________________
વિભાગ-૪ : પ્રકીર્ણ
બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી શ્રી, ગૌતમ બુદ્ધના સમયમાં ઉચ્ચ જ્ઞાતિની અનેક સ્ત્રીઓ ગૃહનો ત્યાગ પુરુષોની પેટે કરી સંઘમાં જોડાવા ઉત્સુક બની. પ્રથમ તે સિદ્ધાર્થની માશી અને પોષક માતા નામે પ્રજાપતિ ગૌતમીએ તે સર્વ સ્ત્રીઓની વતી બુદ્ધ પાસે જઈ સંઘમાં દાખલ કરવા વિનતિ કરી અને બુદ્ધિ સંમતિ આપી; અને બીજાઓ તેમ કરવા માટે પોતાના ધર્મને ન વગોવે તે માટે તેમને ગૃહસ્થ સ્ત્રીઓનો જે પહેરવેશ હતો તે એટલે શ્વેત અંગવસ્ત્ર વેશમાં રાખી પવિત્ર સણી બ્રહ્મચારિણી તરીકે જીવન ગાળવાને ગૌતમીને કહ્યું. આટલો નાનો હક્ક ગૌતમીને પસંદ ન પડ્યો. તેથી તેણે બધી સ્ત્રીઓની સલાહ લઈ સ્વયમેવ દીક્ષિત થઈ પછી બુદ્ધ પાસે શિષ્યાઓ તરીકે જવાનું ઠરાવ્યું. મસ્તકના કેશ કાપી નાખ્યા, યોગ્ય અંગવસ્ત્ર પહેર્યું અને ભિક્ષાપાત્ર લઈ બુદ્ધને ચરણે આવ્યાં. આનંદ (બુદ્ધનો સહચારી શિષ્ય) સહર્ષ તેમની વિનતિ ગુરુશ્રીને નિવેદિત કરી તેમનો પક્ષ લીધો. બુદ્ધે તેમને સંઘમાં લેતી વખતે એવા શબ્દો કાઢ્યા કે “શું બુદ્ધ પુરુષોના કલ્યાણ માટે જ જન્મે છે ? વિશાખા અને બીજી સ્ત્રીઓને સતુ માર્ગ પ્રાપ્ત નથી થયો ? દીક્ષા પુરષ તેમજ સ્ત્રી સર્વને માટે છે. આ રીતે બુદ્ધ સ્ત્રીઓને સ્વતંત્ર સ્થાન અને તે વળી પુરુષોની સમાનકક્ષાએ આપ્યું.
ભારતની આ વખતની સામાજિક નૈતિક અવસ્થા ભ્રષ્ટ થઈ હતી. વિષયવાસનાનું પ્રાબલ્ય હતું. કામાચારને ઉત્તેજક હોમહવનાદિ કરવામાં આવતા હતા, એ વાત બૌદ્ધ ધર્મમાં દીક્ષિત થયેલી પ્રાચીન સ્ત્રીઓ (સ્થવિરા)એ રચેલ ‘થેરીગાથા' નામના પુસ્તકમાંથી મળી આવે છે. આથી ભિક્ષુઓએ સ્ત્રીઓ પ્રત્યે, અને ભિક્ષુણીઓએ પુરુષો પ્રત્યે કેવી રીતે વર્તન રાખવું જોઈએ તે માટે કઠિન નિયમો યોજવામાં આવ્યા હતા, પરંતુ બુદ્ધના ઉપદેશમાં સ્ત્રીપુરુષ વચ્ચે અંતર રાખવામાં આવેલ હતું એવું કશું પણ નથી. મૌલાયન અને સારિપુત્ર પ્રત્યે જેવું માન, તેવું જ ઉચ્ચ માન બિખ્રિસાર રાજાની પાણી ખેમાં અને ધમ્મદિન કે જે ભિક્ષુણીઓમાં અગ્રેસર હતી તેઓ પ્રત્યે બુદ્ધનું હતું.
પુરુષમાં એટલો બધો વિશ્વાસ હોય કે સ્ત્રીમાં રહેલું કોઈપણ તત્ત્વ તેને લલચાવી શકે તેમ નથી કે તેની તૃષ્ણા ઉત્પન્ન કરી શકે તેમ નથી, તો પછી તે પોતે ઉપાસક હોય કે દીક્ષિત – ભિક્ષુ હોય તો પણ સ્ત્રીઓમાં સ્વતંત્રતાથી ભળવા માટે તેને વાંધો નથી. બોધિ પ્રાપ્ત કર્યા પછી બુદ્ધ જ્યારે પિતા શુદ્ધોદનના રાજ્યમહેલમાં ગયા ત્યારે તેની સ્ત્રી યશોધરાએ તેમને મળવા બહાર આવવી ના પાડી ત્યારે તે પોતે જ તેણીની પાસે ગયા હતા. તે વખતે તેમણે સારિપુત્ર અને મૌર્શલાયન કે જે શિષ્યો પોતાની સાથે હતા તેને કહ્યું હું મુક્ત છું, રાજકુલ પત્ની હજુ સુધી મુક્ત નથી. મારાં દર્શન તેણીએ લાંબા સમયથી કર્યા નથી તેથી તેણી અત્યંત શોકાપન્ન છે. તેણીના શોકને ગતિ નહિ મળે તો તેણીનું હૃદય ચિરાશે. જો તેણી તથાગતનો (પોતાનો) સ્પર્શ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org