________________
૧૮૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કંઈક ઉજ્જવળ પરિણામી હોય છે, અને અનાદિની નિજસ્વભાવભૂત કર્મબંધની યોગ્યતા બંધશક્તિમાં અનંતગણી ઓછી હોય છે, તેથી ગ્રંથિભેદની વખતે જેટલી સ્થિતિવાળાં કર્મ જીવ બાંધતો હતો તે કરતાં અધિક સ્થિતિવાળાં કર્મ તે હવે મોક્ષ જવા પર્યત બાંધે નહિ અને અર્ધ પુદ્ગલ પરાવર્તકાલની અંદર અવશ્ય મોક્ષે જાય. ક્ષયોપથમિક સમ્યક્ત
ઉપર કહ્યું તેમ ઔપશમિક સમ્યક્તની સ્થિતિ અંતર્મુહૂર્તની છે તે પૂર્ણ થતાં ઉપર્યુક્ત શુદ્ધ પુંજનો ઉદય થતાં “ક્ષયોપથમિક સમ્યગુદષ્ટિ થાય છે (ઉદય આવતા મિથ્યાત્વાદિનો ક્ષય કરે અને અનુદયનો રોધ કરે. ઔપથમિકમાં પણ તેમજ છે છતાં તેમાં અને આમાં એટલો જ ફેર છે કે આમાં શુદ્ધ દલનો ઉદય છે, જ્યારે ઔપશામિકમાં અશુદ્ધ દલનો ઉદય છે). આ સ્થિતિમાં જો ઉત્કૃષ્ટપણે રહે તો જીવ અસંખ્યાતા કાલ સુધી રહે. સાયિક સમ્યક્ત
ક્ષયોપશમ સમ્યક્તમાં વર્તતા કોઈક જીવ દેશવિરતિને પામે – શ્રાવકનાં વ્રતગ્રહણ કરે, કોઈક “સર્વવિરતિને – સાધુવ્રત પ્રાપ્ત કરે, કોઈક જીવ ઉપરોક્ત ત્રણે પુંજોનો ક્ષય કરી શુદ્ધ અપીલિક – “ક્ષાયિક સમ્યક્ત્વ પામી ‘ક્ષપકશ્રેણીએ ચઢી સકલ મોહનીય, અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય એ ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગ – સર્વજ્ઞ થાય (૧૩મા અયોગી કેવલી ગુણસ્થાન પ્રાપ્ત કરે, અને પછી મનવચન કાયાના વ્યાપારરૂપ યોગનો નિરોધ કરી સમગ્ર કર્મ રહિત થઈ તે જ ભવે મોક્ષે જાય). સમ્યત્ત્વ અને મિથ્યાત્વ
જેને સમ્યક્ત્વ થયું તે “સમ્યગ્દષ્ટિ જીવ કહેવાય છે, અને ન થયું હોય તેને ‘મિથ્યાદષ્ટિ' કહેવામાં આવે છે. જીવના આ ભેદ તેના પરિણામભેદને લઈને છે અર્થાત્ અંતઃકરણના ભાવના ભેદરૂપ ભેદ છે. તેવો ભેદ થવાનું કારણ કર્મનો જેવો બંધ હોય છે તે પ્રમાણે છે. મિથ્યાદષ્ટિને મહાબંધ હોય છે, સમ્યગ્દષ્ટિને કિંચિત્ કોમલબંધ હોય છે. બંનેનો બાહ્ય ચાર સરખો હોય, તોપણ તેમના પરિણામમાં ફેર હોય, તેથી તેઓ મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહી શકાય.
સમ્યગ્દષ્ટિને - ધર્મરાગવાળાને કર્મવશાતુ અન્યથી પ્રવૃત્તિ થાય તો તેમાં એ રાગનો અભાવ સૂચવાતો નથી. સમ્યગ્દષ્ટિ (જીવ)ને બૌદ્ધમાં બોધિસત્ત્વ અને સમ્યગ્દર્શનને ‘બોધિ' એ નામ આપેલ છે. ૧. સમ્યગ્દષ્ટિવાળો તે જ બોધિસત્વ કહેવાય. બૌદ્ધોએ બોધિસત્ત્વનું લક્ષણ કર્યું છે તે સમ્યગ્દષ્ટિવાળાને વિષે યથાર્થ ઘટે છે. તે બૌદ્ધો એમ કહે છે કે કાયપાતી એટલે શરીર થકી જ પતન પામનાર જ બોધિસત્ત્વ છે અને ચિત્તપાતી એટલે ચિત્તથી પતન પામનાર નહિ, એટલે ભાવથી કરીને દઢ સત્ત્વવાળો, પણ કર્મવશાત્ શરીરથી અલિત થનારો તે “બોધિસત્ત્વ.” આ જ લક્ષણ સમ્યગ્દષ્ટિનું પણ છે. સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ બંને પરાર્થરસિક, ધીમાનું, માર્ગગામી, મહાશય, ગુણરાગી વગેરે સમાન રીતે હોય છે. બંને મોક્ષ પામવા નિમાયેલા છે. જે સમ્યગ્દર્શન, તે જ બોદ્ધોએ કહેલ બોધિ' છે. તે બોધિ જેમાં પ્રધાન છે – એ જ જેનો સાર છે એવો મહોદય તે જ બોધિસત્વ. (યોગબિંદુ, શ્લો. ર૭-૨93).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org