SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો જઈ દક્ષિણ હિંદમાં આવતાં વરરચિના ઘરમાં નાગસેન (પતંજલિ)કત પાણિનિ વ્યાકરણ પર ભાષ્ય જોયું. તે બરાબર ન લાગતાં પોતે ચંદ્ર વ્યાકરણ નામની ટીકા પાણિનિ પર કરી. ચાન્દ્ર વ્યાકરણ સ્વતંત્ર છે. જેન હેમચંદ્રાચાર્ય (સ.૧૦૮૮-૧૧૭૨) આનું નામ પોતાના ગ્રંથમાં ટાંકે છે જ્યારે કાશિકા–વૃત્તિનો કર્તા જયાદિત્ય (૬૬૧-૬૬૨ ઈ.સ.) તેનું નામ જણાવતો નથી, તેથી જયાદિત્ય પછી ને હેમચંદ્ર પહેલા આ વિદ્યમાન હતા. આ વખતે શ્રી હર્ષનો પુત્ર શીલ રાજા રાજ્ય કરતો હતો અને વરેંદ્રમાં લિચ્છવી જાતિનો સિંહ રાજા રાજ્ય કરતો હતો. શ્રી હર્ષને નામે પ્રસિદ્ધ શ્રી હર્ષવર્ધન હોવો જોઈએ (૬૪૭ ઈ.સ). આથી આનો સમય ઈ.સ. ૭00 લગભગ ગણી શકાય. તેણે ચંદ્ર વ્યાકરણ સિવાય ન્યાયાલોક સિદ્ધિ નામનો ન્યાય પર ગ્રંથ રચેલ છે. રવિગુપ્ત (૭૨૫ સન આસપાસ) – કાશ્મીરમાં તેનો જન્મ થયો હતો. તે મહાનું કવિ, દાર્શનિક અને તાંત્રિક હતો અને કાશ્મીર તેમજ મગધમાં ૧૨ મહાનું ધાર્મિક વિદ્યાલયો સ્થાપ્યાં હતાં. વારેંદ્રના ભર્ષ રાજાનો સમકાલીન હતો. તેનો પ્રસિદ્ધ તાંત્રિક ભિક્ષુ સર્વજ્ઞમિત્ર શિષ્ય હતો. તેણે ન્યાયનો ગ્રંથ નામે પ્રમાણવાર્તિક વૃત્તિ રચેલ છે. શાન્તરક્ષિત (ઇ.સ.૭૪૯) – તે સ્વતંત્ર માધ્યમિક દર્શનનો અનુયાયી અને નાલંદના વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક હતો. તેની સહાયથી તિબેટમાં રાજાએ સન ૭૪૯માં મગધના દેતપુર વિહાર જેવો સંયેનો વિહાર બંધાવ્યો હતો. ૧૩ વર્ષ તિબેટમાં ગાળ્યાં, અને ત્યાં આચાર્ય બોધિસત્ત્વ એ નામથી વધુ પરિચિત થયો. તેણે ન્યાયના વાદન્યાયવૃત્તિ વિરચિતાર્થ અને તત્ત્વસંગ્રહકારિકા ગ્રંથ લખેલ છે. કમલશીલ (ઈ.સ.૭૫૦ આસપાસ) – શાન્તરક્ષિતનો અનુયાયી હતો અને નાલંદામાં તંત્રોનો અભ્યાસ કરાવતો. તિબેટમાં મહાયાન હોસિંગ નામના ચિનાઈ સાધુને વાદમાં હરાવ્યો હતો. તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. ન્યાયબિંદુ પૂર્વ પક્ષે સંક્ષિપ્ત અને તત્ત્વસંગ્રહપંજિકા એ ગ્રંથ રચ્યા હતા. કલ્યાણરક્ષિત (૮૨૯ સન આસપાસ) – એ મહાનું વાદી અને ધર્મોત્તરાચાર્યના ગુરુ હતા. તેણે ઘણા ગ્રંથો રચ્યા છે. - ધર્મોત્તરાચાર્ય (ઈ.સ.૮૪૭ આસપાસ) – કલ્યાણરક્ષિત અને કાશ્મીરના ધમકર દત્તના શિષ્ય હતા. ૮૪૭ સનમાં રાજ્ય કરતા વનપાલ રાજાના સમયમાં તે કાશમીરમાં થયા. તેમને ધર્મોત્તર -- ટિપ્પનકના કર્તા મલ્લિણ (૯૬૨ ઈ.સ.), અને સ્વાદુવાદ રત્નાવતારિકાના કર્તા રત્નપ્રભસૂરિ નામના પ્રસિદ્ધ જૈન તૈયાયિકે પોતાના ગ્રંથમાં ટાંકેલ છે. તેમણે અનેક ગ્રંથ રચેલ છે. મુક્તકુંભ (૮૪૭ સન પછી), અર્ચત (૮૪૭ સન પછી), દાનશીલ (૮૯૯ સન આસપાસ), જિનમિત્ર (૮૯૯ આસપાસ), પ્રજ્ઞાકરગુપ્ત (૯૪૦ આસપાસ), આચાર્ય જેતારિ (૯૪૦-૯૮૦ સન), જિન (૯૮૩ ઈ.સ. આસપાસ), જ્ઞાનશ્રી (૯૮૩ ઈ.સ. આસપાસ), રત્નવજ (૯૮૩ ઈ.સ. આસપાસ), રત્નાકર શાંતિ (૯૮૩ આસપાસ), વાક્યજ (૯૮૩ આસપાસ), મારિ ( ૧૫) ઈ.સ. આસપાસ), અને શંકરાનંદ (૧૦૫૦ ઈ.સ. આસપાસ) – એમ ઉત્તરોત્તર ઘણા બૌદ્ધ નૈયાયિકો અને વિદ્વાનો થયા ૧. જુઓ 1. રાતીશચંદ્ર વિદ્યાભૂષણકૃત History of the Medieval school of Indian logic. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy