________________
૧૩૬,
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જ આત્મા છે. તાત્પર્ય કે દેહ અથવા તેના પ્રત્યેક અવયવના દષ્ટાંત તરીકે જ્ઞાનગુણધારક કોઈ એક પદાર્થ અનુભવાય છે પરંતુ તે જ્ઞાનગુણધારક પદાર્થને જોનાર તરીકે કોઈપણ બીજો પદાર્થ અનુભવાતો નથી. ત્વચા આદિ પાંચે ઈદ્રિયો પોતપોતાના વિષય પ્રમાણે કોઈ એક અસાધારણ પદાર્થથી પ્રેરાય છે, પરંતુ તેમાંની એકે ઈદ્રિય, પોતાના વિષય સિવાય – જોકે પોતાનો વિષય પણ આત્મા વિના અનુભવતી નથી – બીજી ઈદ્રિયના વિષયને અનુભવતી નથી, જ્યારે એ આત્મા એ પાંચે ઈદ્રિયોના વિષયને જાણે છે. આ જે જાણનાર પદાર્થ તે જ આત્મા છે.
આત્માને દેહ કે ઈદ્રિયો અથવા શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ જાણી શકતા નથી, પરંતુ તે સૌ આત્માની સત્તાપૂર્વક પ્રવર્તે છે; જો આત્માની સત્તાની પ્રેરણા ન હોય તો દેહાદિ સર્વ જડપણે પડ્યાં રહે છે. આવી જેની અસાધારણતા છે તે “આત્મા' છે. જાગતાં હોઈએ કે સ્વપ્નમાં હોઈએ કે નિદ્રાધીન હોઈએ પરંતુ ત્યારે પણ આત્મા તે-તે અવસ્થાઓથી જુદો જ જોવામાં આવે છે, કારણકે નિદ્રામાં સ્વપ્નમાં હોવા છતાં પણ તે નિદ્રાદિ અવસ્થાઓને જાણનાર કોઈક પદાર્થ છે એમ સર્વનો અનુભવ છે. આવો જાણનાર જે પદાર્થ તે ચૈતન્યમય છે અને જે ચૈતન્યમય સ્વભાવવાળો પદાર્થ છે તે જ આત્મા' છે. વળી જો જ્ઞાનગુણ એ દેહનો ધર્મ હોય તો દુર્બળ દેહમાં પરમ જ્ઞાનબુદ્ધિ જોવામાં આવે છે અને સ્કૂલદેહમાં અલ્પજ્ઞાન-બુદ્ધિ પણ જોવામાં આવે છે તેવું થવું ન જોઈએ. આ કારણે પણ દેહનો ગુણ જ્ઞાન નથી પરંતુ કોઈ એક અન્ય પદાર્થનો તે ગુણ-જ્ઞાન છે. અને તે અન્ય પદાર્થ તે જ “આત્મા' છે. કોઈપણ કાળે – કોઈપણ પ્રયોગે – જેમાં જાણવાનો સ્વભાવ ઉત્પન્ન થઈ શકતો નથી તે જડ; અને જે સર્વદા જાણવાના સ્વભાવસહિત છે તે ચેતન. આવા બંને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જડ અને ચેતન બંને એકતા પામી ન શકે, માટે બંને ભિન્ન છે. વળી “આત્મા નથી” એની શંકા કરનાર “આત્મા’ પોતે જ છે કારણ કે શંકા એ મતિજ્ઞાનથી થાય છે.
આત્માનું લક્ષણ ચેતના – જ્ઞાન છે. શ્રીમદ્ ભાગવતકાર પણ કહે છે કે જેને વેતયતે જે વડે વિશ્વ – દેહ ચેતીભૂત થાય છે તે આત્મા છે.
યદિ શંકા થાય કે દેહ એ જડસંયોગથી બનેલ છે. તેમાંના કોઈ સંયોગથી દેહ ચેતીભૂત થાય છે અને તે સંયોગમાં ખામી આવવાથી જડ દેહ તે જડરૂપે – શબરૂપે જણાય છે, તેથી વાસ્તવમાં આત્મા એવી ચીજ સંભવી શકે નહીં. આવું કેટલાક મત માને છે. દાખલા તરીકે ચાર્વાક આદિ કેટલાક મતવાદી એમ માને છે કે પૃથ્વી, અપુ. તેજ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સંયોગે ચેતના ઉત્પન્ન થઈ હોય એવો ભાસ થાય છે, જ્યારે વાસ્તવિક રીતે ચેતનની વ્યક્તિ જુદી છે જ નહીં. પંચમહાભૂતનો સંયોગ મટી જાય એટલે પાછું જેમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી' કહે છે.
આનો પ્રત્યુત્તર એ છે કે દશ્યનો દ્રષ્ટા દશ્યથી ભિન્ન જ હોય છે. ગૃહમાં રહેનાર દ્રષ્ટા કહે કે “આ દશ્ય તે ગૃહ મારું છે' તો તેમાં ગૃહથી (દશ્યથી) તેમાં રહેનાર દ્રષ્ટા) જુદો છે. તેવી જ રીતે દેહરૂપ દશ્યનો દ્રષ્ટા પણ દેહથી ભિન્ન છે. ન્યાયશાસ્ત્ર પ્રમાણે દ્રષ્ટા અને દેશ્ય એક જ હોઈ શકે નહીં, માટે જે દેહનો દ્રષ્ટા છે તે દેહથી ભિન્ન છે, અને તે દ્રષ્ટાને શાસ્ત્રકારે “આત્મા’ એ નામ આપેલ છે. વળી સજાતિ સજાતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org