________________
જુદાજુદા ગ્રંથકારો
૨૭૯
રાજ્યપ્રાપ્ત ખેતરમાં ગુલામ તરીકે કાર્ય કરી સંતોષ આપી તેની પાસેથી તેના દર્શનનું પૂર્ણ જ્ઞાન મેળવી કણાદના દર્શનના અનુયાયી નામે કણાદગુપ્ત ને બીજાની સાથે વાદમાં ઊતર્યો. ત્રણ માસ વાદ ચાલતાં ઘણાને બૌદ્ધ કર્યા. કુમારિલ તેથી ૫૦૦ બ્રાહ્મણને લઈ વાદ કરવા આવ્યો. તેણે શરત કરી કે જે હાર પામે તેને મારી નાંખવો. ધર્મકીર્તિ કુમારિકનું મરણ ઇચ્છતો ન હોવાથી એવી શરત કરી કે જે હારે તે પોતાનો ધર્મ મૂકી બીજાનો સ્વીકારે. આખરે તેમ થયા પછી કુમારિલ ને ૫૦૦ બ્રાહ્મણો શરત પ્રમાણે હારતાં બૌદ્ધ થયા. ત્યારપછી નિગ્રંથો (જૈન) રાહુવર્તી અને બીજા કે જે વિંધ્યપર્વત પાસેના દેશમાં વસતા હતા (દિગંબરીય) તેની સાથે વાદ કર્યો, પછી કવલિ (દ્રાવિડ ?)માં આવી ઘણા તીર્થિકો સાથે વાદ કરી જુદાંજુદાં પોતાના ધર્મનાં દર્શનોને પૂનઃસ્થાપિત કરી ઉદ્ધાર કર્યો. આ બ્રાહ્મણ તૈયાયિક ઉદ્યોતકર પર આક્ષેપ કરેલ છે. જ્યારે ધર્મકીર્તિની પ્રત્યક્ષ પ્રમાણ વ્યાખ્યા પર બૃહદારણ્ય-વાર્તિકના કર્તા મીમાંસક સુરેશ્વરાચાર્ય તથા અષ્ટ-સહસ્ત્રિકાના કર્તા દિગંબર જૈનાચાર્ય વિદ્યાનંદે ટીકા કરી છે. વાચસ્પતિ-મિશ્ર પણ તેનો આધાર ટાંકે છે.
તેણે દિગ્ગાગે રચેલા બૌદ્ધ ન્યાય પર ઘણો સુધારોવધારો કર્યો છે. તેના ગ્રંથોમાં પ્રમાણ વાર્તિકકારિકા, પ્રમાણવાર્તિકવૃત્તિ, પ્રમાણવિનિશ્ચય, હેતુબિંદુ, હેતુબિંદુવિવરણ, તર્કન્યાય અથવા વાદન્યાય, સંતાનાંતર-સિદ્ધિ, સંબંધ-પરીક્ષા, અને તે પર વૃત્તિ છે.
| વિનીતદેવ (સન ૭૦૦ આસપાસ) – ગોવિચંદ્રના પુત્ર લલિતચંદ્ર રાજાના સમયમાં તે નાલંદામાં રહેતા હતા અને ધર્મકીતિ ગોવિચંદ્રના સમયમાં મરણ પામ્યા. ગોવિચંદ્રના પિતા વિમલચંદ્ર માલવનરેશ ભર્તૃહરિની બહેન સાથે પરણ્યા હતા. આ ભર્તૃહરિ ને તે જ નામના વૈયાકરણી કે જે સન ૬૫૧ – ૬૫રમાં મરણ પામ્યા તે એક જ છે એમ ધારીએ તો પછી તેના સમકાલીન ગોવિચંદ્રને ઈ.સ. ૭માં શતકમાં મૂકી શકીએ, અને તેથી એવા નિર્ણય પર આવી શકીએ કે ગોવિચદ્રના પુત્ર લલિતચંદ્ર પણ આ વખતે વિદ્યમાન હતા કે જે સમ્ય ધર્મકીર્તિના સમય સાથે સંગત થાય છે. તે ધર્મકીર્તિના ગ્રંથો પર વિનીતદેવે ટીકા રચી છે. વળી મહાનું
ચંદ્રગોમિનું (સને ૭૦૦ આસપાસ) – પૂર્વમાં ક્ષત્રિયકુલે વારેન્દ્ર (બંગાલમાં હાલનું રાજશાહી)માં તેનો જન્મ થયેલ છે. તે સાહિત્ય, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, સંગીત, લલિત કલા અને વૈધકમાં અતિ નિપૂણ હતો. આચાર્ય સ્થિરમતિ પાસે સૂત્ર અને અભિધર્મ પિટકો શીખી વિદ્યાધર આચાર્ય અશોકથી બૌદ્ધ ધર્મમાં આવ્યો. તેને બુદ્ધદેવતા અવલોકિતેશ્વર અને તારા નામની દેવી પર અચલ શ્રદ્ધા હતી. વાલેંદ્રના રાજાએ તેને પોતાની દીકરી પરણાવ નું માગું કર્યું, પરંતુ તેનું નામ તારા હોવાથી પોતાની દેવી તારાનું અપમાન થાય એમ ધારી પરણવાની ના પાડી. આથી રાજા કુદ્ધ થયો અને તેને એક પેટીમાં પૂરી ગંગા નદીમાં નાંખી દીધો. પેટી તરતીતરતી સમુદ્રમાં ગંગા મળે છે ત્યાં એક બેટ પાસે અટકી ગઈ, ત્યાં ચંદ્રગોમિને તારા દેવીને પ્રાર્થના કરવાથી તે પેટીમાંથી બહાર નીકળી શક્યો. તે ભેટમાં પછી તે રહ્યો અને તે પરથી તે બેટનું નામ ચંદ્રદ્વીપ પડ્યું. ત્યાં બૌદ્ધ ઉપાસક તરીકે અવલોકિતેશ્વર અને તારા દેવીની મૂર્તિઓ સ્થાપના કરી. ધીમેધીમે તે બેટ એક શહેર જેવો થયો. ત્યાંથી લંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org