________________
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક)
૧૩૫
મહાવીરે ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે, ‘આત્મા કર્મનો કર્તા છે, ‘આત્મા કર્મનો ભોક્તા છે', “આત્માનો મોક્ષ છે', “મોક્ષનો ઉપાય પણ છે' – આ ષટ્રપદી યોજના મુમુક્ષના સિદ્ધાંતને – અનેકાંત અને સકલ દર્શનના મૂલતુલ્ય કરેલ છે. ૧. આત્મા છે.
કોઈ એમ શંકા કરે છે કે “આત્મા દષ્ટિમાં આવતો નથી, કે તેનું બીજું કંઈ રૂપ જણાતું નથી, અથવા સ્પર્ધાદિ બીજા અનુભવથી પણ જણાતો નથી; માટે આત્મા અથવા જીવનું હોવાપણું સંભવતું નથી; અર્થાત્ જીવ નથી.”
આના ઉત્તરમાં જણાવવાનું કે દરેક પ્રાણીને શરીર હોય છે અને તે શરીરને ઈદ્રિયો હોય છે. કેટલાક શરીરી જીવને એક, બે, ત્રણ, ચાર કે પાંચ ઈદ્રિય (સ્પર્શ, ચક્ષુ, કર્ણ, રસના, નાસા) હોય છે. હવે આ પાંચ ઈદ્રિયના વ્યાપાર – અડવાના, ચાખવાના, ગંધ લેવાના, જોવાના અને સાંભળવાના વ્યાપાર તે પાંચ ઈદ્રિયથી પર – અતીન્દ્રિય વસ્તુ ન હોય તો થઈ શકતા નથી, તેમ થઈ શકતા હોત તો મરણ પામેલા શરીરમાં સર્વ ઈદ્રિય હોવા છતાં તેમાંથી સર્વ વ્યાપાર થઈ શકત; પણ તે થઈ શકતા નથી તેથી પ્રાણીમાત્ર પાસે એક એવી વસ્તુ છે કે તે વસ્તુની જ્યાં સુધી દેહમાં પ્રત્યક્ષ પ્રતીતિ જણાય છે ત્યાં સુધી મનુષ્યનું મન મનન કરી શકે છે, ચિત્ત ચિંતવન કરી શકે છે, બુદ્ધિ નિશ્ચય કરી શકે છે, અહંકાર હુંપણું કરે છે, ત્વચા સ્પર્શ કરી શકે છે, જીભ રસ ચાખી શકે છે, નાસિકા ગંધ લઈ શકે છે, ચક્ષુ જોઈ શકે છે, અને શ્રોત્ર સાંભળી શકે છે – ટૂંકામાં માનસિક અને શારીરિક સર્વ વ્યાપાર ત્યાં સુધી જ ચાલે છે કે જ્યાં સુધી શરીરમાં એક અલૌકિક પદાર્થ હોય કે જે પદાર્થ તિરોધાન થતાં, અંતર્ધાન થતાં કે અન્ય સ્થળે જતાં સર્વ પ્રકારના શારીરિક અને માનસિક વ્યાપારો બંધ પડે છે, અને જેના આવિર્ભાવથી સર્વ વ્યાપારો વ્યાપારરૂપે પ્રતીત થાય છે તે શરીરથી ભિન્ન પદાર્થને શ્રમણ ભગવાન્ મહાવીરે આત્મા એ નામથી કહ્યો છે. અન્ય સંપ્રદાય-પ્રવર્તકોને (ચાર્વાક સિવાય) એ જ માન્ય છે.
આત્મા શું છે ?
કોઈ એમ કહે છે કે દેહ જ આત્મા છે, અથવા ઈદ્રિયો, પ્રાણ કે શ્વાસોચ્છવાસ છે તે જ આત્મા છે. એ સિવાય અન્ય કોઈ આત્મા માનવાનું કારણ નથી, કેમકે કંઈ બીજું ચિહ્ન જણાતું નથી; વળે જો આત્મા હોય તો જેમ ઘટપટાદિ પદાર્થો જણાય છે તેમ તે આત્મા જણાવો જોઈએ; અને જ્યારે તેમ તે જણાતો નથી તો આત્માનું હોવાપણું નથી.
આના ઉત્તરમાં જણાવવાનું કે અનાદિકાળથી અજ્ઞાનને લઈને આપણને દેહનો પરિચય છે – દેહાધ્યાસ છે તેથી આત્મા દેહ જેવો ભાસે છે, પરંતુ જેમ તરવાર અને માન બંને સાથે છતાં જુદાં છે તેમ આત્મા અને દેહ જુદા છે; કેમકે બંનેનાં જુદાં જુદાં લક્ષણો જણાય છે. આત્મા આંખથી જોઈ શકાવા યોગ્ય નથી કેમકે એ તો આંખનો પણ જોનાર છે. આત્મા ભૂલ-સૂક્ષ્માદિ રૂપને જાણનાર પદાર્થ છે. વળી સર્વેનો બાધ કરતાં કોઈપણ પ્રકારે જેનો બાધ થઈ શકતો નથી એવો જે બાકી અનુભવ રહે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org