________________
ચાર આર્યસત્ય
ઉપશમ અભિજ્ઞા (દિવ્યશક્તિ), સંબોધ (પ્રજ્ઞા) અને નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ માર્ગને આર્યઅષ્ટાંગિક (જેને આઠ અંગ છે એવો) માર્ગ કહે છે. તૃષ્ણાનો નાશ કે જેથી દુઃખનો નાશ થાય છે તે કઈ રીતે થઈ શકે તેનો ઉપાય આ માર્ગ બતાવે છે.
આર્ય અષ્ટાંગિક માર્ગ
આ માર્ગ કે જેનાથી દુઃખનો નાશ નિરોધ થાય છે તેનાં આઠ અંગો નીચે
પ્રમાણે છે.
(૧) સમ્યગ્દષ્ટિ
(૨) સમ્યક્ સંકલ્પ
(૩) સમ્યક્ વાચા (૪) સમ્યક્ કર્માન્ત (કર્મ)
(૫) સમ્યક્ આજીવ
(૬) સમ્યક્ વ્યાયામ (૭) સમ્યક્ સ્મૃતિ (૮) સમ્યક્ સમાધિ
૧. પ્રસા
-
૨. શીલ
૩. સમાધિ
Jain Education International
૩૧૧
૧. પહેલું અંગ સમ્યગ્દષ્ટિ
ઉક્ત આઠ અંગમાંનું પ્રથમ અંગ સમ્યગ્દષ્ટિ લઈએ. તે ઉપર સર્વ દર્શનોમાં જણાવવા પ્રમાણે શુદ્ધ માર્ગ પામવાનો આધાર છે. તેથી ખરો બોધ – સંબોધ – પ્રજ્ઞા (બોધિજ્ઞાન) થાય છે. દરેક શુભ વિચારમાં એટલે કુશલ ચિત્તમાં તે આઠ અંગો પૈકી સમ્યક્ સંકલ્પ, સમ્યક્ વ્યાયામ, સમ્યક્ સ્મૃતિ અને સમ્યક્ સમાધિ અવશ્ય હોય છે. તેવી જ રીતે દરેક અશુભ વિચારમાં અકુશલ ચિત્તમાં અસમ્યક્ સંકલ્પ, અસમ્યક્ વ્યાયામ, અસમ્યક્ સ્મૃતિ અને અસમ્યક્ સમાધિ હોય છે.
હવે સમ્યક્ દૃષ્ટિ શું તે જોઈએ ?
૧. દુઃખનું જ્ઞાન, દુઃખસમુદયનું જ્ઞાન, દુઃખનિરોધનું જ્ઞાન અને દુઃખ નિરોધગામી માર્ગનું જ્ઞાન. એને સમ્યગ્દષ્ટિ કહે છે. જગત્ અનિત્ય એટલે બદલનારું છે, પ્રપંચ દુઃખમય છે, અને આત્મા અવિનાશી અને અવિકારી પદાર્થ નથી પણ કર્માનુસાર બદલનાર છે એવા યથાર્થ જ્ઞાનને સમ્યક્દષ્ટિ કહીશું તો ચાલશે કારણકે આવા જ્ઞાનથી જ ચાર આર્યસત્યોનું જ્ઞાન થવું શક્ય છે.
બીજી રીતે જોઈએ તો
૨. અકુશલ શું છે, અકુશલનું મૂળ શું છે, કુશલ શું છે અને કુશલનું મૂળ શું છે તેનું જ્ઞાન તે સમ્યક્ દૃષ્ટિ.
૧. જૈનમાં મોક્ષનાં ત્રણ અંગ નામે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ એક સાથે હોય ત્યારે મોક્ષ થાય એમ કહેલું છે, તો તે ત્રણેનો વિચાર કરતાં તેમાં આ આઠે સમાવેશ પામે છે; તે પૈકીના સમ્યગ્દર્શન સાથે આ (બૌદ્ધ સમ્યગ્દષ્ટિ) સરખાવી જોવા જેવું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org