among miracles, because they seem to exceed the strength of human nature; and I may do the like of superlative and admirable holiness of life.
- Bacon's Essay on 'Vicissitudes of Things.' અંગ્રેજી ફિલસૂફ બેકન ‘વસ્તુનાં પર્યાયાંતરો – ફેરફારો (vicissitudes of Things) એ નામના ગૂઢ નિબંધમાં જણાવે છે કે “જ્યારે પ્રાચીન ધર્મ ભેદો વડે વહેંચાઈ જાય છે અને ધર્મના મુખ્ય શિક્ષા-ગુરુઓની પવિત્રતા સડો પામી નિંદાથી પરિપૂર્ણ થાય છે, અને તે સાથે તે સમયમાં મૂર્ખતા, અજ્ઞાનતા અને અસંસ્કૃતિ પ્રસરેલી હોય છે, ત્યારે એક નવીન સંપ્રદાય ઉત્પન્ન થશે એવો શક કદાચિત રહે છે, જો તેવો સંપ્રદાય જાગે તો તેના પ્રણેતા તરીકે કોઈ અતિ પ્રવૃત્તિવાળો વિલક્ષણ આત્મા ઉદ્દભવે છે. જો તે નવીન મતમાં બે લક્ષણો ન હોય તો તે પ્રસાર પામે એવી બીક રાખતા નહીં. તેનો પ્રસાર થવાનો હોય તો તેમાં બે લક્ષણો જોઈએ : (૧) મૂળ ધર્મની સ્થાપિત થયેલ ભાવનાને – તેનાં ફરમાનોને દાબી દેવાનું યા તેથી વિરુદ્ધ પડવાનું, કારણકે તે પ્રાચીનતાને લઈને લોકપ્રિય અવશ્ય થયેલ હોય, () જીવનનાં ભૌતિક સુખો અને ઈન્દ્રિયના વિલાસોને છૂટ આપવાનું, કારણકે કલ્પના ઉપર સ્થાપિત થયેલ મત (જેવા કે પૂર્વના આર્યો અને હાલના આમિનિયન) મનુષ્યની બુદ્ધિ પર પ્રબલ અસર કરે છે, છતાં રાજ્યોમાં મોટો ફેરફાર કરી શકતા નથી. નવા મતને સ્થાપિત કરવામાં ત્રણ પદ્ધતિ કામે લાગે છે : (૧) ચમત્કારથી (ર) ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વસ્તૃત્વ અને પ્રજ્ઞાથી (૩) તરવારથી – યુદ્ધથી. ધર્માર્થે પ્રાણની આહુતિ આપવી તેને હું ચમત્કારમાં ગણું છું કારણકે મનુષ્યસ્વભાવના બલ કરતાં તે અતિ વધી જાય છે; અને જીવનની અતિશયવાળી અને ઉદાત્ત પવિત્રતાને પણ હું ચમત્કારમાં ગણું છું.”
બેકનની આ ટીકા પોતાના જ્ઞાનના પ્રદેશ પ્રમાણે સત્ય છે, પરંતુ જ્યારે આપણે તેને જૈનધર્મ કે બૌદ્ધધર્મના ઇતિહાસને લાગુ પાડીએ છીએ, ત્યારે આપણને જણાય છે કે તે ટીકામાં ઘણો સુધારોવધારો કરવો જોઈએ છે. જેનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ધારકો શ્રીમદ્ મહાવીર અને બુદ્ધ ભારતના બ્રાહ્મણવર્ગ (Hierarchy)ની અસર – તે ધર્મના શિક્ષાગુરુઓની પવિત્રતામાં સડો થઈ લોકોમાં તે અતિશય નિંદાને પાત્ર બની, ત્યારે થયા છે. પરંતુ તે વખતનાં મૂર્ખતા, અજ્ઞતા અને અસંસ્કૃતિ હોવાને બદલે સર્વ દિશામાં અતિ ઉત્સુકતાભરી બુદ્ધિ અને નીતિથી ભરપૂર ચંચલતા દશ્યમાન થતી હતી; સર્વ દિશામાં પ્રાચીન સિદ્ધાંતોને તેના શિક્ષાગુરુઓ ફરીફરી દઢીભૂત કરતા હતા, જ્યારે તેના પ્રતિપક્ષી ટીકાકારો તેના પર આક્ષેપ કરતા હતા, અને નવીન દર્શનો દરેક સ્થળે ઉદ્ભવતાં હતાં. મહાવીર અને બુદ્ધ પોતે “અતિ પ્રવૃત્તિવાળા અને વિલક્ષણ આત્માઓ નહિ હતા, પરંતુ ધર્મના આદર્શમય જીવનો ગાળવામાં એકસંમત એક સંગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org