________________
વિભાગ-૨ : ગૌતમ બુદ્ધ જન્મ : બાલ્યકાળ : યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ) કોઈપણ પુરુષે દાખલ કરેલી રીતિનીતિ જે પ્રમાણમાં ચિરસ્થાયી વા વ્યાપક રહે તે પ્રમાણમાં તે પુરુષના મહત્ત્વનું તારતમ્ય ઠરતું હોય તો ગૌતમ બુદ્ધ જેવો મહાનું પુરુષ આ દેશના ઐતિહાસિક કાલમાં થયો જ નથી એમ કહીએ તો ચાલે. જેણે પોતાના શત્રુપક્ષ – બ્રાહ્મણો તરફથી પણ ઈશ્વરાવતાર તરીકે માન મેળવ્યું, જેણે પ્રારંભેલો ધર્મ એક કાળે આખા જગતમાં ફેલાશે કે શું એવી શંકા ઉત્પન્ન થવા લાગી, અને જે ધર્મ સાંપ્રતકાળે પણ આ દુનિયાની માનવજાતિના મોટામાં મોટા ભાગને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વંદ્ય થઈ રહેલો છે, તે પુરુષની સાથે સમાનતા ધરાવનાર એક પણ નામ આ દેશના ઇતિહાસમાં જોવામાં આવતું નથી એમાં કાંઈ નવાઈ નથી. આવા આ અલૌકિક પુરુષના ચરિત્ર કે શિક્ષણનો જેટલો ભાગ ઐતિહાસિક દષ્ટિથી નિર્વિવાદ મનાય છે તેટલો જ અહીં આપીશું.
બુદ્ધ એટલે જેણે બોધિ – ઉચ્ચતમ અધિકાર – શિક્ષા અને પ્રજ્ઞાની પૂર્ણતા સુધી ગયેલ પાયરી મેળવેલ છે તે. પરંતુ બૌદ્ધધર્મી લોક જેને માટે આ સન્માનબોધક શબ્દ વાપરે છે તે પુરુષનો જન્મ શક્ય નામના એક ઉચ્ચ ક્ષત્રિય કુલમાં ઈ.સ.પૂર્વે છઠ્ઠા શતકના મધ્યમાં કપિલવસ્તુ (હાલમાં તેનું નામ પદીરા છે કે જે ગોરખપુર જિલ્લાની ઉત્તરે છે)માં લંબિની નામના વનમાં થયો હતો. આ જન્મસ્થાનના સ્મરણાર્થે મહારાજ અશોકે ઈ.સ. પૂર્વે ૩૨૯માં ‘હિ માવં નાતેતિ” અહીં ભગવાનનો જન્મ થયો હતો એવા લેખયુક્ત સ્તંભ ઊભો કર્યો. શાક્ય કુળમાં જન્મવાથી તેમને શાક્યમુનિ પણ કહેવામાં આવે છે, અને ગૌતમ એ ગોત્રનામ છે કે જેનાથી તે બૌદ્ધ ધર્મગ્રંથોમાં પ્રસિદ્ધ છે. ઈ.સ.પૂ. ૬૦૦ના સુમારે તે શાક્ય નામના ક્ષત્રીઓનું કપિલવસ્તુમાં એક ૧. શૉપનહૉર નામનો પાશ્ચાત્ય ફિલસૂફ પણ પોતાના મુખ્ય ગ્રંથ નામે The world as will and idea”માં જણાવે છે કે “If I were to take the result of my philosophy as the standard of truth, I would be obliged to concede to Buddhism the pre-eminence over the East. In any case it must be a satisfaction to me to see my teaching in such close agreement with a religion which the majority of mankind upon the earth hold as their own." ૨. ઐતિહાસિક દષ્ટિથી એટલા માટે કે હિંદમાં ઇતિહાસ કથારૂપે રહેલ છે તેમાં કલ્પનાનું અને
તેને લીધે ચમત્કારિક અને અલૌકિક વાતોનું મિશ્રણ ચરિત્રનાયક પ્રત્યેના અતિભક્તિભાવને લઈને તેમ જ ચરિત્ર આલેખનારમાં રહેલ કવિત્વથી લગભગ પચાસ ટકા જેટલું હોય છે. તેથી પ્રથમ દર્શને તેના સત્યાસત્ય માટે સહજ શંકા ઊઠે છે. આથી પ્રબલ ઐતિહાસિક પુરાવા વગર અમુક પૂર્વકાલીન મહાવ્યક્તિ જણાવ્યા પ્રમાણે વસ્તુતઃ વિદ્યમાન ન હતી, પણ માત્ર મનોહર કાલ્પનિક ચિત્ર છે એમ કોઈ કહે તો તેને ખોટો ઠરાવી શકાય નહિ ! બુદ્ધના સંબંધમાં અબાધિત પ્રમાણ છે કે તે ઐતિહાસિક પુરુષ છે, તેથી તેના ચમત્કાર વગેરે બાદ
કરી સંશય ટાળવાનો અહીં પ્રયત્ન છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org