________________
૧૦૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
एए चेव विभागा हवंति उस्सपिणीइ छच्चेव ।। पडिलोमा परिवाडी नवरि विभागेसु नायव्वा ॥ ४ ।। सुसम सुसमाइ कालो चत्तारि हवंति कोडिकोडीओ। तिणि सुसमाइ कालो दुत्ति भवे सुसमदुसमाए ॥ ५ ॥ एक्का कोडाकोडी बायालीसाइ जा सहस्सेहिं । वासाण होई ऊणा दुसम सुसमाइ सो कालो ।। ६ ॥ अह दुसमाई कालो वास सहस्साई एकवीसं तु ।
तावइओ चेव भवे कालो अइ दुसमाए वि ॥ ७॥
અર્થ – દશ કોડાકોડી સાગરોપમ પૂરા થાય તે ઉત્સર્પિણી, અને તેટલા જ કાળની અવસર્પિણી પણ છે. ભરતક્ષેત્રમાં અવસર્પિણીના છ કાળ સમય થાય છે. તેમનાં અનુક્રમે નામો કહીએ છીએ. પહેલો સુષમસુષમા, બીજો સુષમાં, ત્રીજો સુષમદુઃષમા, ચોથો દુઃષમસુષમાં, પાંચમો દુઃષમા, અને છઠ્ઠો અતિ દુઃષમા. ઉત્સર્પિણીના પણ એ જ છ વિભાગો છે, પણ તે ઊલટા ક્રમે લેવાના છે. સુષમસુષમા ચાર કોડાકોડ સાગરોપમનો છે. સુષમા ત્રણનો અને સુષમદુઃષમા બેનો છે. બેતાલીશ હજાર વર્ષે ઊણા એક કોડાકોડ સાગરોપમ એ દુઃષમસુષમાનો કાળ છે. એકવીશ હજાર વર્ષનો દુઃષમાં છે. અને અતિ દુષમાનો કાળ પણ તેટલો જ છે.
– ઉપદેશપદ, પૃ. ૧૪૭-૮
આ પ્રમાણે ઉત્સર્પિણીના ઊલટા ક્રમથી એટલે પહેલો અતિદુઃષમા, અને છેલ્લો સુષમસુષમા – એમ જાણવા. અહીં જણાવવું જોઈએ કે આ પૈકીનો અવસર્પિણી-દુઃષમ (પંચમ આરે – પંચમ કાળ) હાલ વર્તે છે.
પરમાર્થમાર્ગથી મનુષ્ય મુક્તિ મેળવે છે. તે પરમાર્થમાર્ગ જે કાલમાં સુખેથી પ્રાપ્ત થાય તેનું નામ “સુષમ અને જે કાલમાં દુખેથી પ્રાપ્ત થાય તેનું નામ દુઃષમ' છે. આ બે શબ્દોની ઘટનાથી સુષમસુષમા, સુષમદુઃષમા, દુઃષમસુષમા, દુષમદુઃષમાં એ સામાસિક શબ્દો બંનેના ભાવને મિશ્રિત કરી દર્શાવવા પ્રયોજેલ છે. હમણાં ચાલુ વર્તમાનમાં ચાલતો કાલ પંચમકાલ' કહેવાય છે અને તે દુઃષમ છે. આ સંબંધી વિસ્તારપૂર્વક એક વિદ્વાન વિચારક એમ દર્શાવે છે કે :
જિનાગમમાં આ કાળને દૂસમ' એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે “દુસમ' શબ્દનો અર્થ “દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય' એવો થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જોકે પરમાર્થ માર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણ રૂપ છે.
અત્ર કહેવાનો હેતુ એવો છે કે, ઘણું કરીને આ ક્ષેત્રે વર્તમાનકાળમાં પૂર્વે જેણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે – અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોય, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org