________________
૧૭૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અહીં કોઈ શંકા કરે કે દેહનો આત્યંતિક વિયોગ દેહ આદિ સહિત હોવાથી સંભવે, પરંતુ રાગાદિ અનાદિથી છે તેનો આત્યંતિક વિયોગ કેમ સંભવે ? કારણકે જે અનાદિ છે તે વિનાશ પામતું નથી. આનું સમાધાન એ છે કે જોકે રાગાદિ દોષ જીવનમાં અનાદિ છે તોપણ જેમાં [કે જેને વિશે કે જેને લીધે તે રાગાદિ દોષ ઉત્પન્ન થાય છે એટલે કે સ્ત્રી શરીરાદિમાં, તેનું મૂલતત્ત્વ – વસ્તુતત્ત્વ સમજાય છે ત્યારે તે રાગાદિની પ્રતિપક્ષ ભાવના પેદા થાય છે અને તેથી રાગાદિ પ્રતિક્ષણ ઓછા થતા જ જાય છે. આ પરથી જણાય છે કે કાલ આદિ ખાસ સામગ્રી હોય, ભાવનાનો પ્રકર્ષ હોય તો રાગાદિનો ક્ષય તે નિમૂલ થાય તેટલા પ્રમાણમાં પણ થઈ શકે. જો એમ ન થાય તો રાગાદિ ઓછા થાય છે તે પણ ન સંભવે. વળી જે સહભૂ સ્વભાવ છે તે નિત્ય છે તેનો નાશ ન થઈ શકે, પણ જે સહકારીસંપાદ્ય સ્વભાવવાળા એટલે માત્ર સાથે સંયોગાનુવશ કે બીજી રીતે સહાય આપવા ખાતર રહેનારા એવા જે કંઈ હોય - જેમકે અહીં રાગાદિ તે નિત્ય ન હોવાથી તે જે નિમિત્તથી ઉદ્ભવે છે તેનો નાશ થતાં તેનો પણ સમૂળગો નાશ થઈ શકે.
ઊર્ધ્વગમન – સર્વ કર્મનો ક્ષય થતાં આત્મા તેથી તદ્દન હલકો – કર્મભાર રહિત થાય છે તેથી તે ઊર્ધ્વગમન કરી સિદ્ધિને પામે છે. ઊર્ધ્વગમન કેમ થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તેમ થવામાં ચાર હેતું છે ?
(૧) પૂર્વપ્રયોગથી તેમ થાય છે અર્થાત્ અચિંત્ય આત્મવીર્યથી સિદ્ધ થવા પહેલાં ઉપાંત્ય બે સમયમાં કર્મનો ક્ષય કરવા વાસ્તે જે વ્યાપાર પ્રારંભ કર્યો હતો તેનાથી જેમકે કુંભારનું ચાક પૂર્વપ્રયોગ ફર્યા કરે છે તેમ. હીંચકો કે બાણ પૂર્વપ્રયોગ કરતાં પોતાની ક્રિયા કરે છે તેમ. (૨) અસંગત્વ – કર્મસંગતિરહિત થવાથી ઊર્ધ્વગતિ થાય છે. જેવી રીતે માટીના લેપથી રહિત થતાં તુંબડાની જલમાં ઊર્ધ્વગતિ થાય છે તેમ. (૩) બંધચ્છદ – ગાઢ બંધનથી રહિત થતાં. જેમ એરંડફલ બીજાદિ બંધનોથી છૂટું થતાં ઊર્ધ્વ ઊઠે તેમ કર્મબીજથી બંધનો વિચ્છેદ થતાં સિદ્ધ પણ ઊર્ધ્વગમન કરે. (૪) ઊર્ધ્વગૌરવ – ઊર્ધ્વસ્વભાવ. આત્માનો ઊર્ધ્વ જવાનો મૂલ નિજ સ્વભાવ છે. જેમકે અગ્નિનો ઊર્ધ્વજ્વલન સ્વભાવ છે તેમ આત્માનો પણ ઊર્ધ્વગમન સ્વભાવ છે.
છ વેશ્યા નિશ્યન્ત તિ ને | મનોયો વર્નાનિતરામ: તત્ત્વાર્થ સૂત્ર ભાષ્યટીકા ૨,૭. મનના વ્યાપાર પર આધારિત આત્માનો પરિણામ તે વેશ્યા.
જે કારણથી પાપકર્મ બંધાય છે તે અશુભ કર્મ અને પુણ્યકર્મ બંધાય છે તે શુભ કર્મ કહેવાય છે. તેવી જ રીતે વેશ્યા પણ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોય છે. શુભ લેગ્યાથી પુણ્ય અને અશુભ લેશ્યાથી પાપ બંધ થાય છે, અર્થાત્ તીવ્ર કષાયથી અશુભ, અને મંદ કષાયથી શુભ લેશ્યા થાય છે.
સંસારમાં દરેક વસ્તુનાં ત્રણ પદ : ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. આ રીતે શુભ અને અશુભ લેશ્યાઓના ત્રણ ત્રણ ભેદ છે. દુનિયાની ખરાબ વસ્તુને કાળા રંગની અને સારી વસ્તુને શ્વેત રંગની ઉપમા દેવામાં આવે છે. આ કારણથી બૂરા મનુષ્યોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org