________________
ઈશ્વરતત્ત્વ – સવતત્ત્વ
૯૫
સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર. તીર્થકર જ્યાં જ્યાં વિચરે અને દેશના માટે સમવસરણ' – સભા મંડળ આદિ કરે ત્યારે દેવતાઓ આ આઠ પ્રાતિહાર્ય રચે છે.
૪ અતિશય – (૧) જ્ઞાનાતિશય – જ્ઞાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ – કેવલજ્ઞાન અને કેવલ દર્શન તેનામાં હોવાથી ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણે કાલમાં જે સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે તેનું એટલે ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યયુક્ત સર્વ વસ્તુઓનું જ્ઞાન હોય છે. (૨) વચનાતિશય - વાણી અનેક ગુણવાળી હોય છે. તે વચનગુણ ૩પ ગણાવ્યા છે – સંસ્કારત્વ, ઔદાન્ય, અગ્રામ્યત્વ, મેઘગંભીરઘોષત્વ, પ્રતિનાદવિધાયિતા, દક્ષિણત્વ (વચનની સરલતા), ઉપનીતરાગત્ (રાગસંયુક્તપણું), મહાર્ણતા (અર્થગંભીરતા), અવ્યાહિતત્વ (પૂર્વાપર વિરોધનો અભાવ), શિષ્ટતા, સંશયરહિતતા (શ્રોતાને જેથી સંશય ન થાય તે), નિરાકૃતાન્યોત્તરતા (બીજો ઉત્તર આપવો પડે નહીં એવી), હૃદયંગમતા, મિથઃ સાકાંક્ષતા (અરસપરસ પદ-વાક્યોનું સાપેક્ષપણું), પ્રસ્તાવૌચિત્ય દશકાલ અનુસારતા), તત્ત્વનિષ્ઠતા, અપ્રકીર્ણ પ્રસ્તુતત્વ (અસંબદ્ધનો અવિસ્તાર અને સંબદ્ધનો વિસ્તાર), અસ્વશ્લાઘાનિંદતા (આમોત્કર્ષ તથા પરનિંદારહિતપણું), આભિજાત્ય (પ્રતિપાદ્ય વસ્તુની ભૂમિકાને અનુસરવાપણું), અતિસ્નિગ્ધમધુરત્વ, પ્રશસ્યતા, અમર્મવેધિતા, ધર્માર્થપ્રતિબદ્ધતા, કારકા વિપર્યય (કારક, કાલ, વચન તેમજ લિંગાદિનો જ્યાં વિપર્યય નહિ), વિભ્રમાદિ વિયુક્તતા (વક્તાના મનમાં ભ્રાંતિ વિક્ષેપાદિ દોષરહિત), ચિત્રકૃત્ત્વ (કુતૂહલતાનો અભાવ), અદ્ભુતત્વ, અનતિવિલંબિતા (અતિવિલંબ વગરની), અનેક જાતિ વૈચિત્ર્ય (જાતિ આદિ વર્ણન કરવા યોગ્ય વસ્તુ સ્વરૂપના આશ્રયયુક્ત), આરોપિતાવિશેષતા (વચનાંતરની અપેક્ષાથી વિશેષપણું જેમાં સ્થાપન થયેલ છે), સત્ત્વપ્રધાનતા (શક્તિ જેમાં પ્રધાન છે), વર્ણપદવાક્યવિવિક્તતા (વર્ણાદિનું વિચ્છિન્નપણું), અશ્રુચ્છિત્તિ (વિવક્ષિત અર્થની સમ્યક્ પ્રકારે સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અવ્યવચ્છિન્ન વચનનું પ્રમેયપણું), અને અમેદિત્વ (શ્રમરહિતપણું). (૩) અપાયાપગમાતિશય – અપાય – ઉપદ્રવનો નિવારક – મરકી-રોગ થતા નથી. (૪) પૂજાતિશય – જેથી લોકમાં અને દેવ વગેરેથી પૂજનીય છે. ૧૮ દોષ – વીતરાગમાં નથી તે નીચે પ્રમાણે :
अंतराय दानलाभ वीर्य भोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा ।
रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ।। (૧-૫) પાંચ જાતના અંતરાય નામે દાનાંતરાય, લાભાંતરાય, વીયતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય. આ પાંચ અંતરાય એટલે દાનાદિમાં અંતરાય ન હોય. આનો એવો અર્થ નથી કે ઈશ્વર દાન દે છે, લાભ પ્રાપ્ત કરે છે, શક્તિ બતાવે છે, ભોગોપભોગ કરે છે – એનો એ અર્થ છે કે એ પાંચ જવાથી દાન, લાભાદિની શક્તિઓ પ્રગટે છે. એ શક્તિનો ઉપભોગ કરે કે ન કરે એ જુદી વાત છે, પણ તેનામાં શક્તિઓ છે. (૬) હાસ્ય (૭) રતિ (આસક્તિ – વસ્તુની લાલસા) (૮) અરતિ (અપ્રીતિ) (૯) ભીતિ – ભય (૧૦) જુગુપ્સા – છીંટ (૧૧) શોક (૧૨) કામ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org