SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો “અકુશલ એટલે પાપ – દશ છે : (૧) પ્રાણાતિપાત = હિંસા (૨) અદત્તાદાન = ચોરી (૩) કામ મિથ્યાચાર = કામસેવન – વ્યભિચાર ૧. કાયકર્મ (કયિક પાપ) | ૨. વાચાકર્મ (વાચિક પા૫) (૪) મૃષાવાદ = જૂઠું બોલવું (૫) પશુન્ય = ચાડી ખાવી (૬) પારુષ્ય = કર્કશ ભાષા બોલવી (૭) સંભિન્ન પ્રલાપ = નકામાં મિથ્યાવચન વદવાં (૮) અભિધ્યા = લોભ – પરદ્રવ્યની આસક્તિ (૯) વ્યાપાદ = ક્રોધ પ્રિતિહિંસા. (૧૦) મિથ્યાષ્ટિ = નાસ્તિકતા | ૩, મનકર્મ (માનસિક પાપ) [મિથ્યાદષ્ટિ = ખોટી ધારણા. “નાસ્તિકતા” શબ્દના અનેક અર્થ થઈ શકે તેથી વિવાદાસ્પદ બને.] અકુરાલનાં મૂળ ત્રણ છે : (૧) લોભ (૨) દ્વેષ (૩) મોહ. લોભષના ઉદ્ભવ સાથે મોહ રહેલો જ હોય છે. કુશલ દેશ છે : ઉક્ત દશ અકુશલથી વિરમવું તે દશ કુશલ છે. કુશલનાં મૂળ પણ ત્રણ છે : ઉપરનાં અકુશલનાં ત્રણ મૂળથી મુક્તિ એટલે અલોભ, અષ, અમોહ. ૧. મનુસ્મૃતિ કે જે ઈ.સ. ચોથા શતકમાં લખાયેલી તરીકે આ તરફના પંડિતે સ્વીકારેલી છે. (જુઓ ડૉ. ભાંડારકરની A Peep into the Early History of India, P. 46) તેમાં (૧૨મા અધ્યાયમાં) આ દશ પાપનો ઉલ્લેખ છે. परद्रव्येष्वभिध्यानं मनसानिष्ट चिंतनम् । वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ।। पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः । असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ।। अदत्तानामुपादानं हिंसा चैवाविधानतः ।। परदारोपसेवा च शारीरं त्रिविधं स्मृतम् ।। - પરદ્રવ્ય પર મન કરવું, બીજાનું મનથી અનિટ ચિંતવવું, ગમે તે માર્ગે અયોગ્ય રીતે ભળવું (નાસ્તિકતા એ ત્રણ માનસિક કર્મ (પાપ) છે; કઠોર ભાષણ, અસત્ય ભાષણ, સર્વ પ્રકારનાં ચાડી અને વૃથા બડબડ – અસંબદ્ધ પ્રલાપ એ ચાર વાચિક કમેં (પાપ) છે. અદત્તાદાન (ચોરી), વેદવિહિત ન હોય તેવી હિંસા, અને પદારાગમન એ ત્રણ કાયિક પાપ કર્મ છે. (બૌદ્ધમાં વેદવિહિત હોય યા ન હોય પણ તે હિંસા નિષિદ્ધ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy