________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ગંડિકાઓ, દેવતા મનુષ્ય તિર્યંચ નારક ગતિ ગમન વિવિધ પર્યટનો વગેરે કહેવામાં આવેલ હોય છે.
૧૦
(૫) ચૂલિકા. ચૂલા એટલે શિખર. જેમ મેરુની ચૂલા તેમ દૃષ્ટિવાદમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગમાં અનુક્ત અર્થના સંગ્રહવાળી ગ્રંથપદ્ધતિ તે ચૂલા - ચૂલિકા કહેવાય છે. પ્રથમનાં ચાર પૂર્વીને ચૂલા છે, બાકીનાં પૂર્વે ચૂલિકા વગરનાં છે. પ્રથમ પૂર્વમાં ૪, બીજા પૂર્વમાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથામાં ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. દૃષ્ટિવાદ ચૌદ પૂર્વેની ભાષા સંસ્કૃત હતી એમ પ્રભાવકચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિ જણાવે છે.
-
બાર ઉપાંગો
આ અંગ (શરીર)ના અવયવો રૂપ ૧૨ ઉપાંગો છે. (૧) ઔપપાતિક (ઉવવાઈ) સૂત્ર : ઉપપાત જન્મ (દેવ ને નારકનો જન્મ કે સિદ્ધિગમન) તેના અધિકારવાળો આ ગ્રંથ છે. આમાં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, વનખંડ, અશોકવૃક્ષ, પૃથ્વીશિલાનું વર્ણન કરી કોણિક રાજા, તેની રાણી ધારિણી, તેનો રાજપરિવાર, મહાવીર પ્રભુનાં વર્ષાંકો છે. કોણિક શ્રી મહાવીરને વંદે છે. મહાવીરના શિષ્યો-સાધુઓનું વર્ણક છે. તપ-બાહ્ય અને અત્યંતર તપનું, મહાવીરના શ્રમણોનું, વાંદવા આવતા અસુર આદિ દેવતાઓનું, દેવીઓનું, જનો લોકોનું, નગરીનું, કોણિકસેનાનું, કોણિકનું, નગરવાસીઓનું, સુભદ્રા પ્રમુખ દેવી-રાણીઓનું વર્ણન છે. પ્રભુ ધર્મકથા અર્ધમાગધીમાં કહે છે – દેશના આપે છે. સમવસરણનું વર્ણક આપી લાંબો ઉપોદ્ઘાત પૂરો થાય છે. હવે ઉપપાતની કર્મબંધપૂર્વકથી કર્મબંધ-પ્રરૂપણા જણાવે છે. જુદાજુદા સ્વરૂપના જનો - તાપસો, શ્રમણો, પરિવ્રાજકો આદિનાં સ્વરૂપ બતાવ્યાં છે. પછી અંબડ પરિવ્રાજકનો અધિકાર આવે છે. શ્રમણો, આજીવકો, નિહ્નવો આદિ બતાવી કેવલી સમુદ્દાત અને સિદ્ધસ્વરૂપનું નિરૂપણ કર્યું છે.
(૨) રાયપસેણી (રાજપ્રશ્નીય, રાજપ્રદેશીય ?) : રાજા પ્રદેશીના સંબંધી. આમાં પ્રથમ સૂર્યાભદેવ શ્રી મહાવીરને વાંદવા જાય છે તેનું વર્ણન આવે છે. પછી સૂત્રના નામ પ્રમાણે પાર્શ્વનાથના ગણધર શ્રી કેશીનો શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી સાથેનો સંવાદ છે. પ્રદેશી આત્મા વગેરે અનેક વાત નહિ માનનાર હતો. તેને સમજાવી કેશી સ્વામીએ શ્રી મહાવીરના સિદ્ધાન્તમાં શ્રદ્ધા કરાવી હતી. આ સંવાદથી આ સૂત્ર એક સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે એમ વિન્ટનાિટ્ઝનું કહેવું છે.
(૩) જીવાભિગમ : જીવ (ઉપલક્ષણથી અજીવ પણ)નું અભિગમ – જ્ઞાન જેમાં છે તે. આમાં જીવ, અજીવ, જંબુદ્વીપનું ક્ષેત્ર, પર્વત વગેરેનું વિસ્તારથી વર્ણન છે.
(૪) પ્રજ્ઞાપના : આનું સંકલન કરનાર સુધર્માસ્વામીથી ૨૩મા આર્ય શ્યામાચાર્ય છે. ‘પ્ર’ એટલે પ્રકર્ષપણે ‘જ્ઞાપન’ એટલે જાણવું. જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે – યથાવસ્થિત રૂપે જાણી શકાય છે અથવા જીવાજીવ આદિ પદાર્થની પ્રજ્ઞાપના છે તે પ્રજ્ઞાપના. આમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું પ્રરૂપણ છે અને તે એ રીતે કે આમાંનાં ૩૬ પ૬માં ૧, ૩, ૫, ૧૦ અને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org